Charchapatra

મોબાઈલનું ઘેલું

મોબાઈલનું નામ પડે એટલે સૌ પ્રથમ આંગળી બાળકો પર અને યુવાવર્ગ તરફ જ ચીંધાય પણ ના આવું નથી. હવે તો વડીલોને પણ મોબાઈલનું ઘેલું લાગ્યું છે. ફક્ત શહેરનાં જ નહીં ગામડામાં રહેતાં વૃધ્ધો પણ મોબાઈલનો ઉપયોગ કરતા જોવા મળે છે. સવારમાં વડીલો ભગવાનના પૂજા પાઠ કર્યા પછી તરત જ મોબાઈલ હાથમાં લેશે. ન જાણે કેમ ભગવાને એમના મોબાઈલ પર ઓટીપી ન મોકલ્યો હોય! ફક્ત વડીલો જ નહીં, આપણા ઘરે આવતી કામવાળી બાઈ, ફેરિયાઓ પણ આમાંથી બાકાત નથી. અરે, મંદિરમાં પૂજારીને પણ તમે જોશો તો પાસે મોબાઈલ રાખીને ધાર્મિક ક્રિયા કરાવતા હશે. વડીલોને મોબાઈલમાં ટેકનોલોજીની પૂરી સમજ ન હોવાને કારણે અને સ્ક્રીન પર વધુ સમય વિતાવવાને કારણે ઓનલાઈન છેતરપિંડી અને ડિજિટલ એરેસ્ટ જેવા સાઈબર ક્રાઈમનો સૌથી સરળ શિકાર બની રહ્યાં છે.   
સુરત     – શીલા સુભાષ ભટ્ટ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે

Most Popular

To Top