Gujarat

61 જેટલા માપદંડના આધારે પ્રાથમિક શાળાઓનું મૂલ્યાંકન કરવામાં આવે છે : શિક્ષણ મંત્રી

ગાંધીનગર : ગુણોત્સવ 2.0 અંતર્ગત શાળાઓના (School) મૂલ્યાંકન અંગે વિધાનસભામાં પૂછાયેલા પ્રશ્નના લેખિત જવાબમાં શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડિંડોરે જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા પ્રાથમિક શાળાઓમાં શિક્ષણની ગુણવત્તા સુધારવા માટે વિવિધ 61 જેટલા માપદંડના આધારે મૂલ્યાંકન કરી શાળાઓને એક્રેડિટેડ કરવામાં આવે છે.

જામનગર જિલ્લામાં ગુણોત્સવ 2.0 અંતર્ગત છેલ્લા બે વર્ષમાં કુલ 1272 પ્રાથમિક શાળાઓ, ગાંધીનગર જિલ્લામાં 1124 શાળાઓ અને કચ્છ જિલ્લાની 2852 પ્રાથમિક શાળાના સર્વગ્રાહી મૂલ્યાંકનની કામગીરી ગત બે વર્ષમાં કરવામાં આવી છે. મૂલ્યાંકન કરાયેલી તમામ શાળાઓને ગુણોત્સવ-૨ અંતર્ગત રિપોર્ટ કાર્ડ આપવામાં આવ્યા છે. જેમાં મુખ્યક્ષેત્ર અને પેટાક્ષેત્ર પ્રમાણે તેમની શાળાની સારી બાબતો અને શાળાની સુધારાત્મક બાબતો ઉપરાંત શાળાને પ્રાપ્ત થયેલા ગ્રેડ અને ટકા પણ દર્શાવવામાં આવે છે.

Most Popular

To Top