Sports

સૌથી મોંઘા ખેલાડી મોરિસે રાજસ્થાન રોયલ્સને દિલ્હી કેપિટલ્સ સામે મેચ જીતાડી

મુંબઇ : ઇન્ડિયન પ્રીમિયર લીગ (ipl)ની આજે અહીં રમાયેલી 7મી મેચમાં શરૂઆતમાં જ જયદેવ ઉનડકટ દ્વારા અપાયેલા ઝાટકાઓ પછી દિલ્હી કેપિટલ્સ(Delhi capitals)ની ટીમે ઋષભ પંતની અર્ધસદીની મદદથી મુકેલા 148 રનના લક્ષ્યાંક સામે રાજસ્થાન રોયલ્સ
લક્ષ્યાંક કબજે કરવા માટે મેદાનમાં ઉતરેલી રાજસ્થાન રોયલ્સ(rajsthan royals)ની શરૂઆત ખરાબ રહી હતી,

અને માત્ર 17 રનના સ્કોર પર તેમણે કેપ્ટન સંજૂ સેમસન અને બટલર સહિત ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી. તે પછી 42 રનના સ્કોર પર તેમની અડધી ટીમ પેવેલિયન ભેગી થઇ ગઇ હતી. ડેવિડ મિલરે તે પછી 19 રન કરનારા રાહુલ તિવેટિયા સાથે 48 રનની ભાગીદારી કરી હતી. મિલર 43 બોલમાં 7 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી 62 રન કરીને આઉટ થયો હતો અને 16મી ઓવરના પાંચમા બોલે રાજસ્થાનનો સ્કોર 7 વિકેટે 104 થયો હતો. તે પછી ક્રિસ મોરિસે 19મી ઓવરમાં 2 છગ્ગા સાથે 15 રન લીધા હતા અને અંતિમ ઓવરમાં તેમણે 12 રન કરવાના આવ્યા હતા અને ક્રિસ મોરિસે ચોથા બોલે પોતાની ટીમને જીતાડી દીધી હતી.

ટોસ હારીને પહેલા બેટિંગ કરવા ઉતરેલી દિલ્હી કેપિટલ્સની ટીમને જયદેવ ઉનડકટે શરૂઆતમાં જ બે મોટા ઝાટકા આપીને બંને ઓપનરને પેવેલિયન ભેગા કર્યા હતા. પૃથ્વી 2 જ્યારે ધવન 9 રન કરીને આઉટ થયા હતા. તે પછી ઉનડકટે રહાણેને આઉટ કરીને ત્રીજી વિકેટ લીધી હતી. સ્ટોઇનિશ ખાતુ ખોલાવે તે પહેલા મુસ્તફિઝુરના સ્લો બોલનો શિકાર બન્યો હતો. કેપ્ટન પંતે 30 બોલમાં પોતાની અર્ધસદી પુરી કરી હતી, પણ તે એક સિંગલ લેવના પ્રયાસમાં રન આઉટ થયો હતો. લલિત યાદવ પોતાની ડેબ્યુ મેચમાં 20 રન કરીને આઉટ થયો હતો. તે પછી ટોમ કરેન અને ક્રિસ વોક્સે 28 રનની ભાગીદારી કરી હતી. કરેન 21 રન કરીને આઉટ થયો હતો. તે પછી વોક્સ 15 અને રબાડા 9 રને નોટઆઉટ રહ્યા હતા અને દિલ્હી કેપિટલ્સે 20 ઓવરમાં 8 વિકેટે 147 રન બનાવ્યા હતા. ઉનડકટની 3 ઉપરાંત મુસ્તફિઝુરની 2 અને ક્રિસ મોરિસની એક વિકેટ હતી.

Most Popular

To Top