SURAT

યુનિવર્સિટીએ સ્નાતકમાં રેકર્ડબ્રેક 51.959 વિદ્યાર્થીઓને પ્રવેશ આપ્યા

સુરત: શહેરની વીર નર્મદ યુનિવર્સિટી (VNSGU) દ્વારા શૈક્ષણિક વર્ષ (Academic Year) ૨૦૨૨-૨૦૨૩માં સ્નાતકના વિવિધ અભ્યાસક્રમોમાં પ્રથમ વર્ષમાં રેકર્ડબ્રેક ૫૧,૯૫૯ ઉમેદવારોને એડમિશન અલોટ કરાયા છે.વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા શૈક્ષણિક વર્ષ ૨૦૨૨-૨૦૨૩ માટે ૨૯મી સપ્ટેમ્બર, ૨૦૨૨ના રોજ સુધી સ્નાતકના (Graduation) વિવિધ અભ્યાસક્રમોમાં (Corecess) પ્રથમ વર્ષમાં કુલ ૫૧,૯૫૯ વિદ્યાર્થીઓને પ્રવેશની ફાળવણી કરવામાં આવી છે.

યુનિ.માં વરસે દરવરસે ઉમેદવારોની સંખ્યા વધી રહી છે
જેમાં બી.એસસીમાં ૫,૧૪૩, બી.એસસી કોમ્પ્યુટર સાયન્સમાં ૨૫૧, એમએસસી ફાઇવ યર ઈન્ટિગ્રેટેડ બાયોટેકનોલોજીમાં ૭૭, બીકોમમાં ૧૯,૨૩૫, બીકોમ ઓનર્સમાં ૨૯૯, બીકોમ એલએલબીમાં ૧૩૧, બીબીએમાં ૩,૯૦૩, બીસીએમાં ૭,૫૮૧, બીઆરએસમાં ૨૪૩, એમઆરએસ ફાઇવ યર ઈન્ટિગ્રેટેડમાં ૧૦, એમએસસી આઈટી ફાઇવ યર ઈન્ટિગ્રેટેડમાં ૨૪૫, બીએમાં ૧૪,૭૨૨, બીએ માસ કોમ્યુનિકેશનમાં ૩૪, બીએફએમાં ૭૩ અને બીઆઈડીમાં ૪૮ વિદ્યાર્થીઓને પ્રવેશ ફાળવણી કરવામાં આવી છે. યુનિ.માં વરસે દરવરસે ઉમેદવારોની સંખ્યા વધી રહી છે. વળી નર્મદ યુનિ.વિસ્તારમાં ખાનગી યુનિ.ઓની પણ હારમાળા છે તે વચ્ચે આટલી મોટી સંખ્યામાં થયેલા એડમિશન સરાહનીય ગણાઇ રહ્યાં છે

Most Popular

To Top