Madhya Gujarat

ઝંડ હનુમાનના દર્શન માટે શ્રાવણ માસના પ્રથમ શનિવારે હજારોની સંખ્યામાં ભક્તો ઉમટ્યા

જાંબુઘોડા: બોડેલી તાલુકાના અને જાંબુઘોડા અભયારણ્યમાં ગીચ જંગલમાં આવેલ અને આજુબાજુ ડુંગરોની હારમાળા ઓની વચ્ચે બિરાજેલ હનુમાન દાદા ની અતિદુર્લભ એક જ રેતાળ પથ્થરમાં થી કોતરી ને બનાવેલી લગભગ ૨૧ ફૂટ જેટલી ઉંચી પ્રતિમા આવેલી છે અને અતિ સુપ્રસિદ્ધ  સ્થળે કાયમી ભક્તોની ભારે અવર જવર ચાલુ જ રહેતી હોય છે અને પવિત્ર શ્રાવણ માસ દરમિયાન ગુજરાત સહિત અલગ-અલગ રાજ્યમાંથી પણ મોટી માત્રામાં પવનપુત્ર હનુમાન દાદાના ભાવિક ભક્તો પવિત્ર શ્રાવણ માસમાં અચૂક આવતા હોય છે.જ્યારે આ પવિત્ર સ્થાન ઉપર પૌરાણિક ભગ્ન અવસ્થામાં અલગ-અલગ સ્થાપત્યો પણ આવેલા છે જેમાં ભીમ ની ઘંટી તેમજ અર્જુનને તીર મારી પાણી કાઢવામાં આવ્યું હતું.

જે કૂવો પણ હજારો વર્ષ વિતવા છતાં પણ આજ દિન સુધી એ સચવાયેલો જોવા મળે છે અને આજે પણ એ કૂવામાં પાણીનો પ્રવાહ ચાલું જ જોવા મળે છે જાંબુઘોડા અભ્યારણ્ય આવેલા અને કુદરતી આહલાદક  વાતાવરણ માં આવેલ ઝંડ હનુમાન ખાતે આજે શ્રાવણના પહેલા શનિવારે હજારોની સંખ્યામાં દાદા ના ભક્તો વહેલી સવારથી જ દર્શન માટે દૂર દૂરથી આવી પહોંચ્યા હતા અને દાદા ના ભક્તોએ દર્શનનો લાહવો લઈ ધન્ય થયા હતા જ્યારે મંદિરના ટ્રસ્ટીઓ દ્વારા સરકારના નીતિ-નિયમોને ધ્યાનમાં રાખી સેનેટાઈઝર સહિત માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ જળવાઈ રહે તે માટે પણ અનેક સગવડો ઉભી કરવામાં આવી હતી.

Most Popular

To Top