Gujarat

અમદાવાદમાં આંખની હોસ્પિટલમાં આગ લાગતા બેના મોત

અમદાવાદ (Ahmedabad) : અમદાવાદમાં એક આંખની હોસ્પિટલ (Hospital) માં આગ (Fire) લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના પગલે હોસ્પિટલનાં સિક્યુરીટી દંપતી બળીને ભડથું થઇ ગયા હતા. બનાવની જાણ થતા 4થી વધુ ફાયરનો કાફલો તેમજ ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. આ ઘટના અમદાવાદનાં નારણપુરા વિસ્તારમાં બની હતી. રાત્રીના સમયે કોઈ પણ વ્યક્તિ હોસ્પિટલમાં દાખલ ન હતું જેના કારણે મોટી જાનહાની ટાળી હતી. જો કે જે સમયે આગ લાગી ત્યાર હોસ્પિટલનાં સીસીટીવી કેમેરા બંધ હતા.

મોડી રાત્રે લાગી હતી આગ
અમદાવાદના નારણપુરા વિસ્તારમાં જય મંગલ BRTS બસ સ્ટેન્ડ પાસે આવેલી મોદી આઈ કેર હોસ્પિટલ (Modi Eye Care Hospital) માં આગ લાગતા અફરાતરફી મચી જવા પામી હતી. હોસ્પિટલમાં મોડી રાત્રે આગ લાગી હતી. પરંતુ ફાયર વિભાગને સવારે જાણ થઈ હતી. જેથી ફાયર બ્રિગેડના અધિકારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા. ફાયરબ્રિગેડના જણાવ્યા મુજબ જ્યારે અમે અહીંયા આવ્યા ત્યારે આગની જ્વાળાઓ નહીં હતી, પરંતુ ધુમાડા જોવા મળ્યા હતા. પહેલા જઈને જોતા પલંગ પર એક પુરુષ અને મહિલા મૃત હાલતમાં મળ્યા હતા. હોસ્પિટલનાં માલિકે જણાવ્યું હતું કે, આ માત્ર ડે કેર હોસ્પિટલ છે. જે દિવસે જ ચાલુ હોય છે રાત્રીના સમયે બંધ હોય છે. તેમજ રાત્રે કોઈપણ દર્દીને દાખલ કરવામાં આવતા નથી. હોસ્પિટલમાં મોડી રાત્રે અથવા તો વહેલી સવારે આગ લાગવાની ઘટના બની હતી. કારણે કે સવારે જ્યારે અમે સિક્યુરિટી ગાર્ડ તરીકે રહેતા નરેશભાઈને ફોન કર્યો તો કોઈએ ઉપાડયો ન હતો. હોસ્પિટલનો સ્ટાફ જ્યારે હોસ્પિટલમાં આવ્યા ત્યારેને કઈક અજુગતુ લાગ્યુ હતું. જેથી પહેલા માળે બારી તોડી અને અંદર પ્રવેશ કર્યો હતો ત્યારે આગ લાગી હોવાની જાણ થઈ હતી.

આગનાં પગલે બેના મોત
હોસ્પિટલમાં લાગેલી આગના પગલે બે લોકોનાં મોત થયા છે. મૃત્યુ પામનાર બંને લોકો પતિ-પત્ની છે જેઓ હોસ્પિટલમાં દેખરેખ રાખતા હતા. બંને મૂળ રાજસ્થાનના પ્રતાપગઢ જિલ્લાના ધરીયાવાદ ગામના રહેવાસી નરેશભાઈ પારઘી અને તેમના પત્ની હર્ષાબેન પારઘીનું ગૂંગળામણથી મોત થયું છે.તેઓ છેલ્લા એક વર્ષથી અહિયાં નોકરી કરી રહ્યા હતા. જો કે જે સમયે આગ લાગી ત્યારે હોસ્પિટલમાં લાગેલા સીસીટીવી કેમેરા બંધ હતા. કારણ કે દિવસ દરમિયાન જ હોસ્પિટલ ચાલે છે અને રાત્રિના સમયે અહીંયા કોઈ અવરજવર કરતું હોતું નથી, જેથી સીસીટીવી કેમેરા બંધ હાલતમાં હતા.

Most Popular

To Top