Charchapatra

અદીઠાં એંધાણ

બાળમંદિર, પ્રાથમિકશાળા, માધ્યમિક શાળા, કોલેજ આ બધાં વિદ્યધામોને આપણે સરસ્વતી મંદિર તરીકે ઓળખીએ છીએ. વિદ્યા અને સંસ્કાર સિંવનનું પવિત્ર મંદિર. વર્ષોથી હજારો વિદ્યાર્થીઓએ જછવનભથ્થુ, કેળવણી, શિક્ષણ મેળવી પોતાની સાથે કુટુંબનો પણ ઉદ્ધાર કર્યો. આજકાલ પિરસ્થિતિ સાવ બદલાઇ ગઇ. છાશવારે વિવિધ શહેરોમાં શાળામાં બોંબ મૂકાયાની વાત વહેતી થાય. પરિણામે શાળા સંચાલક, શિક્ષકગણ, વિદ્યાર્થીઓ, વાલીઓ પણ દોડતાં થઇ જાય. જીવ પોતાનો કોને વ્હાલો ન હોય. કેટલીકવાર આ હકિકત અફવા સુધ્ધા નીકળે.

પરંતુ લાગતા વળગતાનો જીવ તાવળે પહોંચી જાય. શબ્દ બોંબ જ સર્વત્ર ઉચાટ ફેલાવે. સૌથી વધુ દોડધામ પોલીસ ડિપાર્ટમેન્ટની પણ. સમુ સુતરુ ઉભરતા હાસ થાય. પરંતુ ગભરાટ, નાસભાગ, અવ્યવસ્થા ઊભી કરે. પરીક્ષા સમયે નવી જ જાતનું મગજ પર ભારણ, ટેન્શન, ચિંતા સતાવે. પોતાના વ્હાલા બાળકોની ચિંતા ઘર અને સ્કૂલ વચ્ચે દોડધામ મચાવે. દિવસો ડોકિયા કરે છે તેમાં આ નવો ઉપદ્રવે શાળા ખાલી કરાવી તપાસમાં કશુ નથી. આ મઝાક, મશ્કરી પાછળનો આશય તો એવું કરતાં જ તેમની રમત હેતુ અદીઠાં એંધાણનો.
સુરત     – કુમુદભાઇ બક્ષી- આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top