SURAT

અંબાનગરનો 13 વર્ષનો આદિત્ય ડેન્ગ્યુ સામેની લડાઈ હારી ગયો

સુરત(Surat) : શહેરમાં વધતા જતા ડેન્ગ્યુના (Dengue) કેસોમાં વધુ એક તરૂણ વિદ્યાર્થીનું (Student) મોત (Death) નીપજ્યું હતું. 13 વર્ષીય આદિત્ય એક સપ્તાહથી ડેન્ગ્યુની સારવાર લઈ રહ્યો હતો. માસુમ આદિત્ય ભટારની વિદ્યાભારતી હિન્દી વિદ્યાલયમાં (VidhyaBhartiHindiVidhyalay) ધો.7માં અભ્યાસ કરતો હતો. ખાનગી હોસ્પિટલમાં સારવાર કરાવ્યા બાદ આદિત્યને વધુ સારવાર માટે શનિવારે સવારે સિવિલમાં ખસેડાયો હતો. જ્યાં ટૂંકી સારવાર બાદ આદિત્યનું મોત થયું હતું.

  • સુરત ડેન્ગ્યુમાં તરૂણનું મોત, 13 વર્ષીય તરુણનું સારવાર દરમિયાન મોત
  • એક સપ્તાહથી સારવાર લઈ રહ્યો હતો, આદિત્ય ભટારની વિદ્યાભારતી હિન્દી વિદ્યાલયમાં ધો.7માં અભ્યાસ કરતો હતો
  • ખાનગી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી, વધુ સારવાર માટે શનિવારે સવારે નવી સિવિલમાં ખસેડાયો હતો, જ્યાં ટૂંકી સારવાર બાદ સાંજે મોત થયું હતું

મૃત બાળકના પરિવારે જણાવ્યું હતું કે તેઓ અંબાનગર ખાતે રહે છે અને ફરસાણના ડિસ્ટ્રીબ્યુટરને ત્યાં ટેમ્પો ચલાવી પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા છે. આદિત્ય એક સપ્તાહથી ડેન્ગ્યુની બીમારીમાં સપડાયો હતો. ખાનગી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. વધુ સારવાર માટે શનિવારે સવારે નવી સિવિલમાં ખસેડાયો હતો. જ્યાં ઓક્સિજન બાદ વેન્ટિલેટર પર મૂકી દેવાયો હતો. પ્લેટલેટ્સ ખૂબ જ ઓછા થઈ ગયા હતા. સાંજે તેનું મોત થઇ ગયું હતું.

આદિત્યના મોતની જાણ ખટોદરા પોલીસને કરાતા તેઓ સિવિલ દોડી આવી હતી. આદિત્યના મોતનું ચોક્કસ કારણ જાણવા પોસ્ટ મોર્ટમની કાર્યવાહી હાથ ધરાઈ હતી. આદિત્ય પરિવારમાં એકનો એક દીકરો હતો. જેથી પરિવાર સહિત આસપાસની સોસાયટીના લોકો અને શાળામાં પણ શોકની લાગણી ફેલાઈ ગઈ હતી.

Most Popular

To Top