Entertainment

ધ કાશ્મીર ફાઇલ્સના ડાયરેક્ટર લતા દીદી પાસે એક ગીત રેકોર્ડ કરાવવાના હતા પણ..

મુંબઈ: કાશ્મીરી પંડિતો પર બનેલી ફિલ્મ ‘ધ કાશ્મીરી ફાઇલ્સ’ (The Kashmir Files) જોઈને તમામ દેશવાસીઓની લાગણી જાગી છે. આ ફિલ્મ 90ના દાયકામાં કાશ્મીર પર થયેલા અત્યાચારો પર બનાવવામાં આવી છે. ફિલ્મના (Film) ડાયરેક્ટર વિવેક અગ્નિહોત્રીના (Vivek Agnihotri) દરેક જગ્યાએ વખાણ થઈ રહ્યા છે. આ ફિલ્મને ઘણા રાજ્યોમાં ટેક્સ ફ્રી (Tax free) પણ કરવામાં આવી છે. બોક્સ ઓફિસ પર ફિલ્મની કમાણી ધમાકેદાર છે. આ ફિલ્મ આમ તો સફળ થઈ પરંતુ તેના દિગ્દર્શક વિવેક અગ્નિહોત્રીને એક વાત માટે ખૂબ જ અફસોસ છે. તેમને હંમેશા માટે અફસોસ રહી ગયો કે તેમણે સ્વ. લતા દીદી (Lata Didi) પાસે પોતાની ફિલ્મ માટે એક ગીત રેકોર્ડ (Song record) કરાવવા માંગતા હતા.

વિવેક અગ્નિહોત્રીએ કહ્યું કે ફિલ્મનું કન્ટેન્ટ એટલું જોરદાર છે કે તેમાં કોઈ પણ પ્રકારનું ગીત રાખવાનો અવકાશ નથી. આવી સ્થિતિમાં અમે ફિલ્મમાં લોકગીત રાખવાનું નક્કી કર્યું હતું. અમે ઈચ્છતા હતા કે સ્વ. લતા મંગેશકરજી (Lata Mangeshkar) ફિલ્મમાં ગીત ગાય. અમે જાણતા હતા કે લતાજી હવે ગીતો ગાતા નથી અને તેઓ નિવૃત્ત થઈ ગયા છે. પરંતુ તેમ છતાં અમે તેમને વિનંતી કરી હતી., અને વિનંતી પર તે ગાવા માટે પણ સંમત થયા હતા. લતાજી મારી પત્ની પલ્લવીની ખૂબ નજીક હતા .

વિવેક અગ્નિહોત્રીએ ગીતનું વચન આપ્યું હતું કે
, “કાશ્મીર ફાઇલ્સમાં એક પણ ગીત નથી, તે એક ટ્રેજિક અને ઈપિક ડ્રામા છે પરંતુ સાથે જ આ હત્યાકાંડમાં માર્યા ગયેલા લોકોને શ્રદ્ધાંજલિ પણ છે.” મેં ફિલ્મ માટે એક કાશ્મીરી ગાયકનું લોકગીત રેકોર્ડ કર્યું હતું અને અમે ઈચ્છતા હતા કે લતા દીદી આ સોન્ગ ગાય. પરંતુ તેમણે ફિલ્મો માટે ગાવાનું બંધ કરી દીધું હતું અને નિવૃત્તિ થઈ ગયા હતા, પરંતુ અમે તેને વિનંતી કરી હતી.

લતા દીદી ફિલમમાં ગાવા માટે રાજી થઈ ગયા હતા
કહ્યું કે લતા મંગેશકજી પલ્લવી જોશીની ખૂબ નજીક હતા અને તેમણે અમારી ફિલ્મમાં ગાવા માટે સંમતિ દર્શાવી હતી. તેમણે કહ્યું હતું કે કાશ્મીર તેમના દિલના ખૂબ નજીક છે. સાથે જ તેમણે જણાવ્યું હતું કે કોવિડના કેસ ઓછા થયા બાદ તેઓ અમારી ફિલ્મમાં ગીત ગાવાના હતા. તેમના સ્વાસ્થ્યના પગલે સ્ટુડિયોમાં જવાની પરવાનગી ન હતી, તેથી અમે ફક્ત તેમના રેકોર્ડની રાહ જોતા હતા, પરંતુ તે ક્યારેય બન્યું નહીં.

બોક્સ ઓફિસ પર TKFનો ધમાલ
વિવેક અગ્નિહોત્રીએ કહ્યું કે તેમની સાથે કામ કરવું હંમેશા એક સપનું રહેશે. 1990માં કાશ્મીરી પંડિતો સાથે થયેલા અત્યાચારની કહાની વર્ણવતી ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઇલ્સ’એ બોક્સ ઓફિસ પર લગભગ 150 કરોડનું કલેક્શન કર્યું છે અને તે સતત વધી રહી છે. શરત એ છે કે હવે કોઈ પણ દિગ્દર્શક પોતાની ફિલ્મ આ ફિલ્મ સાથે રિલીઝ કરવા ઈચ્છતો નથી.

Most Popular

To Top