Dakshin Gujarat

બેંકના એક્ઝિક્યુટીવને બાઈકમાં ચાવી રહી ગયાનું યાદ આવ્યું ત્યાં સુધીમાં તો ચોરાઇ ગઇ હતી

વાપી : વાપી જીઆઈડીસીમાં (Vapi GIDC) આવેલી એક બેંકમાં એક્ઝિક્યુટીવ (Bank Executive) તરીકે ફરજ બજાવતા યુવાને પાર્કિંગમાં બાઈક મૂકયા બાદ તે નોકરી પર હાજર થયા હતા. સાડા ચાર કલાકે તેને યાદ આવ્યું કે તેમણે પોતાની બાઈકમાંથી (Bike) ચાવી કાઢી નથી. જેથી તેઓ પાર્કિંગ સ્થળે પહોંચ્યા, ત્યાં સુધીમાં તો બાઈક ગાયબ થઈ ચૂકી હતી.પારનેરા પારડીના સર્વોદય ફળિયામાં નિર્મલ દિપક પટેલ (ઉં.31) પરિવાર સાથે રહે છે. તેઓ વાપી જીઆઈડીસીમાં આવેલી બેંકમાં એક્ઝિક્યુટીવ તરીકે નોકરી કરે છે. રાબેતા મુજબ તેઓ બાઈક નં. જીજે-15 ડીસી-1159 (કિં.રૂ.50 હજાર) લઈ સવારે દશેક વાગ્યે નોકરી પર આવ્યા હતા.

તેઓ બાઈકની ચાવી લીધા વગર જ નોકરી પર લાગી ગયા હતાં. સાડા ચાર કલાક બાદ તેને યાદ આવ્યું કે બાઈકની ચાવી કાઢેલી નથી. જેથી તેઓ તરત જ પાર્કિંગ સ્થળે પહોંચ્યા હતાં. જો કે ત્યાં સુધીમાં તો બાઈકની ઉઠાંતરી થઈ ગઈ હતી. શોધખોળ બાદ તેઓએ વાપી ઉદ્યોગનગર પોલીસ મથકમાં બાઈક ચોરી થયાની ફરિયાદ નોંધાવી હતી.

ચેક બાઉન્સ કેસ પ્રકરણ: મુંબઈ પોલીસે 25 વર્ષ બાદ આરોપીની ભરૂચમાંથી ધરપકડ
ભરૂચ: ચેક બાઉન્સ કેસમાં 25 વર્ષથી વોન્ટેડ 62 વર્ષીય ભરૂચ આરોપીની મુંબઈ પોલીસે દબોચી લીધો છે. આ આરોપી વિરુદ્ધ રફી અહમદ કિડવાઈ પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો હતો. કેમેરા કંપની સાથે છેતરપિંડી કરવા બદલ કેસ નોંધવામાં આવ્યો હતો.આ આરોપીએ 40 કેમેરા ખરીદવા માટે એક કેમેરા કંપનીને 50 હજારનો ચેક આપ્યો હતો. તે ચેક બાઉન્સ થયા બાદ કેમેરા કંપનીના માલિકે રફી અહમદ કિડવાઈ માર્ગ પોલીસ સ્ટેશનમાં કેસ દાખલ કર્યો હતો. ત્યારબાદ આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. બાદ આરોપીને જામીન પર છોડવામાં આવ્યો હતો, તેમ પોલીસને જાણ કરવામાં આવી હતી.

મુંબઈ પોલીસની ટીમ ગુજરાતના ભરૂચ પહોંચી હતી
અત્રે ઉલ્લેખનીય એ છે કે, આરોપી છેલ્લાં 25 વર્ષથી ફરાર હતો. જામીન મળ્યા બાદ કોર્ટમાં સુનાવણી દરમિયાન આરોપી ગેરહાજર રહ્યો હતો. તાજેતરમાં પોલીસને અહેવાલો દ્વારા માહિતી મળી હતી કે વોન્ટેડ આરોપી ગુજરાતના ભરૂચ જિલ્લાના આચ્છોદ ખાતે રહે છે. બાદ મુંબઈ પોલીસની ટીમ ગુજરાતના ભરૂચ પહોંચી હતી. ગુજરાત પોલીસની મદદથી આરોપીઓની ધરપકડ કરાઈ હતી.

Most Popular

To Top