Vadodara

ગોરવામાં દારૂની મહેફિલ માણતા આઠ ખાનદાની નબીરા ઝડપાયાં

વડોદરા : ગોરવા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા એક ખેતરમાં મસ્ત મજાથી દારૂની મહેફિલ માણી રહેલા આઠ ખાનદાની નબીરાઓને એલસીબી ઝોન-1 સ્કોર્ડ સહિત ગોરવા પોલીસ સ્ટેશનની ટીમે જોઈન્ટ દરોડા પાડી તેઓને પકડી પાડ્યા હતા. પોલીસે તેઓ પાસેથી 11 ફોન, વૈભવી કારો વગેરે જેવુ મળુ કુલ રૂ.49.40 લાખનો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

મળતી વિગતો મુજબ, એલસીબી ઝોન-1 સ્કોર્ડ તથા ગોરવા પોલીસ સ્ટેશનના કર્મચારીઓ પેટ્રોલીંગમાં હતા ત્યારે તેઓને બાતમી મળી હતી કે, દાજીનો કુવો સુરેશભાઈ છોટાભાઈ પટેલના ખેતરમાં આવેલા ધાબાવાળા મકાનની ઉપરના માળે પતરાના શેડની નીચે અંકીત સુરેશભાઈ પટેલ વગર પાસ પરમીટે બહારથી માણસોને બોલાવી દારૂની મહેફિલ માણી રહ્યા છે. જેના આધારે પોલીસની ટીમોએ બાતમી મુજબના સ્થળોએ દરોડા પાડ્યા હતા.

જે દરોડા દરમિયાન આઠ લોકો દારૂની મહેફિલ માણતા મળી આવ્યા હતા. જોકે તે આઠ પૈકી યશીશ રાઠવા તથા ધ્રુવકુમાર પટેલ બંને દારૂ પીધેલા નહતા મળ્યા જોકે પોલીસે તેઓને મદદગારીના ગુનામાં કાર્યવાહી કરી હતી. સાથે જ સ્થળ પરથી પોલીસને બે દારૂની બોટલો પણ મળી હતી. જેથી તે મળી પોલીસે મોબાઈલ, કાર વગેરે જેવુ મળી કુલ રૂ.49.40 લાખનો મુદ્દામાલ કબ્જે કરી ગોરવા પોલીસ સ્ટેશનમાં ગુના નોંધાવામાં આવ્યા હતા.

ઝડપાયેલા આરોપીઓ પાસેથી શું કબજે કરાયું
અંકિત સુરેશભાઈ પટેલ (રહે, ધ્વારકેશ બંગલો, ગોરવા) -ફોન-2, ટાટા હેરીયર કાર વગેરે મળી કુલ રૂ.11.20 લાખનો મુદ્દામાલ ભૌમિક ધીરૂભાઈ પટેલ (રહે, સેન્ડવુડ રેસીડન્સી, બીપીસી રોડ) -ફોન-2, બી.એમ.ડબલ્યુ એક્ષ-5 કાર મળી કુલ રૂ.25.19 લાખનો મુદ્દામાલ પાર્થ ચેતનભાઈ પુરોહિત(રહે, અર્પીતા પાર્ક, ગોત્રી) -ફોન-1, ફોક્સ વેગન ટાઈગોન કાર મળી કુલ રૂ.7.30 લાખનો મુદ્દામાલ અંકિતકુમાર વિજયસિંહ પરમાર (રહે, સૌરભપાર્ક સોસાયટી, ગોરવા) -ફોન-1 વગેરે મળી કુલ રૂ.35 હજારનો મુદ્દામાલ જય કીરીટભાઈ પટેલ (રહે, મંગલદર્શન) -ફોન-2 વગેરે મળી કુલ રૂ.19 હજારનો મુદ્દામાલ હેમાંગ દેવાંગકુમાર જાની (રહે, શાંતિપાર્ક સોસાયટી, વાસણા રોડ) -ફોન-1 વગેરે મળી કુલ રૂ.40 હજારનો મુદ્દામાલ ધ્રુવરકુમાર પટેલ (રહે, સેવાશ્રમ સોસાયટી, વાસણા ભાયલી રોડ) -ફોન-1, રોયલ એન્ફીલ્ડ બુલેટ મળી કુલ રૂ.1.40 લાખનો મુદ્દમાલ યશીશ ચંદુભાઈ રાઠવા (રહે, સુભદ્ર પાર્ક, ગોત્રી) -ફોન-1, ઈનોવા કાર વગેરે મળી કુલ રૂ.3.35 લાખ.

માલેતુજાર ખાનદાની નબીરાઓને છોડાવવા માટે કેટલાકના ધમપછાડા?
દારૂની મહેફિલ માણી રહેલા ખાનદાની નબીરાઓ ખેડુત, કોન્ટ્રાક્ટર, બિલ્ડર તેમજ મોટા વેપારીઓના સંતાનો હોવાની વાતો ચર્ચાઈ રહી છે. તેમજ તે નબીરાઓ પૈકી કેટલાક એન્જીનીયર વગેરેનો પણ અભયાસ કરેલો છે. જોકે આ તમામ વગર કોઈના ડરે ખેતરમાં મસ્ત મજાથી દારૂની મહેફીલ માણી રહ્યા હતા. પરંતુ ત્યારે પોલીસે દરોડા પાડી તમામની મહેફીલમાં ભંગ કરી દિધો હતો. બીજી બાજી નબીરાઓ પકડાય ગયા હોવાની જાણ થતા કેટલાક પરિવારો સહિત અન્યએ પણ તેઓને છોડાવવા ધમપછાડા કરી મુક્યા હોવાની વાતો ચર્ચાઈ રહી છે. પરંતુ પોલીસે એકની બે ન થઈ તમામ વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી એક દાખલો બેસાડ્યો હતો.

Most Popular

To Top