SURAT

સિટી લાઈટમાં સ્વીફ્ટ કારની ડીકીમાં CO2 ની બે બોટલ બ્લાસ્ટ : કારની ડીકીના ફૂડચા નીકળી ગયા

સુરત (Surat) : સિટી લાઈટ (CityLight) ભગવતી આશિષ કોમ્પ્લેક્ષ નજીકના પાર્કિંગમાં ફાયર બોટલ બ્લાસ્ટ (CO2 Bottle Blast) થતા ભાગદોડ મચી ગઇ હતી. શુક્રવારની રાત્રે બનેલી ઘટના બાદ સ્વીફ્ટ કારની ડીકી ના ફુડચા થઈ ગયા હતા. સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે પહેલો બ્લાસ્ટ 10 વાગે થયો હતો. ત્યારબાદ 12 વાગે બીજો બ્લાસ્ટ થતા લોકો ગભરાયા હતા. ફાયર ઓફિસર પ્રકાશ પટેલે જણાવ્યું હતું કે પ્રેસર વધી જવાને કારણે આવી ઘટનાઓ બનતી હોય છે. જોકે કોઈ જાનહાની નોંધાઈ નથી.

ફાયર વિભાગે જણાવ્યું હતું કે ઘટના મધરાત્રીના 12:36 મિનિટની હતી. કારમાં બ્લાસ્ટ નો કોલ મળ્યા બાદ વેસુ ફાયર સ્ટેશનના જવાનોને સ્થળ પર રવાના કરાયા હતા. એક સ્વીફ્ટ કાર નંબર GJ019-M-3053 ની ડીકીમાં મુકેલા CO2 બોટલ માં બ્લાસ્ટ થયો હતો.

પ્રકાશ પટેલ (ફાયર ઓફિસર) એ જણાવ્યું હતું કે સ્થળ પર એક કારની ડીકીમાં 8 CO2ની બોટલ હતી. જેમાંથી બે બ્લાસ્ટ થઈ હતી. ડીકી ના ફૂડચે ફૂડચા ઉડી ગયા હતા. લોકોની ભીડ વચ્ચે સાવચેતીના પગલાં ભર્યા હતાં. બ્લાસ્ટ પાછળ બોટલમાં પ્રેસર વધી ગયું હોય એમ કહી શકાય છે. આઠમાંથી બે બોટલ બ્લાસ્ટ થઈ હતી. કાર અને બોટલ પોલીસ ને સોંપી બેક ટૂ લોકેશન પર નીકળી ગયા હતા.

સુનિલસિંહ ઠાકોર (નજરે જોનાર) એ જણાવ્યું હતું કે મિત્રો સાથે ગણેશ ચતુર્થી ની તૈયારી કરી રહ્યા હતા. અચાનક જોરદાર બ્લાસ્ટ નો અવાજ સાંભળ્યો હતો. જોયું તો કાર ના ફૂડચા દેખાયા હતા. દોડીને ગયા અને તાત્કાલિક ફાયર ને જાણ કરી દીધી હતી. બસ 10 મિનિટમાં જ ફાયરના જવાનો દોડી આવ્યા હતા અને બ્લાસ્ટ ને લઈ તપાસ કરી સાવચેતીના પગલાં ભર્યા હતા.

Most Popular

To Top