Entertainment

ભારતીય સિનેમાના ‘હી મેન’ની તબિયત ફરી લથડી! પુત્ર બોબી દેઓલે કહ્યું…

મુંબઈ: બોલિવૂડ (Bollywood) દિગ્ગજ અભિનેતા (Actor) ધર્મપાજીની (Dharmendra) તબિયત (Health) ફરી એકવાર બગડી હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. તબિયત બગડવાના કારણે તેમને મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા છે. ધર્મપાજીની હાલત નાજુક હોવાનું કહેવામાં આવી રહ્યું છે. જો કે ધર્મપાજીની તબિયક અંગેનું સત્ય હવે સામે આવ્યું છે. ધર્મપાજીના પુત્ર બોબી દેઓલે પોતાના પિતાની તબિયત અંગે પ્રતિક્રિયા આપી છે.

બોબીએ પિતાની હેલ્થ અપડેટ આપી
બોબી દેઓલે પિતા ધર્મેન્દ્રની તબિયત અંગે મૌન તોડ્યું છે. આ તમામ અહેવાલોને ખોટા ગણાવતા અભિનેતાએ કહ્યું કે તેના પિતા સ્વસ્થ છે. બોબીએ તેના પિતાને હોસ્પિટલમાં દાખલ કરવાના સમાચારને નકારી કાઢ્યા છે. અભિનેતાએ ખુલાસો કર્યો કે તેના પિતા સ્વસ્થ છે અને ઘરે છે. બોબીએ તેના પિતા ધર્મેન્દ્ર પ્રત્યેના પ્રેમ માટે આભાર વ્યક્ત કર્યો છે. બોબીનું નિવેદન સાંભળીને ધર્મેન્દ્રના ચાહકોએ રાહતનો શ્વાસ લીધો હશે.

ઉલ્લેખનીય છે કે મે મહિનામાં જ્યારે તેમની તબિયત બગડી હતી ત્યારે તેમણે એક વીડિયો શેર કરીને માહિતી આપી હતી. અપને-2 ફિલ્મના શૂટિંગ દરમિયાન તેઓ ઘાયલ થયા હતા. આ પછી તેમને બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા હતા. ડિસ્ચાર્જ થયા બાદ ધર્મપાજીએ સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા પોતાના સ્વાસ્થ્ય વિશે જાણકારી આપી હતી.

ધર્મપાજી 86 વર્ષની વયે પણ એક્ટિવ
86 વર્ષીય અભિનેતા ધર્મેન્દ્ર શક્ય તેટલું એક્ટિવ રહેવાનો પ્રયાસ કરે છે. ધર્મેન્દ્ર સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. તેમની પોસ્ટ ફેન્સમાં વાયરલ થતી હોય છે. તેઓ પોતાનો મોટાભાગનો સમય પોતાના ફાર્મ હાઉસમાં વિતાવે છે. ફાર્મ હાઉસમાં ખેતી કરતા તેમના ઘણા વીડિયો ચાહકો પર છવાયેલા છે. ધર્મેન્દ્રના આ વીડિયો ચાહકોને ખેતી માટે પ્રેરિત કરે છે.

ધર્મપાજી હાલ ફિલ્મોમાં પણ કામ કરી રહ્યા છે. તેમની આગામી ફિલ્મ ‘રોકી અને રાનીની લવસ્ટોરી’ છે. આ કરણ જોહરના બેનર હેઠળની ફિલ્મ છે. આ ફિલ્મમાં રણવીર સિંહ અને આલિયા ભટ્ટ લીડ રોલમાં છે. આ ફિલ્મ 2023માં રિલીઝ થશે. આ સિવાય ધર્મપાજી અપને 2માં તેના બે પુત્રો સાથે જોવા મળશે.

ધર્મેન્દ્ર હિન્દી સિનેમાના ‘હી મેન’ છે
ધર્મેન્દ્ર હિન્દી સિનેમાના સૌથી પ્રતિભાશાળી અભિનેતા છે. તેમણે 5 દાયકાની કારકિર્દીમાં 300થી વધુ ફિલ્મોમાં કામ કર્યું છે. ધર્મેન્દ્રને પદ્મ ભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા છે. તેમણે પોતાની એક્ટિંગ કરિયરની શરૂઆત ફિલ્મ ‘દિલ ભી તેરા હમ ભી તેરે’થી કરી હતી. જે 1960માં રિલીઝ થઈ હતી. તેમની સુપરહિટ ફિલ્મોમાં શોલે, અનુપમા, ફૂલ ઔર પથ્થર, ગુલામી, ચુપકે ચુપરે, ધરમવીર, બંદિની, ગુડ્ડી જેવી ઘણી ફિલ્મોનો સમાવેશ થાય છે. ધર્મેન્દ્રની પત્ની હેમા માલિની સાથેની ઓનસ્ક્રીન જોડી સુપરહિટ રહી હતી. આ જોડી રિયલ અને રીલ લાઈફ બંનેમાં હિટ છે. હેમા માલિની સાથે ધર્મેન્દ્રના આ બીજા લગ્ન છે. અને ધર્મપાજી 6 બાળકોના પિતા છે. 86 વર્ષના ધર્મપાજી હાલ પણ ફિલ્મોમાં કામ કરી રહ્યા છે.

Most Popular

To Top