Top News

ભારતને ધમકી આપતું અમેરિકા જ રશિયા પાસે જ ખરીદી રહ્યું છે ક્રુડ ઓઈલ

નવી દિલ્હી: રશિયા(Russia)નાં એક અધિકારીએ જણાવ્યું હતું કે, અમેરિકા(America) એક તરફ તો રશિયા પાસેથી મોટી માત્રામાં ક્રુડ ઓઈલ(Crud Oil)ની ખરીદી(Purchase) કરી પોતાના તેલના ભંડાર વધારી રહ્યું છે. તો બીજી તરફ યુક્રેન પર રશિયાના હુમલાને ટાંકીને અન્ય દેશો પર પોતાનું દબાણ બનાવી રહ્યું કે રશિયા પાસેથી ક્રુડ ઓઈલ ન ખરીદો. રશિયા સુરક્ષા પરિષદ ઉપસચિવ મિખાઇલ પોપોવએ જણાવ્યું હતું કે, અમેરિકાએ રશિયા પાસેથી ક્રુડ ઓઈલની ખરીદીમાં ગત અઠવાડિયે જ 43 ટકાનો વધારો કર્યો છે. એટલે અમેરિકા રશિયા પાસેથી દરરોજ 1 લાખ બેરલથી વધારે ક્રુડ ઓઈલ ખરીદી રહ્યું છે.

  • અમેરિકા રશિયા પાસેથી કરી રહ્યું છે મોટા પ્રમાણમાં ક્રુડ ઓઈલની ખરીદી
  • અન્ય દેશોને રશિયા પાસેથી ક્રુડ ઓઈલ ન ખરીદવા માટે આપી રહ્યું છે સલાહ
  • અમેરિકા યુરોપમાં ઊંચા ભાવે કરી રહ્યું છે રશિયન તેલનું વેચાણ

ચીની સમચારપત્રોનાં એક રીપોર્ટ મુજબ, રશિયન અધિકારીએ કહ્યું કે, યુરોપને અમેરિકા પાસેથી આજ પ્રકારનાં આશ્ચર્યજનક વલણનો અપેક્ષા હતી. અ ઉપરાંત અમેરિકાએ પોતાની કંપનીઓને રશિયા પાસેથી ખનીજ ખાતરો ખરીદવાની પરવાનગી આપી છે. આને આવશ્યક વસ્તુઓનું રૂ આપી માન્યતા આપી છે. યુરોપ ક્રુડ ઓઈલ અને પ્રાકૃતિક ગેસ માટે રશિયા પર નિર્ભર છે. આ જાણવા છતાં અમેરિકા અને તેના યુરોપીયન સહયોગી રશિયાનાં ઓઈલ પર પ્રતિબંધ લગાવવાની વાત કરી રહ્યા છે.

અમેરિકા અને બ્રિટન બંને પર ક્રુડ ઓઈલ પર પ્રતિબંધ લગાવવાનું દબાણ
અમેરિકા અને બ્રિટન બંને પર ક્રુડ ઓઈલ પર પ્રતિબંધ લગાવવાનું દબાણ છે કે તેઓ બ્રિટને જણાવ્યું કે તેઓ વર્ષનાં અંત સુધીમાં ક્રુડ ઓઈલ મામલે રશિયા પર તેઓની નિર્ભરતા તબક્કાવાર રીતે પૂરી કરી દેશે. અમેરિકાએ પણ કહ્યું કે,22 એપ્રિલ સુધીમાં રશિયા પાસેથી તેલ અને કોલસાની આયાત બંધ કરી દેશે.

રશિયા પાસે ક્રુડ ઓઈલની ખરીદી મામલે અમેરિકાની બેવડી નીતિ
નોર્મલ યુનિવર્સિટીમાં સેન્ટર ફોર રશિયન સ્ટડીઝ ઓફ ઈસ્ટ ચાઈના ખાતે આસિસ્ટન્ટ રિસર્ચએ જણાવ્યું કે રશિયા પર અમેરિકાની નીતિ બે પાસાઓ પર આધારિત છે એક, રશિયાનો સામનો કરવા માટે ઉદારવાદ અને બીજું, અમેરિકન હિતોનું રક્ષણ કરવા વ્યવહારુ અભિગમ અપનાવો. અમેરિકા રશિયા પાસેથી ક્રુડ ઓઈલની વધારે ખરીદી કરી તેલ બજારને નિયંત્રિત કરવા માંગે છે. અમેરિકા સસ્તા ભાવે રશિયન તેલ ખરીદે છે અને સ્થાનિક હિતોના રક્ષણ માટે યુરોપને ઊંચા ભાવે વેચે છે. આખરે તેનો શિકાર યુરોપ બની રહ્યું છે. યુરોપમાંથી નાણાં અમેરિકા જાય છે અને યુરો સામે ડોલર મજબૂત થાય છે.

રશિયન તેલ પરના પ્રતિબંધોથી અમેરિકાને સૌથી વધુ
વિશ્લેષકો કહે છે કે રશિયા-યુક્રેન સંકટ અને રશિયન તેલ પરના પ્રતિબંધોથી અમેરિકાને સૌથી વધુ ફાયદો થયો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે અમેરિકા રશિયન તેલ ખરીદીને તેના યુરોપિયન સહયોગીઓને ફસાવી રહ્યું છે. અન્ય દેશોને રશિયન તેલ ખરીદવાની મનાઈ કરીને તે રશિયા પાસેથી જ ક્રુડ ઓઈલ ખરીદે છે અને પછી તે યુરોપિયન દેશોને ઊંચા ભાવે આપે છે.

રશિયાએ પણ પ્રતિબંધો વચ્ચે ભારતને રાહત દરે ક્રૂડ ઓઈલ ઓફર કર્યું છે. ભારત રશિયા પાસેથી ક્રુડ ઓઈલ લેવાનું પણ વિચારી રહ્યું છે. અમેરિકાએ અંગે ભારતને ધમકી અપાઈ હતી. અમેરિકાએ કહ્યું હતું કે તમામ દેશોને અમારો સંદેશ છે કે તેઓ અમેરિકા દ્વારા લગાવવામાં આવેલા પ્રતિબંધોનું પાલન કરે. જો કે આ મામલે ભારતે પણ અમેરિકાની ધમકીથી ગભરાઈ નહીં જતા વળતો તીખો જવાબ આપ્યો છે. ભારતે કહ્યું કે, જે દેશો પાસે તેલના ભંડાર છે તેઓ અમને ઉપદેશ આપવાનો પ્રયાસ નહીં કરે.

Most Popular

To Top