Sports

PAK vs AUS: ઓસ્ટ્રેલિયાએ પાકિસ્તાનને આપ્યો 368 રનનો મુશ્કેલ ટાર્ગેટ, વોર્નર-માર્શે સદી ફટકારી

નવી દિલ્હી: વર્લ્ડ કપની (World Cup 2023) 18મી મેચમાં ઓસ્ટ્રેલિયા (Australia) અને પાકિસ્તાનની (Pakistan) ટીમ મેદાનમાં ઉતરી છે. બેંગ્લોરના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં બંને ટીમો આમને-સામને છે. પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમે ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ઓસ્ટ્રેલિયાએ 50 ઓવરમાં નવ વિકેટે 367 રન બનાવ્યા હતા. હવે પાકિસ્તાનને જીતવા માટે 368 રન બનાવવા પડશે.

ઓસ્ટ્રેલિયાએ પાકિસ્તાનને 368 રનનો ટાર્ગેટ આપ્યો હતો. તેણે 50 ઓવરમાં નવ વિકેટે 367 રન બનાવ્યા હતા. ઓસ્ટ્રેલિયા માટે તેના બંને ઓપનર બેટ્સમેનોએ સદી ફટકારી હતી. ડેવિડ વોર્નરે 163 અને મિચેલ માર્શે 121 રન બનાવ્યા હતા. આ બે સિવાય અન્ય કોઈ બેટ્સમેન 25 રનના આંકને સ્પર્શી શક્યો નહોતો. માર્કસ સ્ટોઇનિસે 21 રન બનાવ્યા હતા. જોશ ઈંગ્લિશે 13 રનનું યોગદાન આપ્યું હતું. મારંશ લાબુશેન આઠ રન બનાવીને આઉટ થયો હતો અને સ્ટીવ સ્મિથ સાત રન બનાવીને આઉટ થયો હતો. પેટ કમિન્સે છ રન અને મિચેલ સ્ટાર્કે બે રન બનાવ્યા હતા. ગ્લેન મેક્સવેલ અને જોશ હેઝલવુડ ખાતું પણ ખોલાવી શક્યા ન હતા. એઇડન ઝમ્પાએ અણનમ એક રન બનાવ્યો હતો. પાકિસ્તાન તરફથી શાહીન આફ્રિદીએ સૌથી વધુ પાંચ વિકેટ લીધી હતી. હરિસ રઉફને ત્રણ સફળતા મળી. ઉસામા મીરે એક વિકેટ લીધી હતી.

પાકિસ્તાનની પ્લેઇંગ 11 ટીમ: અબ્દુલ્લા શફીક, ઈમામ ઉલ હક, બાબર આઝમ (કેપ્ટન), મોહમ્મદ રિઝવાન (વિકેટકીપર), સઈદ શકીલ, ઈફ્તિખાર અહેમદ, મોહમ્મદ નવાઝ, ઉસામા મીર, હસન અલી, શાહીન આફ્રિદી, હરિસ રઉફ.

ઓસ્ટ્રેલિયાની પ્લેઇંગ 11 ટીમ: ડેવિડ વોર્નર, મિશેલ માર્શ, સ્ટીવ સ્મિથ, માર્નસ લેબુશેન, જોશ ઇંગ્લિશ (wk), ગ્લેન મેક્સવેલ, માર્કસ સ્ટોઇનિસ, પેટ કમિન્સ (c), મિશેલ સ્ટાર્ક, એડમ ઝમ્પા, જોશ હેઝલવુડ.

Most Popular

To Top