Entertainment

બોલિવુડ કપલ સિદ્ધાર્થ- કિયારા આ તારીખે ફરશે સાત ફેરા, રાજસ્થાનના આ શાહી મહેલમાં બંધાશે બંધનમાં

મુંબઈ: ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં વધુ એક બોલિવુડ કપલ (Bollywood Couple) લગ્નના બંધનમાં જોડાવવા જઈ રહ્યા છે. બોલિવૂડ કપલ સિદ્ધાર્થ મલ્હોત્રા (Siddharth Malhotra) અને કિયારા અડવાણી (Kiara Advani) આવતા વર્ષે ફેબ્રુઆરી 2023 માં લગ્ન (Marriage) કરવા જઈ રહ્યા છે. તેમના લગ્ન રાજસ્થાનમાં થશે. જેમાં તેના નજીકના મિત્રો અને પરિવારના સભ્યો સામેલ થશે. જો કે, તેમના રિલેશનશીપની જેમ જ કપલે લગ્ન અંગે કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી, પરંતુ તાજેતરમાં જ બંને પ્રખ્યાત ફેશન ડિઝાઈનર મનીષ મલ્હોત્રાના ઘરની બહાર જોવા મળ્યા હતા, ત્યારબાદ તેમના લગ્નની ચર્ચાએ જોર પકડ્યું હતું.

આ કપલના લગ્નની તારીખ સામે આવી છે
એક સૂત્ર પાસેથી મળતી માહિતી અનુસાર ‘સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી 6 ફેબ્રુઆરીએ લગ્ન કરવા જઈ રહ્યા છે. આ કપલના પ્રી-વેડિંગ ફંક્શન્સ 4 અને 5 ફેબ્રુઆરીના રોજ યોજાશે, જેમાં મહેમાનો વચ્ચે મહેંદી, હલ્દી અને સંગીત જેવા સમારંભો યોજાશે. 6 ફેબ્રુઆરીએ બંને જેસલમેર પેલેસ હોટલમાં સાત ફેરા લેશે. કડક સુરક્ષા વચ્ચે આ એક શાનદાર ઈવેન્ટ હશે.

ફિલ્મ શેરશાહ બાદ ડેટિંગના સમાચાર સામે આવ્યા હતા
સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણીએ ફિલ્મ ‘શેર શાહ’માં એકસાથે સ્ક્રીન શેર કરી હતી, ત્યારબાદ તેમના સંબંધોના સમાચારો સામે આવવા લાગ્યા હતા. આ ફિલ્મમાં બંનેની એક્ટિંગની સાથે ચાહકોને કેમેસ્ટ્રી પણ ઘણી પસંદ આવી હતી. આ પછી, સિદ્ધાર્થ અને કિયારા ઘણીવાર ઘણા પ્રસંગોએ સાથે જોવા મળ્યા છે. થોડા સમય પહેલા સિદ્ધાર્થ અને કિયારાના બ્રેકઅપના સમાચાર પણ સામે આવ્યા હતા. જો કે, આ અહેવાલો વચ્ચે, બંને એક સાથે સ્પોટ પણ થયા હતા.

સિદ્ધાર્થ અને કિયારાની ફિલ્મો
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો આ દિવસોમાં સિદ્ધાર્થ મલ્હોત્રા તેની આગામી ફિલ્મ મિશન મજનૂ માટે ચર્ચામાં છે. આમાં સિદ્ધાર્થ સાથે ‘પુષ્પાઃ ધ રાઇઝ’ ફેમ રશ્મિકા મંદન્ના જોવા મળશે. આ મૂવી 20 જાન્યુઆરીથી OTT પ્લેટફોર્મ Netflix પર સ્ટ્રીમ કરવામાં આવશે. ત્યારે કિયારા અડવાણી છેલ્લે ‘ગોવિંદા નામ મેરા’ ફિલ્મમાં જોવા મળી હતી, જેમાં તેણે વિકી કૌશલ અને ભૂમિ પેડનેકર સાથે કામ કર્યું હતું. હવે કિયારાની ‘RC 15’ (RC15) ફિલ્મ આવતા વર્ષે રિલીઝ થશે. આમાં તે રામ ચરણ સાથે સ્ક્રીન શેર કરી રહી છે.

Most Popular

To Top