National

પેંગોંગ લેકમાં પેટ્રોલિંગ કરવા ભારતીય સેનાને મળશે અત્યાધુનિક હાઇ સ્પીડ બોટ

નવી દિલ્હી (New Delhi): ભારત અને ચીન સીમા (India China Face Off) પર હજી તણાવ હળવો નથી થઇ રહ્યો. લડાખમાં બે-તૃત્તીયાંશ પેંગોંગ લેક (Pangong Lake) પર ચીને કબજો જમાવી લીધો છે. ભારત પોતાની સીમામાં પેટ્રોલિંગ કરવા માટે હાઇ સ્પીડ બોડ ખરીદી રહ્યું છે. ગત શુક્રવારે ઇન્ડિયન આર્મી તરફથી જણાવવામાં આવ્યું હતું કે, તેમણે ગોવા શિપયાર્ડ લિમિટેડ સાથે એક એમઓયુ પર કરાર કર્યા છે. ત્યારબાદ હવે જલદી જ આર્મી પાસે 12 હાઇ સ્પીડ બોટ મળશે. આ બોટની મદદથી લડાખના ઊંચાઇના ક્ષેત્રોમાં પણ પેટ્રોલિંગ કરી શકશે.

12 હાઇ સ્પીડ બોટ આવનારા 5-6 મહિનામાં ભારતીય સેનાને આપવામાં આવશે. સંભાવના છે કે મે અને જૂન દરમિયાન ભારતીય સેના આ પેટ્રોલિંગ હાઇ સ્પીડ બોટનો ઉપયોગ કરી શકશે. ચીનની સેનાએ પોતાના કબજાવાળા અક્સાઇ ચીન વિસ્તારમાં પાછલા 30 દિવસોમાં મોટી સંખ્યામાં જવાનો ખડકી દીધાં છે જેને લઇને ભારતે પણ સાવધ બન્યું છે અને આ વિસ્તારમાં પેટ્રોલિંગ વધારવા માટે હાઇ સ્પીડ બોટ ખરીદવાનો નિર્ણય કર્યો છે.

ભારતીય સેનાએ થોડા દિવસો પહેલા જ એક ટ્વિટ કરીને કહ્યું હતું કે, ઊંચાઇવાળા વિસ્તારમાં સ્થિત પેંગોંગ લેક સહિત વિવિધ જળાશયોમાં પેટ્રોલિંગ માટે 12 હાઇ સ્પીડ નોકાઓ માટે સરકારી કંપની ગોવા શિપયાર્ડ લિમિટેડ સાથે કરાર પર હસ્તાક્ષર કર્યા છે. મીડિયા રિપોર્ટ પ્રમાણે આ બોટમાં મશીનગનની વ્યવસ્થા હશે. એટલું જ નહીં એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે સ્વદેશી બોટ નવી તકનીકયુક્ત હશે. આને સ્પેશિયલ સ્ટીલ અને ધાતુથી બનાવવામાં આવશે. બોટમાં આધુનિક સર્વિલાંસ અને કમ્યુનિકેશન લગાવવામાં આવશે. ચીનને ટક્કર આપી શકે તેવી સિસ્ટમ બનાવવા માટે વધારે મહેનત કરવામાં આવી રહી છે.

જણાવી દઇએ કે ગયા મહિને ભારતે પૂર્વી લદ્દાખના પેંગોંગ તળાવ (Pangong Lake) નજીક નેવીના સૌથી ખતરનાક માર્કોસ કમાન્ડો (MARCOS Commando) તેનાત કર્યા છે. માર્કોસને દાઢીવાળા ફોર્સ (Beard Force) તરીકે પણ ઓળખવામાં આવે છે. આ ક્ષેત્રમાં પહેલાથી જ એરફોર્સ (Indian Airforce) અને આર્મીના (Indian Army) પેરા સ્પેશ્યલ ફોર્સના ગરુડ કમાન્ડો (Garud Commando) હાજર છે. જો કે, પૂર્વી લદ્દાખમાં ચીન (Eastern Ladakh, India China Face off) સાથે ચાલી રહેલા તણાવને સમાપ્ત કરવા ભારત વાટાઘાટો કરી રહ્યું છે. પરંતુ ચીનની રણનીતિને ધ્યાનમાં રાખીને અહીં ભારતે પોતાના સૈન્યની તાકાતમાં વધારો કર્યો છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top