કોરોના ની ત્રીજી લહેર અને પ્રજા

આપણે જેના માટે વિચારતા હતા તે કોરોના ની ત્રીજી લહેર આવી ગઈ અને તેનું સામ્રાજ્ય જમાવવા માંડ્યું છે આજે કોરોના ના કેસોની સંખ્યા પહેલી અને બીજી લહેર કરતા ખૂબ જ ઝડપથી‌ ખૂબ વધે છે કોરોના નુ સંક્રમણ ઝડપથી થઈ રહ્યો છે સરકારે તો તેમણે કરવાનું હતું તે કરી દીધું નવી ગાઇડલાઇન આપી કર્ફ્યુ વધાર્યો કાયદા કાનુન બનાવ્યા પ્રજા માટે હોસ્પિટલોમાં સગવડો વધારી ઉકાળા આપવાનું વિચાર્યું પણ આપણે આપણા માટે શું કર્યું શું પ્રથમ અને બીજી લહેર ગુમાવેલું બધું જ ભૂલી ગયા તમારા સ્વજનો અને પરિવાર માટે પણ તમે સુરક્ષિત રહેવા પ્રયત્ન કરો હવે સમય એવો આવી ગયો છે કે તમારુ રક્ષણ તમારે જાતે જ કરવાનું છે સરકારી કાયદા કાનુન નું સંપૂર્ણ પાલન કરવાનું છે અને બીજાઓ પાસે કરાવવાનું છે.

તો સુરક્ષા સાથે સમાજ સેવાનું એક કાર્ય પણ થશે અત્યારે તો આપણા રક્ષણ માટે ઘડેલા કાયદાનું પાલન કરાવવા માટે સરકારે શિક્ષાત્મક કડક પગલા લેવા પડે છે તે આપણા માટે કેટલી શરમ જનક વાત છે જો તમે એક શિક્ષિત અને જવાબદાર નાગરિક હો તો તમે માસ્ક પહેરો અને બીજાને માસ્ક પહેરવાની સલાહ આપો તમે માસ્ક વગરની વ્યક્તિ પાસે દૂરથી જ વાત કરો તેથી તે સમજી જશે ભીડભાડ ઉભી ન કરો અને ભીડભાડવાળી જગ્યાએ જવાનું ટાળો જેથી તમે સુરક્ષિત રહેશો અને બીજાને પણ રાખશો વેક્સિન ની જરૂર નથી એમ વિચારી ઘણાએ વેક્સિન મુકાવી નથી લોકો કહે છે કે બે ડોઝ વેક્સિન ના લેવા છતાં કોરોના થયો છે એ વાત સાચી હોય શકે પણ વેક્સિન ના કારણે તેની ગંભીરતા ઓછી થઈ ગઈ છે તે પણ સત્ય છે મિત્રો આપણે સૌ કાયદાનું પાલન કરી બીજાને ઉદાહરણરૂપ બનીને સુરક્ષા સાથે સમાજસેવાનું કાર્ય કરીએ નહીં તો તેના ગંભીર પરિણામો માટે આપણે તૈયાર રહેવું પડશે અને તે માટે માત્ર આપણે જ જવાબદાર હોઈશું.
સુરત      – નીરૂબેન બી શાહ   – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top