એવી કલમનો શો ફાયદો જેનું પાલન જ ન થતું હોય?

છેલ્લા કેટલાક સમયથી સુરત શહેરમાં ઘોડા વેગથી વધતા કોરોના પર કાબુ મેળવવા માટેના જરૂરી પગલાપૈકી એક એવી કલમ 144 શહેરમાં લાગુ પાડવામાં આવી અને એ માટે જાહેરનામુ પણ બહાર પાડવામાં આવ્યું જે અનુસાર કોઇ પણ સ્થળે ચાર કે તેથી વધુ વ્યકિતઓ ભેગા થઇ શકે નહિ અને આ કલમનો ભંગ કરનાર સામે શિક્ષાત્મક અને દંડાત્મક પગલા લેવાશે? હવે પ્રશ્ન એ ઉપસ્થિત થાય છે કે શું આ કલમનું પાલન યોગ્ય રીતે થાય છે ખરું? સુરતમાં બજારો, મોલો, ચા નાસ્તાની લારીઓ અને બીજા અનેક સ્થળોએ આ કલમનો સીધે સીધો ભંગ થતો જોવા મળે છે તો પછી આ કલમનો કોઇ અર્થ કે ફાયદો છે ખરો? આ માટે સત્તાધીશોએ કલમ લગાડયાપછી તેનો કડક અને નિયમ મુજબ અમલ થાય એ માટે જરૂરી પગલા લઇ જરૂરી કાર્યવાહી કરવી જોઇએ. જેથી સાચા અર્થમાં જનહિતમાં આ કલમનો કઇ અંશે ફાયદો થાય.
સુરત                   – રાજુ રાવલ           – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top