SURAT

અગ્નિવીર બનવા માગતા યુવાનો માટે સુરતની વીર નર્મદ યુનિવર્સિટીમાં આ કોર્સ શરૂ કરાશે

સુરત: વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી (VNSGU) તરફથી એક નવો કોર્સ શરૂ કરવા માટે પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. યુનિવર્સિટીના હિન્દુ સ્ટડી ડિપાર્ટમેન્ટ સાથે બીએ ઈન ડિફેન્સ એન્ડ નેશનલ સિક્યુરિટી કોર્સ (BA in Defense and National Security Course) આવતા સત્રથી શરૂ કરવામાં આવશે. યુનિવર્સિટીના હિન્દુ સ્ટડી વિભાગના કો-ઓર્ડિનેટર બાલાજી રાજેએ જણાવ્યું હતું કે, યુનિવર્સિટી તરફથી નવા કોર્સ માટે મંજૂરી આપવામાં આવી છે.

  • વીર નર્મદ યુનિ. આગામી વર્ષથી બીએ વિથ ડિફેન્સ એન્ડ નેશનલ સિક્યુરિટી કોર્સ શરૂ કરશે
  • ભારત સરકારની અગ્નિવીર યોજનાને પણ આ કોર્સથી ઉમેદવારો મળી રહેશે

કોર્સ શરૂ કરતાં પહેલા એક કમિટી બનવામાં આવી છે. જેના માધ્યમથી નવા કોર્સ માટે સિલેબસ તૈયાર કરવાની પ્રક્રિયા ચાલી રહી છે. કમિટી તરફથી જે કોર્સ તૈયાર કરવામાં આવશે એના પછી એકેડમિક કાઉન્સિલમાં આ કોર્સની મંજૂરી માટે મૂકવામાં આવશે.

યુનિવર્સિટીની પ્રક્રિયા પ્રમાણે અકેડમિક કાઉન્સિલ પછી સિન્ડિકેટ તરફથી પણ કોર્સને મંજૂરી લઈને નવું સત્ર 2024-25થી બી.એ.(ઈન ડિફેન્સ એન્ડ નેશનલ સિક્યુરિટી) કોર્સ ચાલુ કરી દેવામાં આવશે. કોર્સ માટે સીટોની સંખ્યા અને ફી પણ નિર્ધારિત કરવાની પ્રક્રિયા ચાલી રહી હોવાની માહિતી મળી છે.

કેન્દ્ર સરકાર તરફથી અગ્નિવીર ભરતી યોજના (Agniveer Recruitment Scheme) ચાલુ કરવામાં આવી છે. જેના પછી યુવાનો આ કોર્સ માટે મોટી સંખ્યામાં ભાગ લેશે આવી યુનિવર્સિટીને અપેક્ષા છે. કોર્સને સેલ્ફ ફાઈનાન્સ રીતે શરૂ કરવામાં આવશે.

પીજી મેડિકલની ખાલી રહેતી સીટો ભરવા માટે કટ ઓફ ઝીરો માર્કનું કરી દેવાયું
સુરત: નીટ પીજીની પરીક્ષા બાદ મેડિકલ પીજીમાં પ્રવેશ માટે ઓલ ઈન્ડિયા અને સ્ટેટ ક્વોટાના બે-બે રાઉન્ડ પુરા થઈ જવા છતાં પણ 13 હજાર જેટલી બેઠકો ખાલી રહેતા આ બેઠકો ભરવા માટે કટ ઓફ ઝીરો માર્કનું કરી દેવામાં આવ્યું છે. આ નવા કટ ઓફ સાથે ફરી ઓલ ઈન્ડિયા ક્વોટામાં વિદ્યાર્થીઓ પ્રવેશ માટે પોતાનું રજીસ્ટ્રેશન કરાવી શકશે.

  • દેશભરમાં મેડિકલ પીજીના પ્રવેશના બે રાઉન્ડ પુરા થઈ જવા છતાં પણ 13 હજાર બેઠકો ખાલી છે

એમબીબીએસ કર્યા બાદ પીજી મેડિકલમાં પ્રવેશ માટે ગળાકાપ સ્પર્ધા થાય છે. નીટ પીજીની પરીક્ષા બાદ પીજી મેડિકલમાં પ્રવેશ માટે ઓલ ઈન્ડિયા અને સ્ટેટ ક્વોટામાં વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવી શકે છે. જોકે, મોટાભાગના વિદ્યાર્થીઓનો ઝોક ક્લિનિકલ ફેકલ્ટીઓ તરફ હોવાથી જે ફેકલ્ટી નોન-ક્લિનિકલ છે તે સીટ ભરાતી નથી. હાલમાં જ ઓલ ઈન્ડિયા અને સ્ટેટ ક્વોટાના બે-બે રાઉન્ડ પુરા થઈ જવા છતાં પણ દેશભરમાં પીજી મેડિકલની મોટાભાગની નોન-ક્લિનિકલની આશરે 13245 જેટલી બેઠકો ખાલી પડી છે. જ્યારે સરકારી મેડિકલ કોલેજોમાં પણ 51 બેઠક ખાલી પડી છે. આ બેઠકોમાં ક્લિનિકલની પણ કેટલીક બેઠક હોવાની સંભાવના છે. દર વર્ષે આ સીટ ખાલી રહે છે પરંતુ આ વર્ષે આ સીટ પણ ભરાઈ જાય તેવા હેતુથી પીજી મેડિકલમાં ઈતિહાસમાં પ્રથમ વખત પ્રવેશ માટેનું કટ ઓફ ઝીરો માર્કનું કરી દેવામાં આવ્યું છે. કટ ઓફ ઝીરો કરી દેવામાં આવતાં હવે ખાલી રહેતી બેઠકો પણ ભરાઈ જવાની આશાઓ ઊભી થઈ છે.

Most Popular

To Top