Dakshin Gujarat

વલસાડમાં ઉમરો પૂંજવાની વિધિમાં મહેમાનોને ખુશ કરવા જતાં ઘર માલિક ભેરવાયો

વલસાડ : વલસાડના (Valsad) પારનેરા ગામના પટેલ પરિવારના ઘરમાં (Home) ઉમરો પૂંજવાની વિધિ હતી. જેમાં મહેમાનોને (Guest) ખુશ કરવા યુવાન દમણથી 24 નંગ બિયરના ટીન લઇને આવી રહ્યો હતો. જેને વલસાડ રૂરલ પોલીસે (Police) પકડી પાડ્યો હતો. પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગત મુજબ પારનેરા ગામે વાવ ફળિયામાં રહેતો ભાવેશ બાલુભાઇ પટેલ ગત રોજ દમણથી પોતાની અલ્ટો કારમાં બિયરના ટીનની બે પેટી બિયર ભરી પોતાના ઘરે લઇ જઇ રહ્યો હતો. પાતલિયા ચેક પોસ્ટ પર પોલીસને માત આપી તે કોસ્ટલ હાઇવેથી વલસાડ તરફ જવા નીકળ્યો હતો, પરંતુ ભગોદ પુલ પાસે રૂરલ પોલીસના ચેકિંગ દરમિયાન તે પકડાઇ ગયો હતો.

પોલીસે તેની અલ્ટો કારમાંથી કુલ 24 નંગ બિયરના ટીન કિ. રૂ. 2400 મળી આવ્યા હતા. જેને પોલીસે કબજે લઇ તેની અલ્ટો કાર પણ કબજે લીધી હતી. આ સંદર્ભે તેને પુછતાં તેણે પોતાના ઘરે ઉંમરો પૂજવાની વિધિ હોય આ બિયર મહેમાનોની આગતા સ્વાગતા માટે લઇ જઇ રહ્યો હોવાનું જણાવ્યું હતુ. પોલીસે આ બનાવ સંદર્ભે તેની વિરૂદ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

વાપીથી ટેમ્પોમાં અંકલેશ્વર લઈ જવાતો ૮.૮૦ લાખનો દારૂ ઝડપાયો
વાપી : વાપીના કોપરલી ચાર રસ્તા પાસે એલસીબીની ટીમે એક ટાટા ટેમ્પોમાં ખાખી પુઠાના બોક્સની અંદર દમણીયા બનાવટના દારૂ લઇ જવાતો ઝડપી પાડ્યો હતો. દમણથી અંકલેશ્વર લઇ જવાતો ૧૭૫ બોક્સની અંદર ૪૭૪૦ બોટલ વ્હીસ્કી, બિયર જેની કિંમત ૮,૮૦,૮૦૦ બતાવવામાં આવી છે તે પોલીસે ઝડપી પાડી ટેમ્પો ડ્રાઇવરની અટક કરીને વધુ તપાસ હાથ ધરી છે.

લોકલ ક્રાઈમ બ્રાંચની ટીમે કોપરલી ચાર રસ્તા પર ટ્રાફિક જામ કરીને સફેદ કલરના ટાટા ટેમ્પોને રોકી તેના ડ્રાઇવરને ઝડપી લઇ તપાસ કરતા વિદેશી બનાવટના દારૂનો મોટો જથ્થો ઝડપાયો હતો. ટેમ્પો ડ્રાઇવર અરુણ શોભાસિંગ રાઠોડ જે વાપીના કંચનજંગા ધવલગીરી એપાર્ટમેન્ટમાં રહે છે. મૂળ યુપીનો રહેવાસી દમણમાં કોસ્ટલ હાઇવ પોલીકેપ કંપનીની સામે રોડ ઉપરથી ટેમ્પો લઇને નીકળ્યો હતો. તેના કહેવા પ્રમાણે તેનો મિત્ર ઉમેશ રાઠોડ અને તે ઘણા સમયથી દારૂ ભરેલા ટેમ્પો ચલાવવાનું કામ કરે છે. ગુરુવારે પણ ઉમેશ દ્વારા આ ટેમ્પો અંકલેશ્વરમાં વર્ષાહોટલની સામે પાર્ક કરવાનું કહેવામાં આવ્યું હતું. આ ટેમ્પો સંજીવ ઉર્ફે સંજુ જયસ્વાલ અને વિકાસ જસ્વાલ દ્વારા ભરાવવામાં આવ્યો હતો. પોલીસે વાપી ટાઉન પોલીસમાં પ્રોહીબિશનનો ગુનો નોંધી ડ્રાઇવર અરુણ રાઠોડને અટકમાં લઇ બાકીના ત્રણ આરોપીને પકડી પાડવા માટે ચક્રોગતિમાન કર્યા છે.

Most Popular

To Top