Dakshin Gujarat

પલસાણાના ઇટાળવા અને ચલથાણમાં અજાણ્યા વાહન અડફેટે બેનાં મોત

પલસાણા: (Palsana) પલસાણાના ઇટાળવા ગામે ડિંડોલીના એક સાઇકલચાલકને કોઈ અજાણ્યા વાહનચાલકે અડફેટે લેતાં તેનું સારવાર (Treatment) દરમિયાન મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય એક બનાવમાં ચલથાણ સંજીવની હોસ્પિટલ (Hospital) સામે રસ્તો ઓળંગતા યુવકનું પણ અજાણ્યા વાહનની અડફેટે મોત નીપજ્યું હતું.

  • પલસાણાના ઇટાળવા અને ચલથાણમાં અજાણ્યા વાહન અડફેટે બેનાં મોત
  • ચલથાણ સંજીવની હોસ્પિટલ સામે રસ્તો ઓળંગતા યુવકનું પણ અજાણ્યા વાહનની અડફેટે મોત

સુરતના ડિંડોલી ખાતે રહેતા કુંવરસાહેબ સાલીક્રપ્રસાદ શુક્લા (ઉં.વ.૫૪) તેમની સાઇકલ ઉપર નોકરી પર જવા નીકળ્યા હતા. ત્યારે પલસાણાના ઇટાળવા ગામની સીમમાં આવેલા ગંગા ઇન્ડસ્ટ્રિયલ એસ્ટેટની સામે હજીરાથી બારડોલી જતા નેશનલ હાઇવે નં.૫૩ પરથી પસાર થઇ રહ્યા હતા. એ વેળા અજાણ્યા વાહનચાલકે તેમને અડફેટે લેતાં ગંભીર ઇજા થઈ હતી. જેથી સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડાયા હતા. જ્યાં ટૂંકી સા૨વા૨ બાદ તેમનું મોત નીપજ્યું હતું. આ અંગે પલસાણા પોલીસે અજાણ્યા વાહનચાલક સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

અન્ય એક બનાવમાં ચલથાણની સંજીવની હોસ્પિટલની સામે હાઇવે ક્રોસ કરી રહેલા નવજોતસીંગ કૌરને કોઇ અજાણ્યા વાહનચાલકે અડફેટે લેતાં તેમને ગંભીર ઇજા પહોંચતાં મોત નીપજ્યું હતું. આ અંગે અજાણ્યા વાહનચાલક વિરુદ્ધ કડોદરા જીઆઇડીસી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ચીખલીના તલાવચોરામાં ટ્રક ચાલકે ટક્કર મારતા ટેમ્પો સવાર શ્રમજીવીનું મોત
ઘેજ : ચીખલી તાલુકાના તલાવચોરામાં ટ્રક ચાલકે ટક્કર મારતા થ્રી-વ્હીલ ટેમ્પા પર સવાર પરપ્રાંતિય 40 વર્ષીય શ્રમજીવીનું મોત નીપજ્યું હતું. અટગામથી ચીખલી થ્રી-વ્હીલ ટેમ્પાને રિપેર કરાવવા ટોયન કરી લાવતી વેળા અકસ્માત સર્જાતા મરનાર શ્રમજીવી ટ્રકના ટાયર નીચે આવી ગયો હતો.

પોલીસ મથકેથી પ્રાપ્ત વિગત મુજબ રાજુલાલ બદ્રીજી માળી (ઉં.વ. 40, રહે. અટગામ ઉતારા ફળિયા તા. જી. વલસાડ)નો થ્રી-વ્હીલ ટેમ્પો જીજે-21-ટી-3245 બંધ પડી ગયો હતો. તેને રિપેર કરાવવા સંબંધીના ટેમ્પા સાથે ટોયન કરી ચીખલી આવી રહ્યા હતા તે દરમ્યાન તલાવચોરા સ્વામિનારાયણ મંદિર પાસે સામેથી ફોર વ્હીલ આવતા ટોચન કરી ટેમ્પાના ચાલકે બ્રેક મારતા આ બગડેલો ટેમ્પો થોડો સાઇડે જતો રહેતા સામેથી આવતી અશોક લેલન ટ્રક નંબર જીજે-21-વાય-3020ના ચાલકે પૂરઝડપે ગફલતભરી રીતે હંકારી ટેમ્પાને ટક્કર મારતા તેઓ આગળના ટાયરના નીચેના ભાગે આવી જતા ક્રેઇનની મદદથી બહાર કાઢી 108 દ્વારા રેફરલ હોસ્પિટલ પર લઇ જતા તબીબે રાજુલાલમાળીને મૃત જાહેર કર્યા હતા. બનાવ અંગે ભેરૂલાલ ગીસુભાઈ (રહે. અટગામ)એ ફરિયાદ આપતા પોલીસે ટ્રક ચાલક શેષનારાયણ રામકિશોર સુકલા સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.

Most Popular

To Top