Vadodara

હાઈવા ડમ્પરે બાઈક ચાલકને ટક્કર મારતા યુવાનનું મોત

બોડેલી : બોડેલીના ગોવિંદપુરા ગામ પાસે હાઇવા ડમ્પરના ચાલકે બાઈક પાછળથી ટક્કર મારતા બાઈક અકસ્માત સર્જાયો હતો આ અકસ્માતમાં એકનું ઘટના સ્થળ પર કમ કમાટી ભર્યું મોત નીપજ્યું હતું જયારે સવાર અન્ય એકને ઇજા થતા સારવાર અર્થે બોડેલી ખાસેડવામાં આવ્યા હતા બનાવને લઇ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. બોડેલી તાલુકાના ખુશાલપુરા ગામે હોળી ફળિયામાં રહેતા જયંતિભાઈ વિઠલભાઈ તડવી તેઓના પિતા વિઠલભાઈ તડવી સાથે સ્પલેન્ડર બાઈક લઇ બપોરના સમયે નસવાડી તાલુકાના કાળી ડોળી ગામે જતા હતા તે દરમિયાન બોડેલી તાલુકાના ગોવિંદપુરા ગામ પાસે બેફામ રીતે આવી રહેલ હાઇવા ડમ્પરના ચલાકે બાઈકને પાછળથી ધડાકાભેર અથાડતા બાઈક પર સવાર જયંતીભાઈ અને વિઠ્ઠલભાઈ રોડ પર પટકાયા હતા જેથી જયંતિભાઈ તડવીને માથા તેમજ શરીરના અંગે ભાગે ગંભીર ઈજા થતાં ઘટના સ્થળ પર કમ કમાટી ભર્યું મોત નીપજ્યું હતું જ્યારે અન્ય તેઓના પિતાને ઈજા થતા સારવાર અર્થે બોડેલી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો બનાવની જાણ બોડેલી પોલીસ સહિત પરિવારજનોને થતા ઘટના સ્થળ પર પોંહચતા હતા જયારે પોલીસે લાશને પીએમ અર્થે મોકલી અકસ્માત અંગે વધુ તપાસ હાથ ધરી હતી.

Most Popular

To Top