Gujarat Election - 2022

‘આ અમારી ફરજ છે’, પોલીસ જવાનનો આ ચહેરો તમે ક્યારેય નહિ જોયો હોય

સુરત: સામાન્ય રીતે પોલીસનું નામ આવે એટલે ભલભલા લોકોનાં પગ ધ્રુજવા લાગે. લોકોમાં પોલીસની છાપ એવા પ્રકારની પડી ગઈ છે કે જેને દુર કરી શકાઈ નથી. જો રસ્તામાં પસાર સામે પોલીસ દેખાઈ તો લોકો તરત જ પોતાનો રસ્તો જ બદલી દેતા હોય છે. પરંતુ ખુબ જ કડક દેખાતી સુરત પોલીસનો એક એવો ચહેરો છે કે જેને ઘણા ઓછા લોકોએ જોયો હશે. હાલમાં ગુજરાત વિધાનસભાની ચુંટણી માટે પહેલા તબક્કાની મતદાન પ્રક્રિયા ચાલી રહી છે. આ મતદાન પ્રક્રિયામાં ઘણા વૃદ્ધો અને દિવ્યાંગોને જરૂર પડ્યે પોલીસ અધિકારીઓ મદદ કરી રહ્યા છે. જેની તસ્વીરો સામે આવી છે.

મતદાન કરવાની કે કરાવવાની જવાબદારી નથી નિભાવતા પણ આપણા પોલીસ જવાનો સમય પર સેવા કરી માનવતાનું ઉદાહરણ પણ આપતા હોય છે. મતદાન કરવા માટે આવેલા એક દિવ્યાગ બાળકને પોલીસકર્મીએ મદદ કરી માનવતાના દર્શન કરાવ્યા હતા. સુરતમાં વહેલી સવારથી મતદાન પ્રક્રિયા શરુ થતા જ વૃદ્ધો પણ મતદાન કરવા માટે ઉત્સાહિત જોવા મળી રહ્યા હતા. પરંતુ ઘણા વૃદ્ધોને ચાલવામાં તકલીફ પડતા આવા વૃદ્ધોની સુરત પોલીસે મદદ કરી હતી. આ ઉપરાંત સુરતનાં અડાજણ વિસ્તારમાં મતદાન કરવા માટે આવી રહેલા વૃદ્ધો તેમજ દિવ્યાંગ બાળકોને પોલીસ કર્મચારીઓ મદદ કરી માનવતા મહેકાવી રહ્યા છે. પોલીસ અધિકારીઓની આ કામગીરીની ચારેકોર વાહ વાહ થઇ રહી છે.

ગુજરાત વિધાનસભાની ચુંટણીનાં અમુલ્ય મતદારો
સુરતઃ (Surat) ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી-2022 (Assembly Election 2022) અંતર્ગત આજે સુરત જિલ્લાના ઉંમરની સદી વટાવી ચુકેલા મતદારોએ (Voters) પણ ઉત્સાહ પૂર્વક મતદાન (Voting) કર્યુ હતું. સુરત જિલ્લાના માંડવી તાલુકાના બૌધાન ગામના 103 વર્ષના સવિતાબહેન ઈશ્વરભાઈ પટેલ મતદાન કરીને લોકશાહી પર્વમાં ઉત્સાહભેર જોડાયા હતા. બૌધાન ગામની સાર્વજનિક હાઈસ્કુલ ખાતેના મતદાન મથક ક્રમાંક-૧૨૬ બૌધાન-૩ ખાતે પોતાના પુત્ર તથા પુત્રવધૂ સાથે તેમણે મતદાન કર્યુ હતું. લોકશાહીના મહાપર્વમાં સુરત શહેર ઉપરાંત ગ્રામ્ય વિસ્તારોમાં પણ દરેક ઉંમરના મતદારો પોતાનું યોગદાન આપવા પહોંચ્યા હતા. માંડવી તાલુકાના બૌધાન ગામના ૧૦૧ વર્ષીય પરંતુ નિરોગી અને સ્વાસ્થ્ય અમીના ઘરિયાએ ૧૫૭- માંડવી વિધાન સભાના બૌધાન ગામે મતદાન કરીને મતદાન જાગૃકતાનો દાખલો પૂરો પાડયો છે. માંડવી તાલુકાના બૌધાન ગામના પટેલ ફળિયામાં રહેતા અમીના ઘરિયાએ બૌધાન ગામની સાર્વજનિક હાઈસ્કૂલ ખાતે મતદાન કર્યું હતું.

Most Popular

To Top