Gujarat Main

કોરોનમાં આરોગ્ય કર્મીઓએ આપેલા યોગદાન-સેવાને કોટી-કોટી વંદન : વિજય રૂપાણી

ગાંધીનગર: રાજ્યના આરોગ્ય વિભાગ(state health department)ના અધિકારીઓ, કર્મચારીઓ, ડોક્ટરો(doctors), પેરામેડિકલ સ્ટાફ (paramedical staff) તમામ રાત-દિવસ જોયા વિના કામ કરે છે. ગુજરાત(Gujarat)માં સારું કામ થઇ રહ્યું છે. હજુ પણ વધારે સારી રીતે કામ થાય એ માટે આપણે સૌએ પ્રયત્નો કરવાના છે તેમ ગુજરાત હાઇકોર્ટ(gujarat high court)ના ચીફ જસ્ટીસ વિક્રમનાથે સુઓ મોટો રીટની સુનાવણીમાં બે દિ’ પહેલા આ મુજબ કહ્યું હતું.

ચીફ જસ્ટીસે તબીબોની સેવાની પ્રશંસા કર્યા બાદ હવે સીએમ વિજય રૂપાણી(cm vijay rupani)એ પણ કહ્યું હતું કે કોરોનાના કપરા કાળમાં રાજ્યના સૌ તબીબો, પેરામેડિકલ સ્ટાફ સહિત આરોગ્યકર્મીઓએ આપેલા યોગદાન અને સેવાને કોટી કોટી વંદન કરી તેમની સેવાઓને બિરદાવી અભિનંદન આપું છું. ખાસ ઉલ્લેખનીય છે કે રાજ્યમાં છેલ્લા 15થી 20 દિવસ દરમ્યાન તબીબો રજા લીધા વિના કે સમય બગાડ્યા વિના સતત કોરોના દર્દીઓની સારવાર કરી રહ્યા છે. જેના પગલે ચીફ જસ્ટીસ અને તેમના પછી રૂપાણીએ હવે તબીબોની સેવાની પ્રશંસા કરી છે. તેમણે વધુમાં કહ્યું હતું કે આપનું (તબીબોનું) મનોબળ ટકી રહે એ માટે રાજ્યના સવા છ કરોડ નાગરિકોના આશીર્વાદ અને શુભકામનાઓ આપ સૌની સાથે જ છે અને આપને વધુને વધુ સેવા કરવાની પ્રભુ શકિત અર્પે એવી પ્રાર્થના પણ કરી છે. રૂપાણીએ શુક્રવારે સવારે ફેસબુક લાઈવના માધ્યમથી સંબોધતા કરતાં કહ્યુ હતું કે, આપ સૌ તબીબો અને પેરામેડીકલ સ્ટાફે સતત એક વર્ષથી આપના પરિવારની ચિંતા કર્યા વગર દિવસ રાત જે સેવા કરી છે એ એળે નહીં જાય એવો મને દ્રઢ વિશ્વાસ છે.

રૂપાણીએ કોરોના વોરિયર્સને પ્રભુ સમાન ગણાવી કહ્યું હતું કે આ કપરા કાળમાં રાજ્યના સૌ નાગરિકોએ આપને પ્રભુ સમાન ગણીને આપ સૌ પર જે વિશ્વાસ મૂક્યો છે, તેને આપ સુપેરે પાર પાડો એવી આપને પ્રભુ શક્તિ અર્પે. હવે કોરોનાથી મુક્તિ મેળવવા માટે આપણને વેક્સિન રૂપી અમોધ શસ્ત્ર મળ્યું છે; ત્યારે 45 વર્ષથી વધુ વયના સો નાગરિકો અચૂક વેક્સિન લઈ લે તે જરૂરી છે. તેમણે જણાવ્યું હતું કે કોરોના સામે લડવા માટે સમગ્ર વહીવટીતંત્ર કમર કસીને આગળ વધી રહ્યું છે, ત્યારે ”કોરોના હારશે અને ગુજરાત જીતશે” તેવો વિશ્વાસ પણ તેમણે વ્યક્ત કર્યો છે.

Most Popular

To Top