Madhya Gujarat

દાહોદના નવીન-અધ્યતન સુવિધાઓથી સજ્જ રેલવે સ્ટેશનનું વડાપ્રધાનના હસ્તે વર્ચ્યુઅલ ઉદ્દઘાટન

દાહોદ, તા.૨૬
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વર્ચ્યુઅલ માધ્યમથી જોડાઈ અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ દેશના ૫૫૪ રેલવે સ્ટેશનોનો શિલાન્યાસ તથા ૧૫૦૦ જેટલા રેલવે ફ્લાયઓવર તેમજ અંડરપાસના લોકાર્પણ-ખાતમુહૂર્ત કરી ૪૧ હજાર કરોડની રેલવે પરિયોજનાઓની દેશવાસીઓને ભેટ આપી હતી. આ ઉપક્રમ અંતર્ગત દાહોદ રેલવે સ્ટેશનના પુનઃવિકાસનો શિલાન્યાસ તેમજ ફ્લાયઓવરના લોકાર્પણ તથા ખાતમુહૂર્ત પણ વડાપ્રધાનએ કર્યા હતા. પ્રાસંગિક ઉદબોધન કરતા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ જણાવ્યું કે આજનું ભારત મોટા સપના જુએ છે અને તેને પૂર્ણ કરવા માટે દિવસ રાત એક કરે છે. શિક્ષણ, મેડિકલ સંસ્થાન, રેલવે સહિતના ક્ષેત્રે સરકાર આધુનિકરણ કરી રહી છે. આજે ૪૦ હજાર કરોડથી વધુના રેલવેના વિકાસ કામો એક સાથે પરિપૂર્ણ થયા તે તેનું ઉદાહરણ છે. વિકસિત ભારતના મુખ્ય સૂત્રધાર દેશના યુવાઓ છે તેમ જણાવતા વડાપ્રધાન એ કહ્યું કે યુવાઓને આ વિકાસ કામો થકી નવા રોજગારની વિપુલ તકો પ્રાપ્ત થશે. વિકસિત ભારત યુવાઓના સપનાનું ભારત છે અને યુવાઓના સપના, મહેનત અને મોદીનો સંકલ્પ એ વિકસિત ભારતની ગેરંટી છે.આજે શિલાન્યાસ થયેલ પુનઃવિકસિત થનાર રેલવે સ્ટેશન તેની સ્થાનિક સંસ્કૃતિને કેન્દ્રમાં રાખી નવો આકાર પામનાર છે જે પોતાના શહેરની વિશેષતાઓનો દુનિયાને પરિચય કરાવશે.ગરીબ અને મધ્યમ વર્ગ માટેની રેલવે સુવિધા આજે એરપોર્ટ જેવી આધુનિક બની રહી છે.આગામી સમયમાં ભારતને વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થ વ્યવસ્થા બનાવવા સરકાર પૂરજોશમાં પ્રયત્નશીલ છે. સાંસદ જશવંતસિંહ ભાભોરે જણાવ્યું કે તાજેતરમાં જ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વિકાસની અનેક ભેટ હાલારને અર્પણ કરી છે.ત્યારે આજે ફરી રેલ્વે સ્ટેશનના નવીનીકરણનો શિલાન્યાસ કરી નાગરિકો માટે રેલ સુવિધાઓનો ઉમેરો કર્યો છે.પહેલાના સમયના જર્જરિત રેલવે સ્ટેશનો આજે વડાપ્રધાનના નેતૃત્વમાં આધુનિક અને સુવિધાસભર બની રહ્યા છે. તેમજ જિલ્લાના જે વિસ્તારોમાં રેલ નથી પહોંચી રહી તેવા વિસ્તારોને રેલ્વેથી જોડવા પણ પૂરતા પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે

Most Popular

To Top