National

RSS અને BJP મારા ગુરુ, તેઓ મને શીખવે છે: રાહુલ ગાંધી

નવી દિલ્હીઃ ( New Delhi) કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ (Rahul Gandhi) પ્રેસ કોન્ફરન્સમાં પોતાના વિરોધીઓના વખાણ કર્યા અને કહ્યું- જો ભાજપ (BJP) અને આરએસએસ (RSS) મારો વિરોધ કરે તો મને કોઈ વાંધો નથી. તે મારા ગુરુ સમાન છે. જ્યારે તેઓ મારા પર શાબ્દીક હુમલો કરે છે, ત્યારે હું મજબૂત બની જાઉં છું. તેઓ સારી તાલીમ આપી રહ્યા છે. ભાજપના હુમલાનો મને ફાયદો થયો છે.

રાહુલ ગાંધીએ કહ્યું કે રાહુલ ગાંધીએ કહ્યું કે નફરત અને હિંસા વિરુદ્ધ ભારત જોડો યાત્રા શરૂ કરવામાં આવી છે. ભારત જોડો યાત્રામાંથી આપણને ઘણું શીખવા મળ્યું. વિપક્ષના એક નેતા સાથે જોડાયેલા સવાલના જવાબમાં રાહુલ ગાંધીએ કહ્યું – ‘વિપક્ષના નેતાઓ અમારી સાથે ઉભા છે અને અમે આ જાણીએ છીએ. જેઓ ભારતને જોડવા માંગે છે તેમના માટે ભારત જોડોના દરવાજા ખુલ્લા છે. અમે કોઈને ભારત જોડોમાં આવતા કોઈને રોકીશું નહીં. માયાવતીજી અને અખિલેશજી પણ ભારતમાં પ્રેમ ઈચ્છે છે, નફરત નહીં.

એક પ્રશ્નના જવાબમાં રાહુલ ગાંધીએ કહ્યું કે ભાજપ સાથે અમારી જૂની વૈચારિક લડાઈ છે. અમે આ યુદ્ધ જીતીશું. તેમણે વધુમાં કહ્યું કે ભાજપના લોકોને પૈસા અને ફંડની કોઈ કમી નથી. તેઓ ઝુંબેશ ચલાવતા રહે છે. કોઈ ઝુંબેશ સત્યને છુપાવી શકતી નથી. તેઓએ મારી ઈમેજ ખરાબ કરવા માટે 5-6 કરોડ ખર્ચ્યા હશે. તેઓ થોડો વધુ ખર્ચ કરી શકે છે પરંતુ કોઈ અસર નથી.

બીજી તરફ ચીનના સવાલ પર રાહુલ ગાંધીએ કહ્યું કે સરકારે ચીનના મુદ્દાને સંપૂર્ણપણે ખોટી રીતે હાથ ધર્યો છે. રાહુલે કહ્યું- કોંગ્રેસનો ખ્યાલ હતો કે આપણે ચીન અને પાકિસ્તાનને એક થવા ન દઈએ. યુપીએ-2 સુધી આવું ચાલતું હતું પરંતુ આજે બંને એક થઈ ગયા છે કારણ કે અમારી સરકારે વિદેશ નીતિને ખોટી પાડી છે. ચીને ડોકલામમાં પહેલું પગલું અને લદ્દાખમાં બીજું પગલું ભર્યું, આ માત્ર એક કવાયત છે. હું શહીદના પરિવારનો છું અને હું જાણું છું કે જ્યારે એક યુવાન પોતાનો જીવ આપે છે ત્યારે પરિવાર પર શું વીતે છે. પરંતુ ભાજપની ટોચની નેતાગીરીમાં આ વાત સમજનાર કોઈ નથી. અમે નથી ઈચ્છતા કે અમારી સેનાનો કોઈ સૈનિક શહીદ થાય.

Most Popular

To Top