Sports

ઓસ્ટ્રેલિયાને હરાવી ઇન્ડિયા લિજન્ડ્સનો ફાઈનલમાં પ્રવેશ

રાયપુર : રોડ સેફ્ટી વર્લ્ડ સિરીઝના ડિફેન્ડિંગ ચેમ્પિયન, ઇન્ડિયા લિજન્ડ્સે (India Legends) અહીં આજે રમાયેલી પ્રથમ સેમિફાઇનલમાં (Semifinal) નમન ઓઝા અને ઈરફાન પઠાણની નોટઆઉટ ઇનિંગ્સની મદદથી .ઓસ્ટ્રેલિયા લિજેન્ડ્સને પાંચ વિકેટથી હરાવીને ટુર્નામેન્ટની ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો.

  • વરસાદને કારણે બીજા દિવસ પર ગયેલી સેમી ફાઇનલમાં ઓસ્ટ્રેલિયાએ 171 રન બનાવ્યા
  • ભારતે નમન ઓઝા અને ઇરફાન પઠાણની નોટઆઉટ ઇનિંગની મદદથી 5 વિકેટે લક્ષ્યાંક કબજે કર્યો

ગયા વર્ષે ફાઇનલમાં શ્રીલંકાને હરાવીને રોડ સેફ્ટી વર્લ્ડ સિરીઝની પ્રથમ આવૃત્તિ જીતનાર ઇન્ડિયા લિજેન્ડ્સે ઓસ્ટ્રેલિયાએ આપેલા 172 રનના લક્ષ્યાંકને 19.2 ઓવરમાં પાંચ વિકેટ ગુમાવીને આંબી લીધો હતો. ઓઝાએ તેની 62 બોલમાં 7 ચોગ્ગા અને 5 છગ્ગા સાથેની નોટઆઉટ 90 રનની ઇનિંગ રમી હતી, જ્યારે ઈરફાને 12 બોલમાં 4 છગ્ગા અને 2 ચોગ્ગા સાથે નોટઆઉટ 37 રન કર્યા હતા. નમન અને ઈરફાને છઠ્ઠી વિકેટ માટે 22 બોલમાં 50 રનની ભાગીદારી કરીને ઈન્ડિયા લિજેન્ડ્સને લક્ષ્યાંક સુધી પહોંચાડ્યું હતું.
ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરતા ઓસ્ટ્રેલિયા લિજેન્ડ્સે નિર્ધારિત 20 ઓવરમાં પાંચ વિકેટે 171 રન બનાવ્યા હતા. બુધવારે વરસાદને કારણે રમત અટકાવવામાં આવી તે પહેલા કાંગારૂઓએ 17 ઓવરમાં પાંચ વિકેટે 136 રન બનાવ્યા હતા. બીજા દિવસે ગુરુવારે બપોરના સમયે રમત શરૂ થઈ ત્યારે ઓસ્ટ્રેલિયાએ ઝડપી રમત રમીને 18 બોલમાં 35 રન બનાવ્યા હતા.

Most Popular

To Top