Business

કર્ણાટક હાઈકોર્ટે ટ્વિટરને 50 લાખનો દંડ ફટકાર્યો, આ ભૂલ ભારે પડી

નવી દિલ્હી: સોશિયલ મીડિયા (Social Media) પ્લેટફોર્મ ટ્વિટરની (Twitter) અરજી ફગાવી દઈને કર્ણાટક (Karnatak) હાઈકોર્ટ (High Court) દંડ પણ ફટકાર્યો છે. ટ્વિટરે અમુક સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ અને ટ્વીટ્સને બ્લોક કરવાના કેન્દ્રના આદેશ સામે હાઈકોર્ટમાં અરજી કરી હતી. હાઇકોર્ટે માઇક્રોબ્લોગિંગ સાઇટની અરજી ફગાવી દઈ 50 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે.

  • ગયા વર્ષે ટ્વિટરે કેન્દ્રના ઓર્ડરને હાઈકોર્ટમાં પડકાર્યો હતો, પરંતુ કર્ણાટક હાઈકોર્ટે ઈન્ફોર્મેશન ટેક્નોલોજી એક્ટની કલમ 69A હેઠળ ઈશ્યુ કરાયેલા ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રાલયના આદેશને સમર્થન આપ્યું

કર્ણાટક હાઈકોર્ટે ઈન્ફોર્મેશન ટેક્નોલોજી એક્ટની કલમ 69A હેઠળ ઈશ્યુ કરાયેલા ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રાલયના આદેશને સમર્થન આપ્યું હતું. કોર્ટે ટ્વિટર દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીને ફગાવી દેતા કહ્યું કે સરકાર પાસે બ્લોકિંગ ઓર્ડર જારી કરવાની સત્તા છે. હાઈકોર્ટે ટ્વિટર પર 50 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. જે કંપનીને 45 દિવસમાં સ્ટેટ લીગલ સર્વિસ ઓથોરિટીને ચૂકવવાનો આદેશ આપવામાં આવ્યો છે.

ટ્વિટરે હાઇકોર્ટના ઓર્ડરને પડકાર્યો હતો
ગયા વર્ષે ટ્વિટરે ઈન્ફોર્મેશન ટેક્નોલોજી એક્ટની કલમ 69A હેઠળ ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રાલય (MeitY) દ્વારા તેને જારી કરેલા આદેશોને પડકાર્યા હતા. કેન્દ્રએ ટ્વિટરને ફેબ્રુઆરી 2021 અને ફેબ્રુઆરી 2022 વચ્ચે ઘણા સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ અને ટ્વિટ્સ ફ્રીઝ તેમજ બ્લોક કરવાનું કહ્યું હતું. તેમાંથી ટ્વિટરે 39 બ્લોકિંગ ઓર્ડરને પડકાર્યા હતા.

સમગ્ર મામલો શું છે?
ટ્વિટરે ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રાલય (MeitY) દ્વારા જારી કરાયેલા ડાઉન ઓર્ડર વિરુદ્ધ કર્ણાટક હાઈકોર્ટમાં અરજી દાખલ કરી હતી. ટ્વિટરે જૂન 2022માં તેના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરથી ટ્વીટ્સ, એકાઉન્ટ્સ અને URL ને દૂર કરવાના સરકાર દ્વારા જારી કરાયેલા નિર્દેશોને પડકારતાં હાઈકોર્ટનો સંપર્ક કર્યો હતો.

2022 માં અરજીની સુનાવણી દરમિયાન ટ્વિટરે હાઈકોર્ટને કહ્યું હતું કે એકાઉન્ટને બ્લોક કરવા માટેના કારણો કેન્દ્ર દ્વારા જારી કરવામાં આવેલા આદેશમાં હોવા જોઈએ. કંપનીએ એક ધોરણ સ્થાપિત કરવાનો પણ આગ્રહ રાખ્યો હતો જેથી જો જરૂર પડે તો IT એક્ટની કલમ 69A હેઠળ જારી કરવામાં આવેલ ઓર્ડરને પડકારી શકાય. આ મુદ્દે કેન્દ્રએ હાઈકોર્ટને જણાવ્યું હતું કે ટ્વિટર ઘણા વર્ષોથી “સામાન્ય રીતે બિન-સુસંગત પ્લેટફોર્મ” છે. ભારત સરકારે કહ્યું કે બ્લોકિંગ ઓર્ડર જારી કરવામાં આવ્યો તે પહેલા સરકાર અને ટ્વિટરના પ્રતિનિધિઓ વચ્ચે લગભગ 50 મીટિંગો થઈ હતી. કેન્દ્રએ કોર્ટને એમ પણ કહ્યું હતું કે ‘ટ્વિટરનો દેશના કાયદાનું પાલન ન કરવાનો સ્પષ્ટ ઈરાદો હતો’.

Most Popular

To Top