Entertainment

ફિલ્મની સફળતાની ખુશીમાં RRRના આ અભિનેતાએ 35 ક્રૂ મેમ્બરોને સોનાના સિક્કા ભેટ કર્યા

મુંબઇ: અભિનેતા રામચરણની (Ram Charan) તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ આરઆરઆર (RRR) બોક્સ ઓફિસમાં ધમાલ મચાવી રહી છે. આ ફિલ્મે અત્યાર સુધીમાં લગભગ 900 કરોડથી વધુની કમાણી કરી બીજી બધી ફિલ્મોને કમાણીમાં પાછળ છોડી દીધી છે. ફિલ્મ હજુ પણ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે. આ ફિલ્મ માત્ર ભારતમાં જ નહીં પરંતુ વર્લ્ડ વાઈડ બોક્સ ઓફિસમાંથી કલેક્શન કરી રહી છે. ફિલ્મની આ સફળતાને જોઈ તેના મેકર્સ અને તેના અભિનેતાઓ ખૂબ ખુશ થઈ રહ્યા છે. તેવામાં રામચરણે તેની આ ખુશી આરઆરઆરના ટીમ મેમ્બરો (ક્રૂ મેમ્બરો) સાથે માનવી છે. તેમને ક્રૂ મેમ્બરો (Crew members) સાથે જે રીતે આ ખુશીની ઉજવણી કરી તેની કોઈએ કલ્પના પણ કરી ન હતી. ઉત્સાહિત રામચરણે ફિલ્મની ટીમને ખાસ સોનાના સિક્કા આપ્યા છે.

  • રામ ચરણે રવિવારે તેમના ક્રૂ મેમ્બરોને ઘરે બોલાવ્યા હતા
  • 35 ક્રૂ મેમ્બરોને સોનાના સિક્કા ભેટમાં કર્યા
  • આ સિક્કાઓને ખાસ રીતે બનાવવામાં આવ્યા છે

રામચરણે આ ભેટ (Gifts) આપવા માટે રવિવારે તેમના ક્રૂ સભ્યોને તેમના ઘરે બોલાવ્યા હતા. જેમાં કેમેરામેન, સિનેમેટોગ્રાફર, સ્ટંટ આસિસ્ટન્ટસ, પ્રોડક્શન મેનેજર્સ, સ્ટીલ ફોટોગ્રાફર, ડિરેક્શન ડિપાર્ટમેન્ટ, એકાઉન્ટ્સ સહિતના ડિપાર્ટમેન્ટના હેડ આવ્યા હતા. તેઓને નાસ્તો કરાવ્યો અને પછી બધા ક્રૂ સભ્યોને એક મીઠાઇના બોક્સ સાથે 10 ગ્રામના સોનાના સિક્કા આપ્યા. તેમનું માનવું છે કે કોઈ પણ ફિલ્મની સફળતા પાછળ તેના ક્રૂના સભ્યોનો પણ મોટો હાથ હોય છે. તેમ આરઆરઆરની સફળતામાં ક્રૂ સભ્યોનો પણ મોટો હાથ છે અને તેથી જ તેમની મહેનતને સલામ કરીને રામચરણે આરઆરઆરના 35 ક્રૂ સભ્યોને 18 લાખના સોનાના સિક્કા (Gold coins) ભેટ કર્યા. રસપ્રદ વાત એ છે કે આ સિક્કાઓને ખાસ કરીને બનાવવામાં આવ્યા છે. તેમાં એક તરફ રામચરણનું નામ છે અને બીજી તરફ આરઆરઆરનું નામવાળું ચિહ્ન બનેલું છે.

આરઆરઆરની ટીમને મળ્યા બાદ રામચરણ ચાર્ટર ફ્લાઇટમાં મુંબઈ આવ્યા હતા. ત્યાં તે મુંબઈના ગેટી ગેલેક્સી થિયેટરમાં તેમના ચાહકોને મળ્યા હતા. રામચરણના વર્કફ્રન્ટની વાત કરીએ તો તે હવે તેમના પિતા ચિરંજીવી સાથે ફિલ્મ આચાર્યમાં કામ કરી રહ્યા છે. આ ઉપરાંત તે શંકરની મેગા બજેટ ફિલ્મ સંક્રાંતિમાં પણ જોવા મળશે.

Most Popular

To Top