Vadodara

વિજયવાડી વિસ્તારમાં બે પરિવારો બાખડ્યાં, વીડીયો વાયરલ : બંને પક્ષની સામ સામે ફરિયાદ

વડોદરા: સોમાતળાવ વિજયવાડી વિસ્તારમાં રહીશના વાડામાં દેશી દારૂની પોટલી કેમ ફેંકવા મુદ્દે બે પરિવારો બાખડ્યાં હતા. જેમાં એક યુવકને ટેમ્પા સાથે બાંધી માર્યો હોવાનો વીડિયો વાઇરલ થયો હતો. બંને પક્ષે સામસામે ફરિયાદ નોંધાવતા પોલીસે 4 જણાને ઝડપી પાડ્યા છે. શહેરના સોમાતળાવ વિસ્તારની વિજયવાડીમાં રહેતા હસમુખભાઇ સોલંકી પોતાની પત્ની અને બાળકો સાથે સાથે ઘણા સમયથી રહે છે અને રિક્ષા ડ્રાઇવિંગ કરી તેના પરિવારનું ગુજરાન ચલાવે છે. તેમના જ વિસ્તારમાં રહેતા દિપક પરમારે શનિવારે તેમના વાડામાં દારૂ પોટલી નાખી હતી. જેથી હસમુખભાઇએ દિપકને મારા વાડામાં દારૂની પોટલી કેમ નાખો છો તેમ કહેતા દિપકે ગાળો બોલવા લાગ્યો હતો તેને ગાળો નહીં બોલવાનું કહેતા ઘરમાંથી લાકડી લઇ આવતી તેમને મારવાનું ચાલુ કરી દીધુ હતું.

ત્યારબાદ દિપકના પરિવારન સભ્યોમાંથી તેની બહેન રમિલા પરમાર,મોટો દીકરો મનિષ પરમાર પણ દોડી મારવા લાગ્યો હતો. તેમને ટેમ્પા સાથે બાંધી દીધા બાદ તેમાના તમામ લાકડીઓ હુમલો કરતા હતા. હસમુખભાઇના પરિવારના સભ્યો તેમને છોડી માર નહી મારવા માટે કરગર્યા હોવા છતા હુમલાખોરો સહેજ પણ દયા રાખ્યા વિના તેમના લાકડીઓ ફટકારી હતી. જેથી તેમના ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર માટે ખસેડાયા હતા. સરવાર કરાવ્યા બાત હસમુખભાઇ સોલંકીએ દિપક પરમાર સહિત તેના પરિવારના સભ્યો સામે મકરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. બીજા સામે લતાબેન પરમારે લાકડીથી હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી હસમુખ પરમાર સહિત તેના પરિવાસ સામે ફરિયાદ નોંધાવી હતી.પોલીસે બંને પક્ષોની સામસામે ફરિયાદ નોંધી બંને પરિવારમાંથી 4આરોપીને ઝડપી પાડ્યા હતા.

Most Popular

To Top