Vadodara

વડોદરા: મોટર સાયકલ ચોરી કરી વેચવાની ફીરાકમાં ફરતો સોશિયલ મીડિયાનો ફેમસ યુવક ઝડપાયો

વડોદરા: સયાજીગંજ વિસ્તારની એક અજીબોગરીબ ઘટના સામે આવી છે. યુવક ચારીની બાઇકથી (Bike) સોશિયલ મીડિયા (Social Media) પર વીડિયો બનાવતો હોવાનું સામે આવ્યું છે. જે બાદ ચોરીની બાઇક સાથે સોશિયલ મીડિયા પર વિડીયો બનાવી ફેમસ થયેલો યુવક હવે ઝડપાયો છે. આ યુવક નંબર વગરની મોટરસાયકલનું વેચાણ કરવા અર્થે ફરતો હતો. તે દરમિયાન રેલ્વે ગરનાળા પાસેથી પોલીસે (Police) દબોચી લીધો હતો.

  • ચોરીની બાઇક સાથે સોશિયલ મીડિયા પર વિડીયો બનાવી ફેમસ થયો
  • આ યુવક નંબર વગરની મોટરસાયકલનું વેચાણ કરવા અર્થે ફરતો હતો

વાહનચોરીના ગુનાઓ અટકાવવા તેમજ અન ડીટેક્ટ ગુનાઓ શોધી કાઢવા માટે સયાજીગંજ પોલીસ સ્ટેશનના સ્ટાફના માણસો વિસ્તારમા પેટ્રોલીગમા હતા. તે દરમિયાન સ્ટાફના જવાનોને બાતમી મળી હતી કે એક શખ્સ ચોરીની નંબર વગરની મોટર સાયકલ લઇને અકોટાથી પરશુરામ ભઠ્ઠા તરફ આવી રહ્યો છે.જેના આધારે પરશુરામ ભઠ્ઠા સુભાષનગર ચાર રસ્તા પાસે સયાજીગંજ પોલીસ વોચ ગોઠવી હતી. દરમ્યાન બાતમી મુજબનો શખ્સ મોટર સાયકલ ઉપર રેલ્વે ગરનાળા તરફથી સુભાષનગર તરફ આવતો જણાયો હતો.

જેથી પોલીસે તેને પકડી તેની મોટર સાયકલની આગળ પાછળ જોતા નંબર પ્લેટ લગાવેલ ન હતી. જેથી મોટર સાયકલની આર. સી. બુક તેમજ કોઈ દસ્તાવેજો રજૂ કરવાનું જણાવતા તે ગલ્લા તલ્લા કરી કોઈ સંતોષકારક જવાબ આપ્યો નહી. તેની કડકાઇથી તેની પુછપરછ કરતા મોટર સાયકલ કમાટીબાગ રોડ ખાતેથી ચોરી કરી લાવેલ હોવાનુ કબૂલ્યું હતું. જેથી મોટર સાયકલ કબજે લઇ રેમલભાઇ ટોલીયાભાઇ ડામોર (ઉ.વ. ૨૨ રહે હાલ કોર્પોરેશનની ઝુપડપટ્ટી કલાલી ફાટક પાસે, વડોદરા મુળ રહે ડાન્ડી છોટી ગામ તા.સજ્જનગઢ જી- બાસવાડા કસારવાડી પોલીસ સ્ટેશન રાજસ્થાન)ની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે યુવક સોશિયલ મીડિયા પર વીડિયો બનાવી અપલોડ કરનાર ફેમસ આર આર ડી હોવાનું જાણવા મળ્યું છે.

Most Popular

To Top