Vadodara

ઓપનહાઉસ : અિધકારીઓ અને નેતાઓની મિલીભગતની સમજોતા એક્સપ્રેસ…?

વડોદરા: મહાનગરપાલિકાના બાંધકામ વિભાગને ૭૪ ફાઈલો ઓપન હાઉસ માં મંજૂર કરી દેતા પાલિકાને કરોડો રૂપિયાનો ફાયદો થયો છે. તત્કાલીન વિવાદિત મ્યુનિસિપલ કમિશનર ડોક્ટર વિનોદ રાવે વડોદરામાં ઓપન હાઉસ ચાલુ કરી હતી. વડોદરા શહેર સિવાય કોઇપણ શહેરમાં ઓપન હાઉસ સિસ્ટમ નથી. નેતાઓ અને અધિકારીઓની મિલીભગતથી આ સમજોતા એક્સપ્રેસ ચાલુ જ છે. શહેરમાં મોટા પ્રોજેક્ટ તો જ આવશે જ્યારે સિસ્ટમમાં પારદર્શકતા આવશે. તત્કાલીન -વિવાદીત  મ્યુનિસિપલ કમિશનર વિનોદ રાવે, વડોદરામાં  ઓપન હાઉસ સિસ્ટમ ચાલુ કરી હતી. અમદાવાદ સુરત રાજકોટ ભાવનગર અને જામનગર માં ઓપન હાઉસ સિસ્ટમ તદ્દન ફેલ ગઈ છે.

વડોદરા  સિવાય કોઈ શહેરમાં બાંધકામ પરવાનગી શાખામાં ઓપન હાઉસ સિસ્ટમ નથી. બાંધકામ પરવાનગીની ઓપન હાઉસ સિસ્ટમ સદંતર ફેઈલ ગઈ છે.ભ્રષ્ટાચાર યથાવત છે. નેતાઓ અને અધિકારીઓની મિલીભગતથી આ સમજોતા એક્સપ્રેસ ચાલુ જ છે. હજી પણ અગાઉનાં મ્યુનિસિપલ કમિશનર પી.સ્વરુપ  વખતની ફાઈલો બાંધકામ પરવાનગી શાખા માં પેન્ડિંગી છે. હજી પણ આશરે ૫૦ ફાઈલો પાલિકાની તિજોરીમાં અકબંધ છે.

અગાઉ ૪૯ તથા ત્યારબાદ ૨૫ ફાઈલો પણ બાંધકામ વિભાગે મ્યુનિસિપલ કમિશનર ને ના આપતા સહી ન થવાને કારણે વિલંબમાં મુકાઈ હતી. અત્યાર સુધી એક પણ ફાઈલ રિજેક્ટ થઈ નથી!! બધી ફાઈલો જો પાસ જ કરી દેવાની હોય તો મંજુર કરવામાં વિલંબ કેમ? અધિકારીઓ અને નેતાઓની ગોઠવણ થઈ જાય તો ફાઈલો ગંગા પાર. વડોદરા શહેરમાં મોટા પ્રોજેક્ટ તો જ આવશે જ્યારે સિસ્ટમમાં પારદર્શકતા આવશે. આજે પણ ૭૦ ટકા ફાઈલો ટીડીઓ લેવલે જ ક્લીયર થતી હોય છે.

હકીકત તો એ છે કે મ્યુનિસિપલ કમિશનરને ટેકનિકલ બાબતમાં સમજ પડતી નથી. જેથી અધિકારીઓ તેમને ઉંઠા ભણાવતા હોય છે. ક્યારેક વુડાના અધિકારીઓ સાથે પરામર્શ કરી કમિશનર ટેકનીકલ જ્ઞાન લેતા હોય છે. બાંધકામ પરવાનગી શાખામાં ટીડીઓ તથા ડે.ટીડીઓની સાગમટે બદલી કરી પાલિકાને જ વફાદાર હોય તેવા અધિકારીઓને લાવવા જોઈએ.ગુજરાત માં જો મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી અને મંત્રી ઓ ને ઘર ભેગા કરી શકતા હોય અને નવા મુખ્યમંત્રી ને મંત્રીઓ આવતા હોય તો પાલિકામાં જે ભસ્ર્ટ અધિકારીઓ છે તેઓ ને કેમ બદલવામાં નહિ આવતા. મ્યુનિસિપલ કમિશનર સાલીની અગ્રવાલ પાસે સત્તા છે કે જે તે વિભાગ માં ભસ્ર્ટ અધિકારીઓ ને બદલી કરી ત્યાં પાલિકા ના વફાદાર અધિકારીઓ ને નિમણૂક કરી શકે છે.

અત્યારે તો પાલિકાની હાલત એવી છે વારંવાર વિવાદમાં આવતા અધિકારીઓને પણ નેતાઓની ભલામણથી પરત લઈ હેડ ઓફ ડિપાર્ટમેન્ટ અને ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર જેવા પદ આપી દેવાયા છે. કેટલાક તો એવા અધિકારીઓ છે કે પાલિકાએ સસ્પેન્ડ કર્યા હોય તેમને પણ પરત લઈને ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર જેવી મહત્વની પોસ્ટ આપી દેવાઈ છે. ફાઇલ સ્ક્રુતિ ની કરવા, બાંધકામ તપાસનીશ,વહીવટી કેશિયર- ક્લાર્ક, બાંધકામ તપાસનીશ, ડે.ટાઉન ડિપ્લોમનેટ ઓફિસર,  ડે. કમિશનર આટલી મોટી ફોજ હોવા છતાં બે – બે કમિશનર ની ફાઇલ ની ક્લિયર થઈ નથી. 25 ફાઇલ ક્લિયર થાય પ્રેસ નોત આપી ખોટી વાહ વાહ કરવી. અગાઉ ના કમિશનરો કામ કરી ચુક્યા છે.ઓપન હાઉસ પબ્લિસિટી મેળવવાનું પ્લેટફોર્મ છે.

પાલિકાની વેબસાઈટમાં આજે પણ બિલ્ડીંગ પરમીશન વિભાગની ૧૦ વર્ષ જુની માહિતી!

વુડા પોતાની મંજુર કરેલી ફાઈલોનાં નામ, તમામ સંબંધીત વિગતો સાથે વેબસાઈટ ઉપર મુકે છે.પાલિકાની વેબસાઈટમાં આજે પણ બિલ્ડીંગ પરમીશન વિભાગની ૧૦ વર્ષ જુની માહિતી મુકાઈ છે .આઈ ટી ડિપાર્ટમેન્ટ શુસુક્ત અવસ્થામાં છૅ. આઇટીના અધિકારીઓ લાખો રૂપિયાનો પગાર લે છે પરંતુ કામગીરી કરતા નથી. સ્માર્ટ સિટીની વાત કરતી પાલિકા પોતાની વેબસાઈટ જ ફેરફાર કરી શકતી નથી. માત્ર નવા મેયર અને નવા મ્યુનિસિપલ કમિશનર આવે તે ફેરફાર કરવામાં આવે છે. બાંધકામ વિભાગોની માહિતી જૂની મૂકવામાં આવે છે.

Most Popular

To Top