National

ભાજપના મોટા નેતાની દીકરીએ પ્રથમ પ્રયાસમાં જ પાસ કરી આઇએએસની પરીક્ષા

જયપુર: લોકસભા અધ્યક્ષ (SPEAKER) ઓમ બિરલાની નાની પુત્રી અંજલિ બિરલાને સોમવારે તેમના કોટા નિવાસસ્થાન ખાતે આનંદકારક વાતાવરણમાં ભારતીય વહીવટી સેવા (IAS ) માં પસંદ કરવામાં આવી છે. અંજલિ બિરલા તેની સફળતાનો શ્રેય તેની મોટી બહેન આકાંક્ષાને આપે છે, જે તેને સતત ભાવિ હેતુ આપતી હતી. અંજલિ બિરલાના પરિવારને તેમની પસંદગીના સમાચાર મળતાની સાથે જ બધા ખુશ થઈ ગયા હતા. પરિવારમાં ઉજવણીનું વાતાવરણ હતું. પરિવારના સભ્યોએ અંજલિ બિરલાને ફૂલહાર પહેરાવી સ્વાગત કર્યું હતું.

મહેનત થકી પ્રાપ્ત કરી સફળતા : માતા
લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાની પત્ની અને અંજલિ બિરલાની માતા અમિતા બિરલાએ પણ પુત્રીની સફળતા પર ખુશી વ્યક્ત કરી હતી. અમિતા બિરલાએ ખુશી વ્યક્ત કરી કે અંજલિએ શરૂઆતથી કંઇક અલગ કરવાનું નક્કી કર્યું હતું. અંજલિ બિરલાની પહેલીવાર જ આઈ.એ.એસ. (IAS)પરીક્ષામાં પસંદગી કરવામાં આવી હતી, આખું કુટુંબ આથી ખૂબ જ ખુશ છે. તેમણે કહ્યું કે ‘પ્રથમ સ્થાને આઈએએસ પરીક્ષામાં સફળ થવું એ તેમની મહેનતનું પરિણામ છે’.

પહેલા કોટા, પછી દિલ્હીથી ભણ્યા
નસીબ કહો કે મહેનતનું પરિણામ અંજલિ બિરલાનું પ્રાથમિક શિક્ષણ (PRIMARY EDUCATION) કોટામાં હતું. અંજલિએ અહીંની સોફિયા ગર્લ્સ સ્કૂલમાંથી 12 મા ધોરણ પાસ કર્યો હતો અને ત્યારબાદ દિલ્હીની રામજસ કોલેજમાંથી સ્નાતક થયા હતા અને આઈએએસ પરીક્ષા આપી હતી. તેમણે પ્રથમ વખતમાં જ આઈએએસ પરીક્ષામાં સફળતા પ્રાપ્ત કરીને ભારતીય વહીવટી સેવામાં જોડાવાનું પોતાનું સપનું પૂરું કર્યું છે. જેથી તેમની મહેનત સાથે નસીબે જોર કરતા તેમને આ પદવી માટે પસંદગી પ્રાપ્ત થઇ છે. ભારતીય વહીવટી સેવા થઇ પણ તેઓ પોતાના પરિવારના વિચારો લોકોમાં લઇ જવાની ઈચ્છા ધરાવે છે.

મહિલા સશક્તિકરણનું હેતુ અગ્રેસર રહેશે
મહત્વની વાત છે કે લોકસભાના આધ્યક્ષની પુત્રી વહીવટી સેવામાં જોડાય એમાં કોઈ નવાઈ તો ના હોય પણ પિતા પાસે મેળવેલા વિચારો કઈ રીતે લોકો સુધી પહોંચે એ પણ તેમના માટે એક વિકલ્પ થઇ પડશે, ત્યારે બચપણ (CHILDHOOD)થી જ પિતા સાથે સેવાકીય પ્રવૃત્તિ (SOCIAL SERVICE)થી અવગત અંજલિ પણ મહિલાઓ માટે કંઈક કરવા માંગે છે. ભારતીય વહીવટી સેવામાં જોડાવા પછી અંજલિ બિરલા મહિલા સશક્તિકરણના ક્ષેત્રમાં કામ કરવા માંગે છે. અંજલિએ કહ્યું કે તાલીમ સત્ર પૂર્ણ થયા બાદ મહિલા સશક્તિકરણના ક્ષેત્રમાં કામ કરવું તે તેમની પ્રાથમિકતા હશે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top