Comments

આભાર નયનતારા સેહગલ, જે છો તે બદલ

તા. 1 લી ફેબ્રુઆરી 1948: દસ વર્ષની એક ભારતીય સ્ત્રી તેની માતાને પત્ર લખે છે. આ સ્ત્રી દિલ્હીમાં હતી. તે હજી હમણાં જ અમેરિકાની બેલેસ્લી કોલેજમાંથી ભણીને પાછી ફરી હતી. તેની માતા સોવિયેત સંઘના રાજદૂત તરીકે મોસ્કોમાં હતી. આ યુવતી મહાત્મા ગાંધીની હત્યાના સમાચાર સાંભળતાની સાથે જ બિરલા હાઉસ ધસી ગઇ. તે દિવસ તા. 30 મી જાન્યુઆરી, 1948 હતો. ત્યાં તેણે જોયું કે બાપુનો દેહ લોહીથી લથપથ હતો. આ યુવતીએ તેની માતાને કહ્યું કે આશાની સામે પણ આશા રાખીયે કે કોઇ ચમત્કાર તેમને ફરી બેઠા કરી શકશે. બાપુની વાત હોય તો ચમત્કારમાં માનવું પડે. બાપુની હત્યાના બે દિવસ પછી તેણે તેની માને લખ્યું હતું કે બાપુને ઠાર કરાયા હતા એવી સતત લાગણી પ્રવર્તમાન છે. તે કોઇ પણ રીતે ભૂલી શકાય તેમ નથી. હત્યારો પકડાઇ ગયો પણ અન્ય પણ હશે જ. દેશને કેવા ગાંડપણે જકડી લીધો છે? અને હવે બાપુ ગયા પછી તેની તપાસ પાછળ કઇ આશા છે?

આ યુવતીએ પરિસ્થિતિને સ્વીકારી અને શોક તેમજ આક્રોશ નિર્ધારમાં પરિણમ્યાં. તેણે પોતાની માતાને લખ્યું: બાપુએ આપણને તેમની પાછળ શોક નહોતો કરવા દીધો હોત. તેમને લાગ્યું હોત કે તેમની શરીરી ઉપસ્થિતિ કે અનુપસ્થિતિનું ઝાઝું મહત્ત્વ નથી ધરાવતી. તેને બદલે આપણે તેમના જીવન અને કાર્યોને મહત્ત્વ આપવું જોઇએ. તેઓ આપણી સાથે આટલો લાંબો કાળ રહ્યા છે તો તેઓ આપણને નહીં છોડી જઇ શકે. કદાચ ભગવાન આપણને આપણું દેશવ્યાપી ગાંડપણ કયાં લઇ ગયું છે તે સમજીને મોટા કરવા માંગે છે.હવે આપણે અગાઉની જેમ બાપુ પાસે જઇ નથી શકતા પણ આપણે આપણા આત્માને ઢંઢોળી પ્રાર્થના કરી આપણા નિર્ણયોમાં આવવું પડશે.

આધુનિક ભારતીય સાહિત્યના અને આધુનિક ભારતના ઇતિહાસના વિદ્યાર્થીએ આ પત્રના લેખક અને આ પત્ર કોણે લખાયો છે તે ઓળખી ગયા હતા. પત્ર લખનાર છે નયનતારા સહગલ (પહેલાં પંડિત હતાં) જે પછી એક પ્રસિધ્ધ નવલકથાકાર બન્યા અને પત્ર લખાયો હતો તે વિજયા લક્ષ્મી પંડિત (અગાઉ નહેરૂ) હતાં. તેઓ એક ભારતીય રાષ્ટ્રવાદી હતાં અને તેમણે બ્રિટીશ રાજમાં જેલવાસ ભોગવ્યો હતો અને સ્વાતંત્ર્ય પછી સોવિયેત સંઘમાં ભારતનું સવિશેષ પ્રતિનિધિત્વ કર્યું હતું. તેઓ અમેરિકામાં અને બ્રિટનમાં પણ ભારતનાં એલચી રહ્યાં હતાં. મે 1977 ના માર્ચમાં તેમને દિલ્હી યુનિવર્સિટીમાં એક રાજકીય સભામાં સાંભળ્યા હતા. કટોકટી ઊઠી ગઇ હતી અને શ્રીમતી પંડિતે નવરચિત જનતા પાર્ટીને મંજૂરી આપી હતી અને તે રીતે પોતાની ભત્રીજીના વલણથીયે વિપરીત પરિવાર કરતાં બંધારણ પ્રત્યે પોતાની પ્રતિબધ્ધતા દર્શાવી હતી.

1992 માં રૂરકીમાં હું નયનતારા સહગલને મળ્યો હતો. તેમણે નવલકથા ઉપરાંત સંસ્મરણો પણ આલેખ્યાં છે. ‘પ્રિઝન એન્ડ ચોકલેટ કેકમાં તેમનો તેમના બીજા પતિ ઇ.એન. મંગતરાય સાથેનો પત્ર વ્યવહાર અને ઇંદિરા ગાંધીની રાજકીય શૈલીનો અભ્યાસ હતો. પોલારિસ હોટલની અમારી પહેલી મુલાકાતમાં અમે ભાગ્યે જ કંઇ વાત કરી હશે, પણ પછી તો અમારી વચ્ચે વર્તમાન પ્રવાહો પર અને અન્ય વિષય પર પત્રવ્યવહાર અને ફોન પર અન્ય વિષયોની ચર્ચા પણ થઇ હતી. પ્રત્યેક મુલાકાત સાથે તેમના પ્રત્યેની સદ્‌ભાવના ઘેરી બની. તેમનામાં છટા પણ છે અને હિંમત પણ છે, આના સન્માનની તીવ્ર ભાવના સાથે વંચિતો માટે ઊંડી લાગણી પણ છે.

અમારી મૈત્રી દરમ્યાન તેમણે મને ઘણું આપ્યું છે અને મેં ઘણું ઓછું, ખાસ કરીને તેમના વિદ્વાન દેશભકત પિતા રણજીત સીતારામ પંડિત સાથેના તેમનાં સંસ્મરણો મને ખૂબ નોંધપાત્ર લાગ્યાં. નયનતારા 16 વર્ષની હતી ત્યારે તેના પિતાનું અવસાન થયું હતું. મને જાણવા મળ્યું કે જયારે મોટા ભાગના કોંગ્રેસીઓ ડો. બી.આર. આંબેડકરની વિરુધ્ધ હતા ત્યારે પંડિત તેમની તરફેણ કરતા હતા અને તેમને મળતા પણ હતા અને તેમની વાતચીત અંગ્રેજી પરથી મરાઠીમાં ચાલી જતી હતી. મેરઠમાં કાવતરાના ખટલામાં સંડોવાયેલા સામ્યવાદીઓ માટે ફાળો ઉઘરાવવા પંડિતે તેમના સસરા મોતીલાલ નહેરુ અને સાળા જવાહરલાલ નહેરુને સમજાવ્યા હતા. તે વર્ણન પંડિતની દીકરીને પણ બરાબર બંધબેસતું થાય છે.

2015 માં નયનતારા સેહગલે જમણેરીઓ દ્વારા ધિક્કારના ગુના વધવાના વિરોધમાં સાહિત્ય અકાદમીનો એવોર્ડ પરત આપ્યો હતો અને જણાવ્યું હતું કે ભારત પારોઠનાં પગલાં ભરે છે અને સાંસ્કૃતિક વૈવિધ્ય મહાન વિચારને ફગાવી ‘હિંદુત્વ’ પર કેન્દ્રિત થઇ રહ્યું છે. વડા પ્રધાન આમ તો બોલકા છે પણ લેખકો અને મુસલમાનોની ટોળાંશાહી હત્યા પ્રત્યે ચૂપ છે. તેઓ પોતાની વિચારધારાને ટેકો આપનાર અનિષ્ટકર્તાઓથી અળગા થવાની હિંમત નથી ધરાવતા. નયનતારા સેહગલ પર તેના વિરોધના કૃત્ય બદલ ભારતીય જનતા પક્ષના આક્રમક કાર્યકરો અને અવસરવાદી પત્રકારોએ હુમલા કર્યા હતા કે નયનતારા ઇંદિરાની પિતરાઇ બહેન હોવાથી અને નહેરુની ભત્રીજી હોવાથી તેના વિરોધનો કોઇ મતલબ નથી. હકીકતમાં 1970 ના દાયકામાં ઇંદિરાની આપખુદી વધતી જતા નયનતારાએ તેનો વિરોધ કર્યો હતો અને તેને માટે તેણે સહન પણ કર્યું હતું.

નયનતારા તેના મામાની હિંદુ-મુસ્લિમ સંવાદિતા પ્રત્યે સૈધ્ધાંતિક પ્રતિબધ્ધતા ઘડવા સાથે મહાત્મા ગાંધીના જીવન અને કાર્યોની તેમના વૈશ્વિક દૃષ્ટિકોણ પર ખાસ્સી અસર પડી હતી. દેહરાદુનમાં હું નયનતારાને છેલ્લે મળ્યો. ત્યારે તેને કેન્સર થયું હતું. છતાં તેઓ નવલકથા લખતા હતા અને હિંદુત્વના ઉત્સાહીઓના પ્રજાસ્તતાક માટે ઊભા થનારા જોખમની વાત કરતા હતા. મને તેમની સલામતીની ચિંતા થઇ. નેવુંના દયકાના પૂર્વાર્ધમાં સમય પસાર કરી રહેલાં નયનતારા કેન્સરમાંથી બચી ગયાં હતાં અને એકાંત કહી શકાય તેવી શેરીમાં એકલાં રહેતાં હતાં. તા. 10 મી મે એ નયનતારા સેહગલ 95 વર્ષનાં થશે. મારે તેમને ‘હેપી બર્થ ડે’ કહેવા જવાનો સવાલ નથી, બલ્કે તેઓ જે છે તે બદલ આભાર માનવાનો છે.
આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top