Vadodara

માં જગદંબાની આરાધનાનો છેલ્લો દિવસ-કાલે દશેરા પર્વની ઉજવણી

વડોદરા, તા. 22

નવલા નોરતાનો આજે અંતિમ દિવસ. આઠ દિવસ સુધી માતાજીની આરાધના કરી ખેલૈયાઓ આજે અંતિમ દિવસે મન મૂકીને ગરબે ઘૂમશે. અને પછી આવતા વર્ષે સુધી નવરાત્રીની રાહ જોશે. આ વર્ષની નવરાત્રિને યાદગાર બનાવવા માટે યુવાધને આજના અંતિમ દિવસને વિશેષ બનાવવાનું પણ આયોજન કરી જ દીધું હશે. અને આજે ખેલૈયાઓ થાક્યા વગર માતાજીની આરાધનામાં લિન બની જશે.  માં આદ્ય શક્તિની આરાધનાના પર્વ નવરાત્રીની શહેરીજનોએ ઉલ્લાસભેર ઉજવણી કરી છે. ત્યારે આજે નવરાત્રીનો અંતિમ દિવસ છે.

આઠ દિવસ સુધી ગરબે ઘૂમી માતાજીની આરાધના કરી ખેલૈયાઓ ઉત્સાહિત  થયા છે ત્યારે આજે અંતિમ દિવસે પણ ખેલૈયાઓ મન મૂકીને ગરબે ઘૂમી આ વર્ષની નવરાત્રિને યાદગાર બનાવશે. હાલમાં સોશયલ મીડિયાનો ક્રેઝ છે જેથી રોજેરોજ ખેલીયાયાઓએ પોતાના વિવિધ પોશાકો સાથેના ફોટો અપલોડ તો કર્યા  જ છે પરંતુ આજે અંતિમ દિવસે સોશ્યલ મીડિયા ઉભરાઈ જશે. આજે વિવિધ ગરબા ગ્રાઉન્ડ ખાતે થોડા મોડા સુધી ગરબા રમાડવામાં આવશે. આમેય આ વર્ષે સમયની પાબંધીમાંથી મુક્તિ  આપવામાં આવી હતી જેના કારણે ખેલૈયાઓને મોજ પડી ગઈ છે. ત્યારે આજે અંતિમ દિવસે યુવાધન હિલોળે ચઢશે અને મન મૂકીને ગરબે ખેલશે. કેટલાક તો દશેરાના સવારે ફાફડા જલેબીની લિજ્જત માણીને જ ઘરે જશે.

પ્રતાપ નગર પોલીસ હેડ ક્વાર્ટર ખાતે ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ ગરબાની મોજ માણી
વડોદરા શહેર પોલીસ પરીવાર તરફથી નવરાત્રી નિમિત્તે પોલીસ હેડકવાર્ટર ખાતે નવ દિવસીય ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં રાજ્યના ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી ઉપસ્થિત રહ્યા હતા અને આ ગરબા પ્રસંગમાં મેયર પિન્કી સોની ધારાસભ્ય કેયુર રોકડિયા,ધારાસભ્ય મનીષા વકીલ તથા ચૈતન્ય દેસાઈ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રી, વડોદરા ભાજપ પ્રમુખ વિજય શાહ, પૂર્વ મેયર ભરત ડાંગર તથા રાજકીય આગેવાનો અને વડોદરા શહેરના 300 જેટલા લોકરક્ષક તાલીમાર્થીઓ, ટ્રાફિક બ્રિગેડના 130 તાલીમાર્થીઓ, PTS લાલબાગ તાલીમ સેન્ટરના 150 જેટલા લોકરક્ષક તાલીમાર્થીઓ તેમજ અન્ય 300 જેટલા પોલીસ અધિકારી/કર્મચારીઓ અને તેઓના પરીવારજનોને ગૃહરાજ્યમંત્રી તરફથી નવરાત્રીની હાર્દિક શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.

ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીની શિશુ ગરબા મહોત્સવમાં હાજરી
વડોદરા : વડોદરા ની નવરાત્રી જગવિખ્યાત છે ત્યારે આ નવરાત્રી નિહાળવા માતાજી ના દર્શન કરવા ગુજરાત સરકાર ના ગૃહ રાજ્યમંત્રી અને વડોદરાના પ્રભારીમંત્રી હર્ષ સંઘવી વડોદરા આવ્યા હતાં.સુભાનપુરા વિસ્તારના ઝાંસી કી રાની મેદાન ખાતે જય સાંઇનાથ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ આયોજિત શિશુ ગરબા મહોત્સવમાંના ગરબા ખેલૈયાઓને મળવા અને માતાજીના દર્શન કરવા માટે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી શિશુ ગરબા ગ્રાઉન્ડ ખાતે પહોંચ્યા હતા.ઢોલના વાદન અને પુષ્પ વર્ષા સાથે હર્ષ સંઘવીનું સ્વાગત ગરબા આયોજક રાજેશ આયરે,રોનક આયરે ,યુવા કોર્પોરેટર શ્રીરંગ આયરે એ કર્યું હતું.શ્રીરંગ આયરે હર્ષ સંઘવી ને ભગવો ખેસ પહેરાવી આવકાર્યા બાદ પૂર્ણિમાબેન આયરે કુમકુમ તિલક કરી આરતી ઉતારી આંગણે આવેલા અતિથિ નું સ્વાગત કર્યું હતું.

હર્ષ સંઘવીએ ગરબા નિહાળ્યા હતા અને જય સાંઇનાથ એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટની ટીમનું સ્વાગત બહુમાન સ્વીકાર્યું હતું વિશાળ મેનફિટ હાર થી હર્ષ સંઘવીનું સ્વાગત કરાયું હતું અને યાદગીરીના ભાગરૂપે મોમેન્ટો અને માતાજીની છબી આપી તેમનો અભિવાદન કરાયું હતું.આ તબક્કે વડોદરાના સાંસદ રંજનબેન ભટ્ટ, ભારતીય જનતા પાર્ટીના વડોદરા મહાનગર અધ્યક્ષ ડોક્ટર વિજય શાહ, મેયર પિન્કીબેન સોની,ધારાસભ્ય કેયુર રોકડિયા મનિષાબેન વકીલ ભાજપ શહેર સંગઠન તેમજ વોર્ડ સંગઠનની ટીમના મહાનુભાવો હજાર રહ્યાં હતાં.

હર્ષ સંઘવી ગરબા આયોજન ને જોઈને અભિભૂત થઈ ગયા હતા તેમણે જય સાઈનાથ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટની ટીમને આ માટે અભિનંદન આપ્યા હતા તે બાદ હર્ષ સંઘવી તમામ મહાનુભાવો સાથે અન્ય ગરબા મહોત્સવમાં હાજરી આપવા શિશુ ગરબા ગ્રાઉન્ડ ખાતેથી રવાના થયાં હતા. યુવા અને સાંસ્કૃતિક વિભાગ સાથે ગૃહ વિભાગની જવાબદારી નિભાવતા યુવા મંત્રી હર્ષ સંઘવીએ શિશુ ગરબા ખાતે આવી સૌ સ્વયંસેવકોનો ઉત્સાહ વધારી તેમને પ્રોત્સાહન પૂરું પાડવા બદલ આયોજક રાજેશ આયરે અને યુવા કોર્પોરેટર શ્રીરંગ આયરે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી નો આભાર વ્યક્ત કર્યો હતો.આ સિવાય તેમણે શહેરના અન્ય ગરબા મહોત્સવની પણ મુલાકાત લીધી હતી.

Most Popular

To Top