Charchapatra

હોર્મુઝ સામુદ્રધુની ખોલાવવી જ જોઇએ

એક મહિનાથી પણ વધુ સમયથી ઇઝરાયેલ અને અમેરિકા સાથે મળીને ઇરાન ઉપર હુમલાઓ કરી રહ્યા છે. તો વળતો પ્રહાર કરીને ઇરાન, ઇઝરાયેલ ઉપર મિસાઇલ વર્ષા કરી રહ્યું છે. એટલુ જ નહિ બહેરીન, કુવેત, અબુધાબી, દુબઇ તથા દોહા-કતાર જેવા રાષ્ટ્રોની ભૂમિ ઉપર આવેલા અમેરિકી લશ્કરી થાણાંઓ ઉપર પણ ઇરાન મિસાઇલ હુમલા કરી રહ્યું છે. અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના ઉલટ પુલટ બયાનોથી યુધ્ધની પરિસ્થિતિ વધુ ગુંચવાતી જાય છે. આ યુધ્ધના ખેલ દરમ્યાન ઇરાને હોર્મુઝ સામુદ્રધૂનીમાંથી પસાર થતા જહાજો ઉપર પાબંદી લગાવી દીધી છે.

પરિણામે દુનિયાનો 20 થી 30 ટકા વ્યાપાર અટકી પડયો છે. ખાસ કરીને પેટ્રોલિયમ પેદાશોની ખોટ, બધા જ રાષ્ટ્રો સહન કરી રહ્યા છે. હોર્મુઝ ખાડી ઉપરનું ઇરાનનું નિયંત્રણ ઝડપથી દૂર થાય એ માટે નાટો દેશો, બ્રીકસ દેશો, યુએઇ દેશો તથા સાર્ક દેશોએ ભેગા મળીને ઇરાન ઉપર કોઇ પણ ભોગે દબાણ લાદવું જોઇએ. જો કે હેમણાં દુનિયાના 35 દેશો સાથે ભારત પણ જોડાશે અને હોર્મુઝ ખાડી ખોલવા બાબતે ઇરાન ઉપર પ્રેસર લાવશે. ટૂંકમાં હોર્મુઝ સામુદ્રધૂની ઇરાનની પકડમાંથી મુકત થવી જ જોઇએ. જેથી દરિયાઇ વેપાર ચાલુ રહે.
સુરત              – બાબુભાઇ નાઇ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે

Most Popular

To Top