World

બિડેન-સુનકને પાછળ છોડીને PM મોદી બન્યા વિશ્વના સૌથી લોકપ્રિય નેતા

સૌથી લોકપ્રિય નેતાની બાબતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (Narendra Modi) ફરી એકવાર પોતાને નંબર-1 સાબિત કર્યા છે. મોર્નિંગ કન્સલ્ટના સર્વે અનુસાર પીએમ નરેન્દ્ર મોદી 76 ટકાના એપ્રુવલ રેટિંગ (Rating) સાથે વિશ્વભરના નેતાઓમાં (Leaders) ટોચ પર છે. યુએસ સ્થિત કન્સલ્ટન્સી ફર્મના ગ્લોબલ લીડર એપ્રુવલ રેટિંગ ટ્રેકર અનુસાર 76 ટકા લોકો પીએમ મોદીના નેતૃત્વને મંજૂરી આપે છે જ્યારે 18 ટકા લોકો તેની સાથે અસહમત છે અને છ ટકા લોકોએ તેના પર કોઈ અભિપ્રાય આપ્યો નથી.

  • બિડેન-સુનકને પાછળ છોડીને PM મોદી બન્યા વિશ્વના સૌથી લોકપ્રિય નેતા બન્યા
  • ડિસીઝન ઇન્ટેલિજન્સ કંપની મોર્નિંગ કન્સલ્ટ દ્વારા યાદી જાહેર કરવામાં આવી

ડિસીઝન ઇન્ટેલિજન્સ કંપની મોર્નિંગ કન્સલ્ટ દ્વારા જાહેર કરવામાં આવેલી યાદીમાં પીએમ મોદી પછી સ્વિત્ઝરલેન્ડનાં રાષ્ટ્રપતિ એલેન બર્સેટ બીજા સ્થાને છે. તેમને 64 ટકા એપ્રુવલ રેટિંગ મળ્યું છે. આ પછી મેક્સિકોના રાષ્ટ્રપતિ એન્ડ્રેસ મેન્યુઅલ લોપેઝ ઓબ્રાડોર અને બ્રાઝિલના રાષ્ટ્રપતિ લુઈસ દા સિલ્વા અનુક્રમે ત્રીજા અને ચોથા સ્થાને છે. આ યાદીમાં અમેરિકાના રાષ્ટ્રપતિ જો બિડેન સાતમા નંબરે છે. તમને જણાવી દઈએ કે ગ્લોબલ લીડર એપ્રુવલ સર્વે દુનિયાભરના 22 નેતાઓ પર કરવામાં આવ્યો હતો.

પીએમ મોદીનું રેટિંગ ઘટ્યું
અગાઉ જૂન 2023 માં પીએમ મોદીને વૈશ્વિક નેતાઓની મંજૂરી રેટિંગમાં 78 ટકા એપ્રુવલ રેટિંગ મળ્યું હતું જે આ સમય કરતાં 2 ટકા વધુ છે. જો કે તે સમયે પણ પીએમ મોદી યાદીમાં ટોપ પર હતા. પીએમ મોદી છેલ્લા ઘણા સમયથી આ યાદીમાં ટોચ પર છે. તમને જણાવી દઈએ કે નરેન્દ્ર મોદીનું નામંજૂર રેટિંગ પણ વિશ્વમાં સૌથી ઓછું છે. આ સર્વે બાદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પીએમ મોદીના જોરદાર વખાણ કર્યા હતા. તેમણે કહ્યું કે વિશ્વભરના નેતાઓમાં પીએમ મોદીની લોકપ્રિયતા બેજોડ છે અને તેના પર લોકોની અતૂટ શ્રદ્ધાની વૈશ્વિક માન્યતા પણ છે.

યાદીમાં 22 દેશના નેતાઓનો સમાવેશ
ડિસિઝન ઇન્ટેલિજન્સ કંપની મોર્નિંગ કન્સલ્ટે 14 સપ્ટેમ્બરે ‘ગ્લોબલ લીડર એપ્રૂવલ રેટિંગ ટ્રેકર’ બહાર પાડ્યું છે. આ રેટિંગ 6થી 12 સપ્ટેમ્બર વચ્ચે એકત્રિત કરવામાં આવેલા ડેટાના આધારે આપવામાં આવી છે જેમાં અનેક દેશોના લોકો સાથે વાત કરીને વૈશ્વિક નેતાઓ વિશે તેમના અભિપ્રાય જાણવા મળ્યા હતા. આ યાદીમાં 22 દેશના નેતાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે જેમાંથી મોટા ભાગના G20ના સભ્યો છે.

Most Popular

To Top