Dakshin Gujarat

વાપી હાઇવે પર બાઈકને વાહને ટક્કર મારતા સ્વીગીના ડિલીવરી બોયનું સ્થળ પર મોત

વાપી: (Vapi) વાપીમાં નેશનલ હાઈવે (National Highway) ઉપર ગુંજન જવા નીકળેલા સ્વીગીના (Swiggy) ડિલીવરી બોયના (Delivery Boy) બાઈકને (Bike) કોઈ વાહને (Vehicle) ટક્કર મારતા સ્થળ ઉપર જ તેનું મોત નીપજ્યું હતું. મૂળ મહારાષ્ટ્રના (Maharashtra) અમરાવતીનો બબલુ મોહન મીરજકર હાલ કરમબેલીમાં રહેતો હતો.

વાપી જીઆઈડીસી પાસે નેશનલ હાઈવ નં.૪૮ ઉપર ઓવરબ્રિજ ઉતરતા મુંબઈથી સુરત તરફ જતા માર્ગ ઉપર આનંદ ઈન હોટલની સામે બાઈક ચાલક બબલુને કોઈ વાહને બાઈકના આગળના તરફ સ્ટિયરિંગ પાસે જોરથી ટક્કર મારતા હીરો હોન્ડા સ્પ્લેન્ડર મોટર સાયકલ ઉપરથી પડી જતા માથાના ભાગે ગંભીર ઈજા થતાં સ્થળ ઉપર જ સ્વીગીના ડિલીવરી બોયનું મોત નીપજ્યું હતું. બબલુ વાપીના ગુંજન વિસ્તારમાં જવા માટે નીકળ્યો ત્યારે આ અકસ્માત થયો હતો. બબલુના ભાઈને જાણ કરતા સુમોટો કેમિકલમાં કામ કરતા બબલુના મોટા ભાઈ સલમાન મોહન મીરજકર સ્થળ ઉપર આવી ગયો હતો. ૧૦૮ એમ્બ્યુલન્સને બોલાવતા તબીબે બબલુને મૃત જાહેર કર્યો હતો. આ અકસ્માત અંગે વાપી જીઆઈડીસી પોલીસમાં મરનારના ભાઈ સલમાન મીરજકરની ફરિયાદને આધારે અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોંધી પોલીસે તપાસ શરૂ કરી છે.

ટાર્ગેટ પુરા કરવાની દોડાદોડીથી બચો
વાપીમાં નેશનલ હાઈવે ઉપર એક યુવાન ડિલીવરી બોયનું અકસ્માતને કારણે મૃત્યુ થયું છે. આ અકસ્માત કઈ રીતે થયો તેની તો ખબર નથી. પરંતુ જે રીતે જુદી જુદી કંપનીઓ માટે ડિલીવરી બોયનું કામ કરનારાને તેના સમય ઉપર પહોંચવામાં વધુ ટ્રાફિક ધરાવતા વાપી જેવા વિસ્તારમાં ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ટાર્ગેટ પુરો કરવામાં તકેદારી રાખવી જોઈએ. કારણકે દોડાદોડીમાં ક્યાંક તમે તમારી જિંદગીને દાવ ઉપર તો નથી લગાવતાને ? એ વાતનું ધ્યાન રાખવું જોઈએ.

કપરાડા પાસે એસટી અને ટ્રક વચ્ચે અકસ્માતમાં કંડક્ટરને ગંભીર ઇજા
વલસાડ : કપરાડા-નાશિક માર્ગ ઉપર કપરાડા સાંઈ હોટેલ સામે ધરમપુરથી મોટીપલસાણ જઇ રહેલી ધરમપુર એસટી ડેપોની બસ સાથે નાશિક તરફથી આવી રહેલી એક ટ્રક બસ સાથે અથડાતા મુસાફરોને ટિકિટ આપી રહેલો કંડકટર બસમાં જ નીચે પટકાતા પગના ભાગે ગંભીર ઇજા પહોંચતા વલસાડની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયો છે.

પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ ધરમપુરથી મોટી પલસાણ જતી એસટી બસ કપરાડા સાઈ હોટેલ નજીકથી પસાર થઈ રહી હતી. તે સમયે સામેથી આવી રહેલી ટ્રકના ચાલકે ટ્રકને બસના આગળના ભાગે ધડાકાભેર અથડાવી દીધી હતી. ઘટના સમયે બસમાં ટિકિટ બુકિંગ કરી રહેલા કંડક્ટર ચંપક મગજી પટેલ (રહે.નાની વહિયાળ) બસમાં પડી જતાં તેને ડાબા પગના સાથળના ભાગે ગંભીર ઇજા પહોંચતા 108માં સારવાર માટે વલસાડની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. ઘટના અંગે બસ ડ્રાઈવર અલ્કેશ વજીર પટેલ (રહે.નાનીઓઝર)એ ટ્રક ચાલક સામે કપરાડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

Most Popular

To Top