Vadodara

શહેરે કેસરિયો ધારણ કર્યો

વડોદરા : વડાપ્રધાન નરેન્દ્ર મોદી વડોદરા ૧૮મી જુને વિવિધ કાર્યક્રમ અંતર્ગત આવનાર હોવાથી કાર્યક્રમ સ્થળ પર રોજે રોજ અધિકારીઓ તથા ભાજપના પદાધિકારીઓ દ્વારા સભા સ્થળની મુલાકાત કરી અને અધિકારીઓને જરૂરી કામગીરી અંગે સૂચનાઓ આપી રહી છે. એરપોર્ટ સર્કલથી લેપ્રસી મેદાનમાં જ્યાં સભા સંબોધવાના છે તે વિસ્તારની કાયાપલટ કરી નાખી છે. મોદી ૧૮ જુને જયારે વડોદરા આવવાના છે ત્યારે સંસ્કારી નગરી વડોદરા ને મોદી ભક્તો દ્વારા ભગવાધારી વડોદરા બનાવી દીધું તેમાં કોઈ શંકાને સ્થાન નથી. જોકે લેપ્રસી મેદાનમાં સભા સંબોધવાના હોય ત્યારે તેની આજુબાજુના વિસ્તારમાં આવેલી સોસાયટીના રહીશો ની વર્ષો જૂની સમસ્યાઓ  છે તે સમસ્યા વગર અરજી દ્વારા પાલિકાના ધક્કા ખાય વગર જ નિરાકરણ વડોદરા મહાનગર પાલિકાએ કરી નાખ્યું છે.

મોદી ભક્તો દ્વારા સરદાર એસ્ટેટ ચાર રસ્તા પાસે આવેલ સર્કલને મોદીના કટ આઉટ થી મોદી સર્કલ ઉભું કરી દેવામાં આવ્યું છે. જે વડોદરા સંસ્કારી નગરી હવે ૧૮ જુન સુધી મોદી ભક્તો દ્વારા ભગવાધારી વડોદરા બનાવી દેવામાં આવ્યું છે. જ્યારે મોદી ભક્તોએ તો વડોદરા શહેરના વિવિધ વિસ્તારમાં ભાજપના કાર્યકરો દ્વારા ઘરે ઘરે જઈને મોદીના આગમનની પ્રચાર પણ કરી આવ્યા છે. જ્યારે લેપ્રસી મેદાન ની આજુબાજુ ના રોડ રસ્તા પર આવતા ડિવાઈડર પર ટેમ્પરરી ઘાસની લોન પણ ઉભી કરવામાં આવી રહી છે.

જ્યારે બીજી બાજુ સભા સ્થળ પર જવા માટે જે લેપ્રસી મેદાનની દીવાલ તોડવામાં આવી છે તે દીવાલમાં અવરોધ રૂપ આવતા વૃક્ષોનું નિકંદન પણ કરવામાં પાલિકા સહેજ પણ ખચકાતા નથી તો પછી શા માટે આવા ટેમ્પરરી ઘાસની લોન તથા વૃક્ષો વાવવામાં આવી રહ્યા છે. લોકમુખે જાણવા મળ્યું છે કે પાલિકા દ્વારા ટેમ્પરરી ઘાસની લોન તથા વૃક્ષો વાવવા કરતા વૃક્ષોનું નિકંદન કરવામાં આવી રહ્યું છે તે વડોદરા માટે ખુબ મોટો શહેરીજનો માટે ગંભીર પ્રશ્ન  છે. વડાપ્રધાન જયારે ૧૮ જુને લેપ્રસી મેદાનમાં સભા સબોધવાના હોય ત્યારે ૧૮મી જુને જયારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વડોદરામાં વિવિધ કાર્યક્રમ અંતર્ગત આવનાર હોવાથી કાર્યક્રમ સ્થળ એટલે લેપ્રસી ગ્રાઉન્ડ પર પાંચ લાખથી વધુ લોકોની જનમેદની ઉમટવાની હોય ત્યારે વડોદરા મહાનગરપાલિકા દ્વારા તેમના આગમનની પૂર્વ તૈયારીઓ પુરજોશમાં કરવામાં આવી રહી છે. 

નપાણીયા તંત્રના સાક્ષકો શહેરીજનોના હિતમાં કેમ કામગીરી નથી કરતા મોદીનો રોડ શો રૂટ પર શાક્ષકો અને તંત્ર નક્કી કરે છે અને રાતોરાત એ વિસ્તારની કયા પલટ કરી નાખે છે તો ખરેખર જે સંસ્કારી નગરીમાં વર્ષોથી પ્રાથમિક સુવિધા ની સમસ્યા છે  તેનું તંત્ર દ્વારા તે સમસ્યાનું કોઈ  નિરાકરણ કરવામાં આવતું નથી. શહેરની જે પ્રજા કોર્પોરેટર, ધારાસભ્યોને ચૂંટીને સત્તા પર બેસાડે છે તે પ્રજા માટે તે નપાણીયા શાસકો મોદી ભક્તિમાં અંધ બનીને પ્રજાજનો ની ગટર, પાણી, રોડ રસ્તા સફાઈની સમસ્યાઓને સાંભળવા સુદ્ધા તૈયાર નથી તે તો ઠીક છે વોર્ડ ઓફિસમાં વોર્ડ ઓફિસર સહિતનો સ્ટાફ મોદી સભા પાછળ દિવસ-રાત દોડધામ મચાવતો હોવાથી સ્થાનિક વિસ્તારો ના ત્રસ્ત રહીશોને એક પણ વાત સાંભળવા સુદ્ધાં તૈયાર નથી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી વડોદરા આવવાના હોવાથી વડોદરા શહેર જિલ્લામાંથી તથા રાજ્ય માંથી લાખો લોકો આવવાના હોય જેને લઈને પાલિકા દ્વારા તેમના ગાડીઓના પાર્કિગની વ્યવસ્થા માટે વડોદરા મહાનગરપાલિકા દ્વારા લેપ્રસી મેદાનમાં જ્યારે સભા સંબોધશે તેના આજુબાજુના વિસ્તારમાં આવેલી સોસાયટીમાં ખાલી પડેલા પ્લોટોમાં રાતોરાત પાલિકા દ્વારા તેની કાયાપલટ કરી નાખી તે જ સમસ્યાને લઈને રહીશો દ્વારા અગાઉ પાલિકામાં કેટલીકવાર અરજી કરવામાં આવી હતી પરંતુ પાલિકા દ્વારા તેના પર કોઈ એક્શન લેવામાં આવી નહોતી.

સભા ગેટ પાસે જ પોલીસ ઉભી રહેશે તો લાખોનો માસ્ક દંડ વસૂલાશે ?
વડોદરા : રાજ્યમાં દિવસે અને દિવસે કોરોનાના કેસોમાં વધારો થતો જોવા મળી રહ્યો છે હવે ત્રીજી લહેર બાદ ચોથી લહેર શરુ થઇ રહી છે. એટલે હવે ચોથી કોરોનાની લહેરના નામે તંત્ર તેમજ પોલીસ ના અધિકારીઓ હવે જનતા પાસેથી માસ્કના નામે પૈસા લૂંટવાનું ચાલુ કરશે. એક બાજુ ૧૮ જૂને દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી વડોદરા ખાતે જાહેર સભાને સંબોધન કરવા માટે આવી રહ્યા છે ત્યારે મોદીની સભાને સફળ બનાવવા માટે પાંચ લાખ પબ્લિકને એકઠી કરવાનો ટાર્ગેટ છે એક બાજુ કોરોનાના કેસો વધી રહ્યા છે અને એક બાજુ ભાજપના નેતાઓ સાહેબની સભા માટે જનતાને ભેગી કરવા માટે ઘરે ઘરે ફેરણી કરી રહ્યા છે. પોલીસ તંત્ર જો સાહેબની સભા બહાર ઉભા રહી જાય તો કદાચ અનેક નેતાઓ માસ્ક વગર જોવા મળી શકે એમાં નવાઈ પામશો નહિ.

ગરીબ લોકો પાસે માસ્કના નામે પૈસા ઉઘરાવો છો તો રાજકીય મેળાવડામાં આવતા નેતાઓ સામે તો જુઓ
હમેશા કોરોના કેસ વધતા હોય ત્યારે શિવજીકી સવારી હોય કે આવા કોઈ રાજકીય મેળાવડાબાદ જ કોરોના કેશો વધતા હોય ત્યારે મોદીજીએ વિચારવું જોઈએ કે તમારા આવનાર ઇલેક્શનની તૈયારી કરો છો મોટી સંખ્યામાં કાર્યકરો ભેગા કરો છે. ચોથી લહેર ચાલુ થઇ છે તો ક્યાં જઇને રોકાશે. કેશો રોજના ૨૧-૨૧ કેશો સામે આવી રહ્યા છે. જો ૧૮ જુને આ કાર્યક્રમ થશે પછી કેશો બહુ મોટા પાયે વધારો જોવા મળશે. તો પછી સરકાર કેમ એની પર ધ્યાન નહી આપતી કેમ પોતાના કાર્યક્રમો કરવામાં વ્યસ્ત છે. અને લોકોના હિત જોતા નથી. તમારા માધ્યમથી જણાવું છુ કે આવા કાર્યક્રમો બંધ થવા જોઈએ. પ્રધાનમંત્રી આવે છે ગર્વની વાત છે. પણ આરીતે જે કાર્યક્રમ કરે છે જેનો અમે સખત વિરોધ કર્યે છે. – દિપક પાલકર, સામાજિક કાર્યકર

Most Popular

To Top