Vadodara

માતાજીની આરાધનાના પર્વનવરાત્રીના આગમન માટે તરવરાટ

વડોદરા: જેમ જેમ નવરાત્રી નજીક આવી રહી છે. તેમ તેમ માતાજી ની આરાધના કરવા માટે જેમાં આપણે દિપક પ્રગટવીએ છે. તેવા રગબેરંગી મનમોહક ગરબા માર્કેટ આવી ગયા છે. હવે માટી મા થી ગરબા બનાવવાના કારીગરો ની અછતના કારણે ગરબા હવે મોંઘા મળે છે. તેમ છતાં ગરબા ની ખરીદી મોટા પાયે થઇ રહી છે.નવરાત્રીના ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે વડોદરા શહેરના કુંભારવાડામાં ખાસ માટીના ગરબા બની રહ્યા છે. આ માટીના ગરબાની માઇ ભક્તો ઘરમાં દસ દિવસ માટે સ્થાપના કરશે. નવરાત્રીના બે મહિના પૂર્વથી જ માટીના ગરબા બનાવવાની શરૂઆત કરી દેવામાં આવતી હોય છે.

વડોદરા શહેરમાં આવેલ કુંભારવાડામાં રહેતા કુંભાર પરિવાર 150 વર્ષ પહેલાથી ગાયકવાડી શાસન સમયથી માટીના ગરબા બનાવી રહ્યા છે.ગરબા બનાવતા પ્રજાપતિએ જણાવ્યું હતું કે, અમારા બાપ દાદા અહીં રહેતા અને માટીના વાસણો, ગરબા વગેરે વસ્તુઓ બનાવતા હતા. દર વર્ષે નવરાત્રી પર્વને લઈ અમારા પરિવાર દ્વારા ગરબા બનાવવાની શરૂઆત કરી દેવામાં આવે છે.ગરબા બનાવવા માટે તળાવમાંથી માટીને લાવીને ગાળવી પડે છે તથા ખેતરમાંથી લાવેલી માટીથી કપ, રકાબી બનાવવામાં આવે છે.

નવરાત્રી પહેલા 60થી 70 નંગ ગરબા બની જાય છે.પરંતુ જો વરસાદ હોય તો 30-40 નંગ બને.એમે બનાવેલા માટીના ગરબા વડોદરામાં તમામ જગ્યાએ મોકલવામાં આવતા હોય છે. તદુપરાંત વડોદરા શહેર સહિત સુરત, મુંબઈ, ભરૂચ, અંકલેશ્વર, અમદાવાદ સુધી આ માટીના ગરબા એક્સપોર્ટ કરવામાં આવે છે. ગરબાના કદ પ્રમાણે ભાવ હોય છે, પરંતુ હાલમાં 50 રૂપિયાથી ગરબાની કિંમત શરૂ થાય છે. જેને વેપારીઓ લઈ જઈ અને મઢાવીને 200 – 300 રૂપિયે વેચતા હોય છે.માટીના ગરબામાં માતાજીનો દીવો મુકવામાં આવતો હોય છે.

Most Popular

To Top