વિકાસ, ગજવાની નિકાસ

ફર્લગસ્ટેન એટલે રેલવેની પરિભાષામાં જયાં ટ્રેનની અવરજવર લાલ લીલી ઝંડી (ફલેગ) દ્વારા થાય તે અહીં વાત કરવી છે. રિડેવલપ સ્ટેશનોની. આવા સ્ટેશનો પર ટ્રેનમાં બેસવા, ઉતરવાની ફી લેવાશે! સબકા સાથ સબકા વિકાસ અને ગજવાની નિકાસ! એક સમાચાર પ્રમાણે સ્ટેશન ડેવલપમેન્ટ ફી વસૂલ કરવાની યોજના ભારતીય રેલવે બનાવી રહી છે. જે પ્રવાસના વર્ગ પર આધારિત રહેશે. અંદાજે એસી માટે રૂા. 50, સ્લીપર કલાસ માટે રૂા. 25 અને અનારક્ષિત વર્ગ માટે રૂા. 10 હશે. વળી નામ સ્ટેશન વિકાસ શુલ્ક આપવામાં આવ્યું. દરરોજ આવ જા કરતા મુસાફરો, મધ્યમ વર્ગનું ગળુ ઘૂંટાઇ જશે. ગાંધીનગર રેલવે સ્ટેશન આ રીતે વિકસીત થયું છે. તદઉપરાંત જીએસટી સુધ્ધા ઉમેરાશે. એક નાનકડી રાહત દેખાય તે ઉપનગરીય ટ્રેનોમાં આ ફી વસુલ નહિ કરાય. કાશી વિશ્વનાથ મંદિરમાં દર્શનાર્થીઓને મોકળાસ કરી આપવામાં આવી ત્યાં મોકળાસ દર ભવિષ્યમાં આવે તો નવાઇ નહિ. આવા તો અનેક ક્ષેત્રો ગણાવી શકાય. આમજનતાને રાહત તો કયાંથી મળે. ખીસ્સા જ ખંખેરી લેવાય.
સુરત              – કુમુદભાઇ બક્ષી  – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top