Dakshin Gujarat

ઉમરગામમાં સાઇકલ ચલાવી રહેલા બાળકને કાર ચાલકે ટક્કર મારતા બાળકનું મોત

ઉમરગામ: (Umargam) ઉમરગામના કચીગામ માર્ગ પર કાર ચાલકે (Car Driver) સાઇકલ (Cycle) ચલાવી રહેલા બાળકને અડફેટે લેતા બાળકનું (Child) કરુણ મોત નીપજવા પામ્યું હતું. કાર ચાલક પોતાની કાર પૂરઝડપે અને ગફલતભરી રીતે હંકારી 13 વર્ષના બાળકની સાઇકલને અડફેટે લઈ અકસ્માત (Accident) સર્જી નાસી ગયો હતો બાળકના મોતથી પરિવારજનોમાં દુઃખની લાગણી વ્યાપી ગઈ હતી.

  • કચીગામ માર્ગ પર સાઇકલ ચલાવી રહેલા બાળકનું કાર અડફેટે મોત
  • કાર ચાલક પોતાની કાર પૂરઝડપે અને ગફલતભરી રીતે હંકારી 13 વર્ષના બાળકની સાઇકલને અડફેટે લઈ અકસ્માત સર્જી નાસી ગયો

પ્રાપ્ત પોલીસ સુત્રો પાસેથી જાણવા મળતી વિગતો મુજબ કચીગામ વારલી વાડમા રહેતા સુરેખાબેન વણશાભાઈ દોડિયાનો 13 વર્ષની ઉંમરનો દીકરો સુજલ ગત શુક્રવારે સાંજના અરસામાં સાઈકલ લઈને રોડ ઉપર આટો મારવા ગયો હતો. તે વખતે કચીગામ વારલી વાડના નાકે કરમબેલીથી અથાલ જતા મેન રોડ ઉપર કચીગામમાંથી એક લાલ કલરની કાળી છતવાળી સ્વીફ્ટ કાર નંબર જીજે-15 સીકે- 3517 ના ચાલકે પોતાની કાર પૂરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી 13 વર્ષના સુજલની સાઇકલને અડફેટે લઈ અકસ્માત સર્જી નાસી ગયો હતો. અકસ્માતને પગલે બાળકને માથાના તેમજ શરીરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા મોત નીપજ્યું હતું. આ બનાવની ભિલાડ પોલીસમાં ફરિયાદ નોંધાતા પોલીસે કારના અજાણ્યા ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

વરેલીમાં અજાણ્યા વાહનની અડફેટે એકનું મોત
પલસાણા: પલસાણાના વરેલી ગામે રહેતો એક પ૨પ્રાંતીય ઇસમ ગતરોજ વરેલી ગામની સીમમાં હાઇવેની સાઇડે ઊભો હતો. ત્યારે એક અજાણ્યા વાહનચાલકે તેને અડફેટે લેતાં તેનું ટૂંકી સા૨વા૨ બાદ મોત નીપજ્યું હતું.
પ્રાપ્ત માહિતી અનુસાર પલસાણાના વરેલી ગામે ગંગામહેલ ખાતે રહેતા અને મૂળ ઉત્તરપ્રદેશના વતની ઉપેન્દ્રનાથ સુભાષચંદ્ર પાંડે (ઉં.વ.૪૩) ગત રોજ વરેલી ગામની સીમમાં ગાર્ડન મિલની સામે સુરતથી બારડોલી તરફ જતા રોડ પાસે ઊભા હતા. ત્યારે એક અજાણ્યા વાહનચાલકે પોતાનું વાહન પૂરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી ઉપેન્દ્રનાથને અડફેટે લેતાં તેમના માથાના પાછળના ભાગે ગંભીર ઇજા થઈ હતી. જેને લઇ તેમને ૧૦૮ મારફતે સુરત સ્મીમેર હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા. જ્યાં તેમનું ટૂંકી સારવાર બાદ મોત નીપજ્યું હતું. ત્યારે આ અંગે તેમના ભાઇ બ્રિજેશ પાંડેએ અજાણ્યા વાહનચાલક સામે કડોદરા જીઆઇડીસી પોલીસમથકે ફરિયાદ નોંધાવી હતી.

Most Popular

To Top