National

માફિયા અતીકની ઓફિસની દિવાલોમાંથી પોલીસને બંદૂક અને રોકડ મળી આવ્યા

નવી દિલ્હી: ઉમેશ પાલ હત્યાકાંડ (Murder) પછી યૂપી પોલીસ (UP Police) સતત માફિયા અતીક અહેમદની પત્ની અને છોકરીની શોધખોળ કરી રહ્યાં છે. આ વચ્ચે પોલીસને એક મોટી ખબર મળી હતી. પોલીસે ચકિયા ખાતે આવેલ અતીક અહેમદની ઓફિસ (office) પર રેડ પાડી હતી. રેડ પાડતા જ પોલીસને લાખો રુપિયા કેશ તેમજ હથિયાર મળી આવ્યાં હતા. પોલીસને જાણકારી મળી આવી હતી કે અહમદ ગેંગના કેટલાય લોકો અને પરિવારના કેટલાય સભ્યો કેશ તેમજ હથિયાર ચકિયા સ્થિત ખંડેર થઈ ગયેલી ઓફિસમાં છૂપાવી રહ્યાં છે. આ પછી એવી આશંકા વ્યકત કરવામાં આવી છે કે ઉમેશ પાલની હત્યા વખતે વાપરવામાં આવેલા હથિયારો પણ અહીં જ છૂપાવવામાં આવ્યાં હશે.

સૂત્રો પાસેથી જાણકારી મળી આવી છે કે ચકિયા સ્થિત ખંડેર ઓફિસમાં રેડ પાડતા પોલીસને 80 લાખ રુપિયા કેશ તેમજ 10 હથિયારો હાથ લાગ્યા છે. જાણકારી મુજબ પોલીસે રુમની સિલિંગ તોડી ત્યારે તેઓને કેશ અને હથિયારો હાથ લાગ્યાં હતાં. જાણકારી મળી આવી છે કે પોલીસને બાતમી મળતા તેઓને લાગતું ન હતું કે અહીંથી તેઓને કશું મળશે. કારણે જયાં પોલીસે રેડ પાડી હતી તે બિલ્ડિંગ ખંડેર થઈ ગયું હતું. આ જ જગ્યાએ અતીક પોતાની ગેંગ સાથે મિટિંગ કરતા હતો. રોકડ રકમ હાથ લાગતા જ પોલીસે રુપિયા ગણવા વાળું મશીન પણ મંગાવ્યું હતું.

માફિયા અતીક અહેમદની રજિસ્ટર્ડ ગેંગ IS 227માં તેના પરિવારના સભ્યોના નામ હવે સામેલ
જાણકારી મુજબ માફિયા અતીક અહેમદની રજિસ્ટર્ડ ગેંગ IS 227માં તેના પરિવારના સભ્યોના નામ હવે સામેલ થશે. આમાં અતીકની પત્ની શાઇસ્તા પરવીન અને તેના ત્રણ પુત્રોના નામ ઉમેરવામાં આવ્યાં છે. ઉમેશ પાલ મર્ડર કેસમાં અતીક અહેમદ અને તેના ભાઈ ખાલિદ અઝીમ ઉર્ફે અશરફની સાથે અતીક અહેમદના પુત્રો અને પત્નીનું નામ પણ સામે આવ્યું છે. 24મી ફેબ્રુઆરીના રોજ જે રીતે ઉમેશ પાલ હત્યા કેસને સનસનાટીપૂર્ણ રીતે અંજામ આપવામાં આવ્યો હતો, ત્યારથી પોલીસે આતિક ગેંગ પર દરેક રીતે પોતાની પકડ કડક કરવાનું શરૂ કરી દીધું છે. અતીક અહેમદની ગેંગમાં હવે લીડર તરીકે અતીક અહેમદનું નામ છે, જ્યારે ગેંગના તેના સહયોગી અને સક્રિય સભ્યમાં તેના નાના ભાઈ અને પૂર્વ ધારાસભ્ય ખાલિદ અઝીમ ઉર્ફે અશરફનું નામ પણ સામેલ છે.

Most Popular

To Top