Business

આપણા જીવનના પારસમણી

એક દિવસ એક યુવાન એક સંત પાસે આવ્યો અને કહ્યું, ‘બાપજી, સાંભળ્યું છે કે આપની પાસે ઘણી સિધ્ધી છે.’સંત માત્ર હસ્યા.યુવાન આગળ બોલ્યો, ‘બાપજી, મને જલ્દી જલ્દી સફળ થવું છે બહુ પૈસા કમાવા છે અને તે પણ એકદમ ઓછા સમયમાં તો આપ મારી મદદ કરો.’ સંત બોલ્યા, ‘સારી વાત છે, પણ એમાં હું શું મદદ શકું?? ‘યુવાન ધીમેથી અચકાતા અચકાતા બોલ્યો, ‘બાપજી, મેં સાંભળ્યું છે કે આપની પાસે એક અમુલ્ય પારસમણી છે જે લોખંડને પણ સોનું બનાવી શકે છે.મારી તમને વિનંતી છે કે વધુ નહિ માત્ર એક દિવસ માટે મને તે પારસમણી આપો.’

સંત હસ્યા અને બોલ્યા, ‘વત્સ તારી માહિતી ખોટી છે ….’યુવાનને થયું સંતને પારસમણી આપવો નથી એટલે ટાળવા એમ કહેતા હશે તે વચ્ચે જ બોલી ઉઠ્ય, ‘ના ના બાપજી બધા જ કહે છે તમારી પાસ પારસમણી છે જ…હું બહુ આશા સાથે આવ્યો છું આપ ના નહિ પાડતાં.’ સંત બોલ્યા, ‘યુવાન જરા શાંત ,હું એમ કહું છું કે મારી પાસે એક નહિ ચાર પારસમણી છે.અને તે હું કોઈને પણ આપવા તૈયાર જ છું.’ યુવાને રાજી રાજી થઈને સંત પાસે દોડી જઈને કહ્યું, ‘બાપજી મને એક પારસમણી હમણાં જ આપો આપણો ખુબ ખુબ આભાર.’ સંત બોલ્યા, ‘જો યુવાન મારી પાસે ચાર પારસમણી છે તને જે ગમે તું લઇ શકે છે.’યુવાનને થયું હમણાં સંત ઉભા થઈ કોઈ છુપી તિજોરીમાંથી પારસમણી કાઢશે.’પણ સંત ઉભા ન થયા.

યુવાન રાહ જોઈ રહ્યો હતો.સંત બોલ્યા, ‘યુવાન સાંભળ સૌથી પહેલો પારસમણી છે ‘મારો પ્રભુ’— જો પ્રભુ ભક્તિનો સ્પર્શ થી જાય તો જીવન આખું કંચન બની જાય છે.બીજો પારસમણી છે ‘સાચી પ્રાર્થના’સાચી પ્રાર્થના એવો પારસમણી છે જેમાં કોઈ માંગણી નથી માત્ર ભક્તિ છે તેવી પર્ર્થના આપણા સમગ્ર શરીરમાં પ્રભુની શક્તિનો સ્પર્શ કરાવે છે અને તેવી તાકાત આપે છે કે તમે દરેક પરિસ્થિતિ પલટાવી શકો છો.’ત્રીજો પારસમણી છે ‘આશા’આ આશાનો પારસમણી કોઇપણ મુશ્કેલીઓ પાર કરવાની શક્તિ અને પ્રેરણા આપી જીવનમાં આગળ વધારે છે.ચોથો પારસમણી છે ‘ઉત્સાહ’જેના સ્પર્શથી તમે કોઈપણ કાર્ય પાર પાડી શકો છો.’ યુવાન સંતને ધ્યાનથી સાંભળી રહ્યો હતો.સંત બોલ્યા, ‘યુવાન,તું એક નહિ આ ચારે પારસમણી લઇ જઈ શકે છે અને સદા તારી સાથે રાખી શકે છે.અને તેનાથી તારું જીવન ચોક્કસ બદલાઈ જશે.’યુવાન ખુશ થતો ચાર પારસમણી લઇ ઘરે ગયો.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top