Dakshin Gujarat

વેસ્મા ગામ પાસેથી વિદેશી દારૂ ભરેલી કાર સાથે 4 ઝડપાયા

નવસારી : નેશનલ હાઇવે નં. 48 ઉપર વેસ્મા ગામ (Vesma Villeg) પાસેથી નવસારી ગ્રામ્ય પોલીસે (Police) બાતમીના આધારે 26 હજારના વિદેશી દારૂ ભરેલી કાર સાથે ૪ને ઝડપી (4 Arrest) પાડ્યા હતા. જ્યારે દારૂ ભરાવનારને વોન્ટેડ જાહેર કરી આગળની તજવીજ હાથ ધરી છે.મળતી માહિતી મુજબ, નવસારી ગ્રામ્ય પોલીસે બાતમીના આધારે નેશનલ હાઇવે નં. 48 ઉપર વેસ્મા ગામ પાસે એક સુઝુકી કંપનીની વેગેનર કારને રોકી તપાસ કરી હતી. જેમાંથી પોલીસે 26,100 રૂપિયાની વિદેશી દારૂની 193 નંગ બાટલીઓ મળી આવતા સુરત ઉમરા ગામે નવો દેવીયા વાડમાં રહેતા માર્ટીન ભુપેન્દ્રભાઈ ઉમરીગર અને બ્રિજલ હરવદનભાઈ ઉમરીગરને ઝડપી પાડ્યા હતા. પોલીસે ઝડપાયેલા આરોપીઓની પૂછપરછ કરતા સેલવાસ પ્રાથમિક સ્કુલની પાસે રહેતા રોનિતે દારૂ ભરાવી આપ્યો હોવાનું કબુલ્યું હતું.

વિદેશી દારૂ સહીત કુલ્લે 3,05,100 રૂપિયાનો મુદ્દામાલ કબ્જે
જેથી પોલીસે દારૂ ભરાવનાર રોનિતને વોન્ટેડ જાહેર કર્યો હતો. જ્યારે દારૂ ભરેલી કાર પોલીસ ન પકડે તે માટે પાયલોટીંગ કરનાર ઇકો કારના ચાલકે સુરત ઉમરા પીપલોદમાં રહેતા રીંકલભાઈ ગોવિંદભાઈ ઉમરીગર અને હિરલભાઈ અનિલભાઈ ઉમરીગરને ઉતારી નાસી ગયો હતો. જેથી પોલીસે રીંકલભાઈ અને હિરલભાઈની પણ ધરપકડ કરી હતી. પોલીસે ઘટના સ્થળેથી વિદેશી દારૂ સહીત 29 હજાર રૂપિયાના 3 મોબાઈલ અને 2.50 લાખની કાર મળી કુલ્લે કુલ્લે 3,05,100 રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કરી આગળની તજવીજ હાથ ધરી છે.

ગણદેવીના દેસાડ ગામેથી તીનપત્તીનો જુગાર 4 ઝડપાયા

નવસારી : ગણદેવી પોલીસે બાતમીના આધારે દેસાડ ગામેથી તીનપત્તીનો જુગાર રમતા 4 ને ઝડપી પાડી આગળની તજવીજ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ, ગણદેવી પોલીસને બાતમી મળી હતી કે, દેસાડ ગામે અરવિંદભાઈ પટેલના મકાનના આગળના ભાગે ઓટલા ઉપર કેટલાક લોકો તીનપત્તીનો જુગાર રમી રહ્યા છે. જે બાતમીના આધારે પોલીસે સ્થળ પર જઈ છાપો મારી તીનપત્તીનો જુગાર રમતા નાની દેસાડ ગામે સ્કુલ ફળીયામાં રહેતા કિરણભાઈ અરવિંદભાઈ હળપતિ, પ્રકાશભાઈ ગીરીશભાઈ હળપતિ, નરેશભાઈ ગમનભાઈ પટેલ અને બાવળી ફળીયામાં રહેતા શૈલેશભાઈ ભીખુભાઈ હળપતિને ઝડપી પાડ્યા હતા. સાથે જ પોલીસે ઘટના સ્થળેથી 1,040 રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કરી આગળની તજવીજ હાથ ધરી છે.

Most Popular

To Top