મોબાઇલ કંપનીનો 28 દિવસનો મહિનો?!

તમે કોઇ પણ કંપનીનો સીમ કાર્ડ ધરાવતા હોવ એ મહિનાની વ્યાખ્યા છેલ્લી તારીખ સુધી નહીં પણ 28 દિવસ (ચાર અઠવાડિયા)નો ટ્રાયે સીમકાર્ડની કંપનીઓના લાભાર્થે કરી દીધો છે જેથી ગ્રાહકે દર મહિનાને 2 કે 3 દિવસ વહેલો પોતાનો સીમ રીચાર્જ કરવો પડે. દરેક કંપની ભારતમાં જ લાખો ગ્રાહકો ધરાવે છે ત્યારે આ બે કે ત્રણ દિવસનો ટ્રાય દ્વારા જે લાભ કરી આપવામાં ગ્રાહકોના ભોગે તેની રકમ દર મહિને વધારાના કરોડો રૂપિયાસીમ કાર્ડ કું.ઓને કરી આપે છે. આ માટે ગ્રાહક સુરક્ષાની સેવા કરતી સરકારી કે બીન સરકારી (એનજીઓ) પણ ચૂપ રહી ગ્રાહકોનું શોષણ થતુ વરસોથી જોયા કરે છે ત્યારે તેમની ફરજ બને છે કે 28 દિવસ કે ચાર અઠવાડીયા નહીં પણ જે તે મહિનો છેલ્લો દિવસ. ત્રીસ કે એકત્રીસ પ્રમાણે જ રીચાર્જની સેવાનો લાભ મળવો જોઇએ. રાજકીય મોવડીઓ પણ આ બાબતે જાગૃત થાય અને તેમના મતદાતાઓના લાભાર્થે આ સક્રિય થાય તે સમયની માંગ છે.
સુરત                   – પરેશ ભાટિયા        – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top