Gujarat

ગુજરાતમાં કોરોનાના દર્દીઓને રાહત : HRCT સિટી સ્કેનનો મહત્તમ ભાવ રૂપિયા 3,000 નક્કી કરાયો

ગાંધીનગર: રાજ્ય (state govt) સરકારે શુક્રવારે રાત્રે લીધેલા મહત્વના નિર્ણયમાં સમગ્ર રાજ્યમાં કોરોના(corona)ના દર્દીઓ માટે આવશ્યક એવા સિટી સ્કેન(HRCT THORAX)ના પરિક્ષણનો મહત્તમ ભાવ (maximum price) રૂપિયા 3,000 નક્કી કર્યો છે. આજથી જ સમગ્ર રાજ્યમાં આ ભાવ અમલી થઈ ગયો છે.

મુખ્યમંત્રી વિજય રૂપાણી(cm rupani)એ શુક્રવારે રાત્રે કોર કમિટીની બેઠક(committee meeting)માં લેવાયેલા આ નિર્ણયની જાહેરાત કરતાં જણાવ્યું હતું કે કોરોનાના દર્દીઓને સિટી સ્કેનની આવશ્યકતા ઊભી થાય છે, અને HRCT રિપોર્ટ કરાવવો પડે છે. રાજ્ય સરકારના ધ્યાને આવ્યું છે કે, અલગ-અલગ શહેરોમાં કાર્યરત ડાયગ્નોસ્ટિક સેન્ટર (diagnostic center) મનફાવે તે રીતે દર્દીઓ પાસેથી ભાવો લે છે. કોરોનાના દર્દીઓને હાલાકી નહીં ભોગવવી પડે અને તેમની મુશ્કેલીઓમાં રાહત મળે તે હેતુથી રાજ્ય સરકારે તમામ ડાયગ્નોસ્ટિક સેન્ટર માટે HRCT સિટી સ્કેનના ભાવ રૂ. 3,000 નિયત કર્યા છે. ગુજરાતના કોઇપણ શહેરમાં કોઇપણ ડાયગ્નોસ્ટિક સેન્ટર કે લેબોરેટરી HRCT સિટી સ્કેનના ભાવ રૂ. 3,000થી વધારે લેતા જણાશે કે જાણમાં આવશે તો તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. રૂપાણીએ તમામ લેબોરેટરીઓ અને ડાયગ્નોસ્ટિક સેન્ટરના સંચાલકોને અપીલ કરી છે કે, કોરોનાના દર્દીઓને વધુમાં વધુ રાહત આપી શકાય તે માટે તત્પર રહેવું જોઈએ.

ઈન્ટર્ન અને રેસિડેન્ટ્સ ડૉક્ટર્સને 5૦૦૦નું ખાસ કૉવિડ ભથ્થું આપવાનો ઐતિહાસિક નિર્ણય

રાજ્યમાં પ્રવર્તી રહેલી કોરોનાની પરિસ્થિતિમાં ઈન્ટર્ન અને રેસિડેન્ટ્સ ડૉક્ટર્સ માટે સ્ટાઇપેન્ડ ઉપરાંત ૩૦મી જૂન, ૨૦૨૧ સુધી દર મહિને વધારાના રૂપિયા 5૦૦૦નું ખાસ કૉવિડ ભથ્થું આપવાનો આરોગ્ય વિભાગ દ્વારા નિર્ણય કરાયો છે. ગુજરાતમાં કોરોનાના આ સમયમાં મેડિકલ, ડેન્ટલ, ફિઝિયોથેરાપી હોમિયોપેથી અને આયુર્વેદના સ્નાતક અભ્યાસક્રમના ઇન્ટર્ન તથા અનુસ્નાતક અને સુપર સ્પેશિયાલિટી અભ્યાસક્રમના રેસિડેન્ટસ ડૉક્ટર્સ કોરોનાના દર્દીઓની સારી સેવા-સુશ્રુષા કરી રહ્યા છે તેને ધ્યાને લઈને આ નિર્ણય કરાયો છે. રાજ્ય સરકારના આરોગ્ય વિભાગે રાજ્યની સરકારી તેમજ GMERS મેડીકલ કોલેજમાં ઈન્ટર્નશીપ કરતાં કોવિડના સમયગાળામાં કાર્યરત ઇન્ટર્ન અને રેસિડેન્ટસ ડૉક્ટર્સનું સ્ટાઇપેન્ડ વધારીને રૂ. 13000 કર્યું હતું. હવે 30 મી જૂન સુધી દર મહિને વધારાના રૂપિયા 5000 નું ખાસ કૉવિડ પ્રોત્સાહન ભથ્થું આપવાનો નિર્ણય લીધો છે.

Most Popular

To Top