World

અમેરિકાએ એવું તો શું કહ્યું કે યુદ્ધ વચ્ચે ઈઝરાયેલે ગાઝાને લઈ કરી આ મોટી જાહેરાત

ઈઝરાયલ-હમાસ યુદ્ધ (Israel Hamas War) દરમિયાન ગાઝા (Gaza) પર ઈઝરાયેલના કબજાને લઈને આ સમયના સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. આખી દુનિયાને (World) આશંકા છે કે જીત બાદ ઇઝરાયેલી સેના ગાઝા પર કબજો જમાવી લેશે. પરંતુ આ દરમિયાન ઈઝરાયલના સંરક્ષણ મંત્રી યોવ ગેલેંટે ગાઝાને લઈને પોતાની યોજના જાહેર કરી છે. ગેલેંટના જણાવ્યા અનુસાર હમાસને ખતમ કર્યા પછી ગાઝા પટ્ટીમાં લોકોના જીવનને નિયંત્રિત કરવાની ઇઝરાયેલી સેનાની કોઈ યોજના નથી. જણાવી દઈએ કે રાષ્ટ્રપતિ બિડેને ઇઝરાયેલને ગાઝા પટ્ટી પર લાંબા સમય સુધી કબજો કરવાના પ્રયાસો સામે ચેતવણી આપી હતી. તેમણે કહ્યું હતું કે ઈઝરાયલે ગાઝા પટ્ટીને વધુ સમય સુધી પોતાના નિયંત્રણમાં ન રાખવી જોઈએ.

ઇઝરાયેલી સેનાએ શુક્રવારે કહ્યું કે હમાસને નષ્ટ કર્યા પછી ગાઝામાં જીવનને નિયંત્રિત કરવાની તેની કોઈ યોજના નથી. સંરક્ષણ પ્રધાન યોવ ગેલેંટનું નિવેદન પહેલી વખત હતું જ્યારે ઇઝરાયેલી નેતાએ ગાઝા માટે તેમની લાંબા ગાળાની યોજનાઓની ચર્ચા કરી હતી. ગેલન્ટે કહ્યું કે ઇઝરાયેલ હમાસ સાથેના તેના યુદ્ધમાં ત્રણ તબક્કાની અપેક્ષા રાખે છે. તેમણે કહ્યું કે પહેલા હવાઈ હુમલા દ્વારા અને પછી જમીની સ્તર પર સેના ગાઝામાં હમાસ જૂથ પર હુમલો કરશે. ત્યારબાદ સેના હમાસના પ્રતિકારના વિસ્તારોને હરાવી દેશે અને અંતે અમે ગાઝા પટ્ટીમાં જીવન માટેની અમારી જવાબદારી સમાપ્ત કરીશું. આનો અર્થ એ છે કે ઇઝરાયેલ ગાઝા પર ફરીથી કબજો નહીં કરે.

હમાસના ખાત્મા પછી ગાઝાના લોકોના જીવન પર અંકુશ નહીં રાખવાની યોજનાની જાહેરાત કરતા ઈઝરાયેલના સંરક્ષણ મંત્રીએ સ્પષ્ટ કર્યું છે કે વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ અમેરિકી રાષ્ટ્રપતિના શબ્દોને સ્વીકારી લીધા છે. નોંધનીય છે કે ગાઝામાં હમાસના આતંકવાદીઓ વિરૂદ્ધ ઓપરેશન તેજ થયા બાદ અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેને કહ્યું હતું કે જો જીત બાદ ઈઝરાયેલ ગાઝા પર કબજો જમાવી લેશે તો તે મોટી આંતરરાષ્ટ્રીય ભૂલ હશે. બિડેને કહ્યું હતું કે ઇઝરાયલે ગાઝા પર વિજય મેળવ્યા પછી અને હમાસના આતંકવાદીઓને ખતમ કર્યા પછી પ્રાદેશિક લોકોના જીવનને નિયંત્રિત કરવાનું વિચારવું જોઈએ નહીં. 15 ઓક્ટોબરના રોજ એક મુલાકાત દરમિયાન રાષ્ટ્રપતિ બિડેને ઇઝરાયેલને ગાઝા પટ્ટી પર લાંબા સમય સુધી કબજો કરવાના પ્રયાસો સામે ચેતવણી આપી હતી. તેમણે કહ્યું કે ઈઝરાયલે ગાઝા પટ્ટીને વધુ સમય સુધી પોતાના નિયંત્રણમાં ન રાખવી જોઈએ. અમેરિકી રાષ્ટ્રપતિએ કહ્યું કે ઇઝરાયેલ યુદ્ધના નિયમો અનુસાર કામ કરશે. દવાઓ, પાણી અને ખોરાક નિર્દોષ નાગરિકો સુધી પહોંચાડવામાં આવશે.

ઇઝરાયેલ હમાસ યુદ્ધ બાબતે શું માને છે દુનિયાના દેશો?
ઈઝરાયેલ અને હમાસ વચ્ચે હિંસક લડાઈ ચાલુ છે. 14 દિવસ સુધી ચાલેલા સંઘર્ષે વિશ્વને બે જૂથોમાં વહેંચી દીધું છે. એક તરફ યુરોપિયન દેશો ખુલ્લેઆમ ઈઝરાયેલને સમર્થન આપી રહ્યા છે. સાથે જ આરબ દેશો પેલેસ્ટાઈનના લોકો પર થયેલા હુમલાની નિંદા કરી રહ્યા છે. આ દરમિયાન અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેન ઈઝરાયેલ પહોંચ્યા હતા. બિડેન બાદ બ્રિટિશ વડાપ્રધાન ઋષિ સુનક પણ પોતાનું સમર્થન વ્યક્ત કરવા ઈઝરાયેલ પહોંચ્યા હતા. અમેરિકાના કાઉન્ટર સ્ટેટમેન્ટની પણ દરેક વચ્ચે ખૂબ ચર્ચા થઈ રહી છે. એક તરફ તે શરૂઆતથી જ ઈઝરાયલને સમર્થન આપી રહ્યો છે. બીજી તરફ તેના તરફથી કહેવામાં આવ્યું છે કે યુદ્ધના નિયમોનું ઉલ્લંઘન ન કરવું જોઈએ. એક તરફ અમેરિકાએ સંયુક્ત રાષ્ટ્ર સંઘમાં બ્રાઝિલના પ્રસ્તાવ પર વીટો લગાવી દીધો છે અને ત્યારબાદ રાષ્ટ્રપતિ બિડેન ગાઝા માટે સહાયની જાહેરાત કરી દે છે.

Most Popular

To Top