Entertainment

Tiger vs Pathaan: શાહરૂખ અને સલમાન ફિલ્મ કરવા તૈયાર, આ મહિનામાં શૂટીંગ શરૂ થશે

આદિત્ય ચોપરા તેની YRF ના સ્પાઈ યુનિવર્સમાં બીજી શક્તિશાળી ફિલ્મ (Film) જોડવા માટે તૈયાર છે. આ ફિલ્મમાં સલમાન ખાન (Salman Khan) અને શાહરૂખ ખાન (Shahrukh Khan) સાથે જોવા મળશે. અગાઉ પણ આ ફિલ્મને લઈને કેટલાક અપડેટ્સ સામે આવ્યા હતા પણ હવે તેને લઈને વધુ એક મોટી માહિતી સામે આવી છે. હાલમાં જ સમાચાર આવ્યા હતા કે આદિત્ય સલમાન ખાન અને શાહરૂખ ખાન માટે ‘ટાઈગર Vs પઠાણ’ માટે એક કોમન મીટિંગ કરવા જઈ રહ્યા છે પરંતુ સત્ય એ છે કે સૌથી લોકપ્રિય ફિલ્મની સ્ક્રિપ્ટ પહેલાથી જ બંને સુપરસ્ટાર્સને સંભળાવી દેવામાં આવી છે. એક મહિના પહેલા બે અલગ-અલગ બેઠકો થઈ હતી જેમાં કલાકારો ફિલ્મ કરવા તૈયાર થઈ ગયા છે. હવે માર્ચ મહિનામાં ફિલ્મની શૂટિંગ શરૂ થશે.

શૂટિંગ માર્ચમાં શરૂ થશે
એક સ્ત્રોતે જણાવ્યું કે અમે એ પણ પુષ્ટિ કરી શકીએ છીએ કે ‘ટાઈગર વિ પઠાણ’ની આગામી વર્ષે માર્ચમાં શૂટિંગ શરૂ કરવા માટે નવેમ્બરમાં તૈયારી શરૂ કરશે. જે માટે આદિત્ય ચોપરાએ મેગા-સ્ટાર્સને ફિલ્મની સ્ક્રીપ્ટ સંભળાવ્યા પછી તેની ટીમ માટે સ્ક્રિપ્ટ લોક કરવામાં આવી છે. હિન્દી સિનેમાના બે મેગા સ્ટાર્સે સ્ક્રિપ્ટને તેમની સંમતિ આપ્યા બાદ ‘ટાઈગર વર્સીસ પઠાણ’ની સ્ક્રિપ્ટને લોક કરી દેવામાં આવી છે. આ ફિલ્મ એક વિશાળ સીમાચિહ્નરૂપ બની રહેવાની છે કારણ કે તેમાં ઓફિસ પર ધમાલ મચાવનાર કરણ અર્જુન બાદ ભારતીય સિનેમાના બે દિગ્ગજ કલાકારો કામ કરશે.

બસ ફક્ત તેઓએ પહેલા સ્ક્રિપ્ટ પસંદ કરવાની હતી અને ખાતરી કરવાની હતી કે મોટા ઓન-સ્ક્રીન બોમ્બ ધમાકા વિશે લોકોની અપેક્ષાઓ પૂરી કરવાની ક્ષમતા ધરાવે છે કે કેમ. આદિત્ય ચોપરાએ અનુક્રમે શાહરૂખ અને સલમાન સાથે વ્યક્તિગત મુલાકાતો કરી હતી અને તેમને ફિલ્મ વિશે જણાવ્યું હતું કે સુપરસ્ટાર્સને વાર્તા પસંદ પડી છે અને ફિલ્મ હવે માર્ચમાં ફ્લોર પર જશે.

સિદ્ધાર્થ આનંદ દ્વારા નિર્દેશિત ‘ટાઈગર Vs પઠાણ’ને ભારતની અત્યાર સુધીની સૌથી મોટી ફિલ્મ માનવામાં આવે છે. તે પ્રખ્યાત YRF સ્પાઈ યુનિવર્સનો એક ભાગ છે જેની શરૂઆત સલમાન ખાન અને કેટરિના કૈફ સ્ટારર ‘ટાઈગર’ ફ્રેન્ચાઈઝી, ‘એક થા ટાઈગર’ (2012) અને ‘ટાઈગર ઝિંદા હૈ’ (2017), અને હૃતિક રોશન અને ટાઈગર શ્રોફ અભિનીત ‘વોર’ (2019) થી થઈ હતી.

‘ટાઈગર 3’ નવેમ્બરમાં રિલીઝ થશે
ટાઈગર 1 અને 2 બાદ શાહરૂખ ખાન, દીપિકા પાદુકોણ અને જ્હોન અબ્રાહમની ‘પઠાણ’ (2023) આવી જે હિન્દી સિનેમાની અત્યાર સુધીની સૌથી મોટી હિટ ફિલ્મ છે. YRF સ્પાય યુનિવર્સની ચારેય ફિલ્મો બ્લોકબસ્ટર રહી છે. આ ફ્રેન્ચાઈઝીમાં YRFની આગામી ફિલ્મ ‘ટાઈગર 3’ છે જે નવેમ્બરમાં દિવાળીના તહેવારોની રજાઓ દરમિયાન રિલીઝ થવાની છે.

Most Popular

To Top